ગામના ભરવાડને આવ્યો કોરોના પોઝીટીવ, સરકારે તેના 47 પશુઓને કરી દીધા ક્વોરેન્ટાઈન

Share post

હાલ ચારે તરફ કોરોના કોરોના છવાઈ ગયો છે, વેશ્વિક કોરોના મહામારીના કારણે દિવસેને દિવસે આજે આ વાયરસ વાયુવેગે લોકોમાં ફેલાઈ રહ્યો છે. અને દિવસેને દિવસે લોકો કોરોના કારણે મૃત્યુ પામી રહ્યા છે. હાલ કર્નાટકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ ઘટના અનુસાર એક ગામ એક ભરવાડને કોરોના આવ્યો હતો, અને ભરવાડને કોરોના આવતા તેણે પાળેલી ૪૭ બકરીઓને સરકારે ક્વોરેન્ટાઈન કરી દીધી છે.

કર્ણાટકમાં એક પશુપાલકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને ત્યારબાદ તેની 47 બકરીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. આ કેસ બેંગાલુરૂથી આશરે 127 કિલોમીટર દૂર તુમકુરૂ જિલ્લાના ગોડકેરે ગામનો છે. જિલ્લાના પશુ પાલન વિભાગના એક અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, ગૌરલહટ્ટી તાલુકામાં આશરે 300 જેટલા ઘરો આવેલા છે. ત્યાંની વસ્તી અંદાજે 1,000 જેટલી છે અને પશુપાલક સહિત ગામના બે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

ગામમાં આ ઘટના ફેલાતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ સાથે જ ચાર બકરીઓના શંકાસ્પદ મોત બાદ ગામના લોકો ડરી ગયા છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર કેટલીક બકરીઓ શ્વાસની સમસ્યાનો સામનો કરી રહી છે. અને બીમારીથી પીડાઈ રહી છે.

જિલ્લા પશુ અધિકારીઓ મંગળવારના રોજ ગામમાં પહોંચ્યા હતા અને જિલ્લા પશુ અધિકારીઓએ બકરીઓને ગામની બહાર ક્વોરેન્ટાઈન કરાવી હતી. તે સિવાય બકરીઓના સ્વેબના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓને પશુ સ્વાસ્થ્ય અને પશુ ચિકિત્સા સંસ્થા ભોપાલ મોકલવામાં આવ્યા હતા.

આ તરફ પશુપાલન વિભાગના સચિવ પી મનીવન્નનના જણાવ્યા અનુસાર આ સમગ્ર કેસ તેમના ધ્યાનમાં છે. મૃત બકરીઓનું પોસ્ટમોર્ટમ કરાવાયું છે અને બકરીઓના સેમ્પલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એનિમલ હેલ્થ એન્ડ વેટેનરી બાયોલોજિકલ્સ (IAHVB) બેંગલુરૂ ખાતે મોકલવામાં આવ્યા છે. અને જે પણ રીપોર્ટ આવશે તે અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

IAHVBના ડિરેક્ટર ડો. એસએમ બાયરેગૌડાએ જણાવતા કહ્યું છે કે, હજુ સુધી એવો કોઈ કેસ સામે નથી આવ્યો કે વાયરસ મનુષ્યમાંથી પશુઓમાં ફેલાયો હોય. હાલ અમારી પાસે તપાસ કીટ ન હોવાથી સેમ્પલ્સ ભોપાલ મોકલવામાં આવ્યા છે.

UASના GKVKમાં પ્રોફેસર ડો. બીએલ ચિદાનંદેજણાવતા કહ્યું છે કે, કોરોના વાયરસ જેવા જૂનોટિક વાયરસ સામાન્ય રીતે પશુઓમાંથી મનુષ્યમાં ફેલાય છે, મનુષ્યમાંથી પશુઓમાં નહીં. હાલ જયારે કોરોના વાયરસ વિશ્વમાં ફેલાતો થયો ત્યારે લોકો માની રહ્યા હતા કે આ વાયરસ પશુઓના કારણે ફેલાયો છે, અને પશુઓને પણ કોરોના હોઈ શકે છે, પરંતુ સત્ય એ છે કે પશુઓને કોરોના વાયરસની અસર થતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post