ગુજરાત: પાક વેચવા આવેલા વૃદ્ધ ખેડુતભાઈ સાથે એવું કૃત્ય કર્યું કે, જાણી આંખો પાણી-પાણી થઇ જશે

Share post

ગુજરાતમાંથી અવારનવાર રિક્ષા ગેંગ એકલ દોકલ મુસાફરોને બેસાડી પૈસા પડાવી લેતા હોવાના બનાવો સામે આવતા રહેતાં હોય છે. આવો જ એક બનાવ રાજકોટનાં પડધરી પંથકમાંથી સામે આવી રહ્યો છે. આ બનાવમાં વૃદ્ધ ખેડૂત રિક્ષા ગેંગનો શિકાર બન્યા છે. પાક વેચવા માટે રાજકોટમાં આવેલ વૃદ્ધ ખેડૂતના ખિસ્સામાંથી કુલ 88,000 રૂપિયાની રોકડ રકમ પડાવી લીધા છે.

આ બનાવ અંગે પડધરીના હર્ષદપુર ગામમાં રહેતા નાનજીભાઇ વશરામભાઇ બોરસદિયા નામના વૃદ્ધે પોલીસમાં રિક્ષાચાલક તથા મુસાફરના સ્વાંગમાં બેઠેલ એક મહિલા, પુરુષ મળીને કુલ ૩ લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.વૃદ્ધ ખેડૂતે નોંધાવેલ ફરિયાદ પ્રમાણે, વૃદ્ધ એમના ગામથી રાજકોટમાં આવેલ જૂના માર્કેટ યાર્ડમાં પાક વેચવા માટે આવ્યા હતા. વૃદ્ધે જૂના યાર્ડમાં પાક વેચ્યા પછી એનાં આવેલા કુલ 88,000 રૂપિયાની રોકડ થેલીમાં રાખીને એમના ગામ પાછા ફરવાં માટે બપોરે 1 વાગ્યે નીકળ્યા હતા.

વૃદ્ધને માધાપર ચોકડીએ જવું હોવાથી યાર્ડ પાસેથી ઓટો રિક્ષા કરી હતી. જે રિક્ષામાં બેઠા એ રિક્ષામાં પહેલેથી જ એક પુરુષ તથા મહિલા મુસાફર તરીકે બેઠા હતા.આ દરમિયાન યાર્ડથી બેડી ચોકડીની વચ્ચે સાથે બેઠેલ મહિલા, પુરુષે હલનચલન કરી વૃદ્ધની નજર ચૂકવી થેલીમાં પડેલ કલ 88,000 હજારની રોકડ રકમ પડાવી લીધી હતી. વૃદ્ધ જ્યારે માધાપર ચોકડી ઉતર્યા ત્યારે એમને જાણ થઈ કે થેલીમાંથી રોકડ રકમ ગાયબ થઇ છે.

આ બનાવ બન્યા પછી વૃદ્ધ એમના ગામ પહોંચી પરિવારજનોને જાણ કરતા છેવટે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. B- ડિવિઝન પોલીસમથકના PSI  એમ.એફ.ડામોરનાં સ્ટાફે CCTVને આધારે ફરાર ગયેલ રિક્ષા ગેંગને પકડવા તપાસ શરૂ કરી દીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post