વિદ્યાર્થીઓને સારું જમવાનું મળી રહે એટલા માટે ખુદ પ્રિન્સિપાલે ચાલુ કરી ખેતી- જુઓ વિડીયો

Share post

વડોદરાના ડભોઇ તાલુકામાં આવેલા વાયદપુર પ્રાથમિક શાળા નો આ પ્રેરણાદાયી પ્રસંગ છે. આ સામાન્ય દેખાતી શાળાની એક ખાસ વાત છે. આ શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં દરરોજ પોતાની જ શાળામાં ઉગેલી શાકભાજી ખાવા મળે છે. તમે આ વાંચીને તમારી આંખને વિશ્વાસ નથી થતો ને. પરંતુ આ હકીકત છે.એક બાજુ જ્યાં રાજ્યભરમાંથી મધ્યાહન ભોજન માં કેવા છબરડાઓ થાય છે તેના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યાં આ વાયદપુર પ્રાથમિક શાળા એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. આ બધું શક્ય બન્યું પ્રિન્સિપાલ ના પ્રયત્નોથી. તેઓ મધ્યાહન ભોજનમાં બાળકોને પૌષ્ટીક આહાર મળે એટલા માટે કિચન ગાર્ડન પ્રોજેક્ટ ચલાવે છે..

તેઓનું કહેવું છે કે તેઓની શાળામાં છેલ્લા ૧૭ વર્ષથી કિચન ગાર્ડન નો પ્રોગ્રામ ચાલે છે. આ પ્રિન્સિપલ નું નામ છે નરેન્દ્ર ભાઈ ચૌહાણ. તેમાં વિવિધ પ્રકારની શાકભાજી તેઓ ઉગાડે છે. શાકભાજીમાં ચાલુ વર્ષે તેઓએ દુધી, મેથી, પાલકની ભાજી, રીંગણ, ટામેટા વગેરે વસ્તુઓ ઉગાડી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે મધ્યાહન ભોજન કરવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ વિદ્યાર્થી જાણીજોઈને ગેરહાજર રહ્યો નથી. આ પ્રોજેક્ટ માટે તેઓ શાળાની પડેલી જમીન ઉપર જ શાકભાજી ઉગાડીને તેને મધ્યાહન ભોજન માં વાપરે છે. જેથી બાળકોને મધ્યાહન ભોજનમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસી શકાય. તેઓ 20 વર્ષ પહેલા અહીંયા નિમણૂક પામ્યા હતા.ત્યારે જેવો નોકરી પર નિમાયા હતા ત્યારે તે જમીન ઉપર કાંટા વાળા ઝાડ હતા. પછી તેમના મનમાં વિચાર આવ્યો કે આ જમીન ઉપર બાળકો માટે તાજી શાકભાજી કેમ ન ઉગાડીએ. ત્યારબાદ તેઓએ કિચન ગાર્ડન ની શરૂઆત કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post