અડદની વૈજ્ઞાનિક ખેતીની સૌથી સરળ અને સંપૂર્ણ માહિતી- જાણો અહીં

Share post

ધાન્યનાં કુલ 2 પ્રકાર પડે છે, અનાજ તથા કઠોળ. એમાંથી આજે અમે આપને કઠોળને વિશે થોડીક માહિતી આપીશું. આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. ભારત દેશમાં ખેડૂતો જુદી-જુદી જાતની ખેતી કરતાં હોય છે. એમાંથી કઠોળ એ ઘણા ભારતીય લોકોનાં રોજીંદા ખોરાક નું પાયાનું ઘટક તેમજ અંગ રહેલું છે.

કઠોળનાં વૈશ્વિક ઉત્પાદનમાં કુલ 24% નાં યોગદાનની સાથે આપણો દેશ મોખરે રહ્યો છે. આમ છતાં પણ ભારત દેશ દુનિયામાં સૌથી વધારે વપરાશકર્તા તેમજ આયાત કરતાં દેશ તરીકે પ્રથમ નંબર પર આવે છે. ભારત દેશમાં ચોમાસું કઠોળ પાક તરીકે તુવેર, મગ તથા અડદનું પણ વાવેતર કરવામાં આવે છે. જેનો કુલ કઠોળ પાકોનાં ઉત્પાદનમાં અનુક્રમે 15, 7 તેમજ 7 % ભાગ રહેલો છે.

વૈજ્ઞાનિક ખેતી ની સંપૂર્ણ જાણકારી :
અડદ એ ભારતમાં વાવેતર કરવામાં આવતાં પાકોમાં સૌથી જુનો પાક છે . શાસ્ત્ર પ્રમાણે અડદનું વાવેતર 2,000 વર્ષોથી પણ પૂર્વેથી કરવામાં આવે છે. અડદ એ કઠોળ વર્ગનો અગત્યનો ભાગ હોવાને કારણે તેનાં મૂળ ઉપરની ગાંઠોમાં સૂક્ષ્મ જીવાણુઓ હવામાન તેમજ નાઈટ્રોજન કુલ 100 % જમીન ને વધુ ફળદ્રુપ બનાવે છે તથા પશુઓને ઘાસચારો તેમજ જમીનને સારું એવું સેન્દ્રિય તત્વો પણ પૂરું પાડે છે.

અડદનાં પાકમાં પોષક તત્વોનું ખૂબ જ મૂલ્ય રહેલું છે, એવું કૃષિ વૈજ્ઞાનિક શંકરભાઈ ચાહીએ જણાવતાં કહ્યું હતું. જમીન મધ્યમ તેમજ ભારે હોય એમાં અડદની ખેતી સારા પ્રમાણમાં થાય છે. આમ છતાં આ પાક તમામ પ્રકારની જમીનમાં પણ થઈ શકે છે. જો, કે ક્ષારવાળી જમીન બીલકુલ અનુકૂળ આવતી નથી. અડદની વાવણી માટે હળની એક ખેડ કરીને કુલ 2-3 વાર કરબ મારીને જમીન તૈયાર કરવામાં આવે છે.

વાવણીનો સમય :
ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારમાં તથા જુલાઈ માસનાં અંત સુધીમાં વાવણી કરી શકાય છે. જ્યારે મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં જુલાઈ મહિનાનાં બીજા અઠવાડિયા બાદ ઓગસ્ટ મહિનાનાં અંત સુધીમાં વાવેતર કરવામાં આવે છે, જ્યારે ઉનાળામાં ફેબ્રુઆરી મહિનાનાં બીજા અઠવાડિયાથી લઈને માર્ચ મહિનાનાં પહેલાં અઠવાડિયા સુધી વાવણી થઈ શકે છે.

કૃષિ વૈજ્ઞાનિકે વધુમાં જણાવતાં કહ્યું હતું, કે દેથલી કૃષિ કેન્દ્ર દ્વારા છેલ્લા કુલ 3 વર્ષ દરમિયાન ખેડા જિલ્લામાં આવેલ કપડવંજ તાલુકાનાં ઘડિયા, વણઝારીયા, કેવડીયા તથા પુનાદરા ગામમાં લગભગ કુલ 1,000 એકર વિસ્તારમાં અડદની p.u.31 જાતનાં અગ્ર  હરોળ નિદર્શન ગોઠવવામાં આવેલા છે. જેનાં કારણે આસપાસનાં ઘણા ગામોમાં આ જાતનાં અંદાજે કુલ 200-300 એકર વિસ્તારમાં વાવેતર અને વિકસાવવામાં આવ્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા ઓલ પરિણામોને આધારે અડદની આ જાત ગુજરાત રાજ્યની માટે ખૂબ જ આશાસ્પદ રહેલી છે.

બિયારણ તથા અંતર :
ચોમાસાની ઋતુમાં આ પાકની સારી એવી વૃદ્ધિ થતી હોય છે. કુલ 12-15 કિલો પ્રતિ હેક્ટરે બિયારણનો દર રાખીને બે હાર વચ્ચે કુલ 45  સેન્ટીમીટરનું અંતર જાળવી રાખીને વાવણી કરવી જોઇએ. જ્યારે ઉનાળાની ઋતુમાં પ્રતિ હેકટર બિયારણનો દર રાખીને કુલ 20-25 મીટરનું અંતર રાખીને વાવણી કરવી જોઈએ. બિયારણની વાવણી કરતાં પહેલા કુલ 4-5 દિવસ અગાઉથી કુલ 2-3 ગ્રામ પારા યુક્ત દવાનો પટ આપવો જોઈએ. ત્યાર પછી જ રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવી જોઈએ. માવજત આપ્યાં પછી તરત જ બીજનો વાવણી માટે ઉપયોગ કરવો જોઈએ.

ખાતરનું પ્રમાણ તેમજ મહત્વ :
સામાન્ય રીતે ગુજરાત રાજ્યમાં મોટા ભાગનાં અડદનાં પાકનું વાવેતર બિનપિયત સ્થિતિમાં એટલે કે મર્યાદિત પિયત આપીને કરવામાં આવે છે ત્યારે કુલ 8-10 % જેટલું છાણીયું ખાતર નાંખવામાં આવે તો જમીનની ફળદ્રુપતાની સાથે સાથે ભેજનાં સંગ્રહશક્તિ માં પણ ઘણો વધારો જોવાં મળે છે. રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવાને લીધે પાકને બહારથી વધારાનો નાઈટ્રોજન આપવાની જરૂરિયાત પણ ખૂબ ઓછી રહે છે.

આમ છતાં વાવણી કરતી વખતે કુલ 20 કિલો તથા કુલ 40 કિલો ચૌરસ પ્રતિ હેક્ટર એટલે કે કુલ 10 કિલો યુરિયા તેમજ કુલ ૮૫ કિલો ડીએપી રાસાયણિક ખાતરનો તમામ જથ્થો જમીનમાં આપવો જોઈએ. જમીનમાં ગંધકની ઉણપ રહેતી હોય તો કુલ 165 કિલો જીપ્સમ એટલે કે ગંધકની માટે વાપરવામાં આવતું ખાતરને વાવણી વખતે ખેડની સાથે આપવું જોઈએ.

અડદ ની વૈજ્ઞાનિક ખેતી ની પદ્ધતિ :

રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો જોઈએ :
અડદનાં પાકનાં મૂળમાં વાવણી કર્યા બાદ કુલ 20-25 દિવસે રાઈઝોબીયમ જીવાણુ મારફતે મૂળ કંડિકા ફેલાવવાની શરૂઆત થતી હોય છે. હવામાં રહેલો નાઇટ્રોજન રાઈઝોબીયમ જીવાણુ મારફતે છોડનાં ખોરાક માટે જરૂરી નાઇટ્રોજન રૂપાંતર તેમજ સ્થાયીકરણ પણ થતું હોય છે.  જેના પરિણામે છોડની વૃદ્ધિ તેમજ વિકાસમાં પણ નોંધપાત્ર વધારો જોવાં મળે છે.

પિયતની વ્યવસ્થા :
અડદનાં પાકની ચોમાસામાં પિયતની ખાસ જરૂરિયાત રહેતી નથી, પણ જ્યાં અડદનો પાક મધ્યમ કાળી તેમજ જમીનમાં વાવવામાં આવતો હોય ત્યાં આ જમીનની નિતાર શક્તિ ખૂબ ઓછી હોવાથી વધારે વરસાદ થાય છે ત્યારે ખેતરમાં પાણી ભરાઇ રહેવાનો પ્રશ્ર્ થાય છે. જે પાકની વૃદ્ધિમાં અવરોધરૂપ બને છે. તેથી વધારે વરસાદ થાય ત્યારે પાણીનાં નિકાલની વ્યવસ્થા કરવી ખુબ જ જરૂરી છે. ઉનાળામાં કુલ 12-15 દિવસનાં સમયગાળે કુલ 4-5 વાર પિયત આપવાં અડદમાં ફુલ બેસવાની તથા શીંગોનાં વિકાસની જમીનમાં ભેજની ખેંચ ન પડવી જોઇએ.

નિંદણ નિયંત્રણ :
કોઇપણ પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડ, ખાતર, બિયારણ, પાક, સંરક્ષણ વગેરે પાછળ કરેલાં ખર્ચનું વળતર મેળવવું હોય તો પાકને હંમેશાં નીંદણમુક્ત રાખવો જોઇએ. કારણ કે બિનપિયત ખેતીમાં જો નીંદણનો ઉપદ્રવ વધી જાય તો પાક માટે જમીનમાં રહેલ પોષક તત્વ અને ભેજનું બિન જરૂરી શોષણ નીંદણ દ્વારા થવાથી પાકને જરૂરી પોષક તત્વો અને પાણી ન મળવાથી ઉત્પાદનમાં સરેરાશ 33% નો ઘટાડો થાય છે. અડદનાં પાકને વાવ્યા પછી કુલ 30-45 દિવસે એમ કુલ 2 વખત આંતરખેડ કરીને હાથથી નીંદણ કરવું.

આંતરપાક :
અડદનાં પાકને તુવેર, મકાઈ, બાજરી અને કપાસનાં પાકની સાથે લઈ શકાય છે.

તુવેર સાથે અડદ :
તુવેરનું કુલ 75-120 સેમીનાં અંતરે વાવેતર કરીને તુવરની 2 હારની વચ્ચે અડદની વહેલી પાકતી જાતની હાર કરવી જોઈએ.

મકાઇ સાથે અડદ :
કુલ 30 સે.મી.નાં અંતરે મકાઇની બે જોડિયા હારોની સાથે કુલ 60 સે.મી.ની પાટલીમાં અડદ T-9 જાતનું વાવેતર કરી શકાય છે.

બાજરી અને અડદ :
કુલ 3 કિલો બાજરી, કુલ 4 કિલો અડદ પ્રતિ હેક્ટરે મિશ્ર કરીને વાવવાથી વધુ ઉત્પાદન તેમજ વળતર મેળવી શકાય છે.

અડદને કપાસની સાથે આંતર પાક તરીકે વાવણી કરવામાં આવે છે. કપાસનાં કુલ 2 ચાસની વચ્ચે 3-4 ચાસ અડદનાં પણ વાવવામાં આવે છે, જયારે તુવેરની સાથે આંતરપાક તરીકે કુલ 2 હારની વચ્ચે અડદ કરીને પણ આંતર પાક લઇ શકાય છે. આમ કરવાંથી તુવેરનાં ઉત્પાદનમાં ઘટાડો થયા સિવાય કુલ 2-3 કિવન્ટલ અડદનું વધારાનું ઉત્પાદન મેળવી શકાય છે.

રોગ નિયંત્રણ :
ભૂકી છારો રોગની શરૂઆત થયેથી કુલ 0.0015 % વેટેબલ ગંધક અથવા કાર્બેન્ડાઝીમ કુલ 0.025% નાં દ્રાવણનાં કુલ 12 દિવસનાં અંતરે છંટકાવ કરવો. પાનનાં ટપકાનાં રોગની શરૂ થયેથી કુલ 0.005% હેકસાકોનાઝોલ અથવા કાર્બેન્ડાઝીમ કુલ 0.025 % દ્રાવણનાં કુલ 12 દિવસનાં અંતરે છંટકાવ કરવો.

કાપણી :
જયારે બધી શીંગો કાળા રંગમાં રૂપાંતરીત થાય ત્યારે એટલે કે વાવણીનાં લગભગ કુલ 90 દિવસ બાદ પાકની કાપણી પણ કરવી જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post