દિવસેને દિવસે શાકભાજીના ભાવમાં બમણો વધારો, પરંતુ શું ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે? -જાણો સંપૂર્ણ માહિતી

Share post

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાનાં વ્યાપમાં સતત વધારો જ થઈ રહ્યો છે. આની સાથે જ કોરોનાને કારણે તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા બાદ અનલોકમાં તમામ રોજગાર ખુલી જવાંથી ભાવવધારો પણ થઈ રહ્યો છે. ખાસ કરીને તો શાકભાજીનાં ભાવમાં ખુબ મોટો વધારો થઈ રહ્યો છે. આને કારણે મધ્યમ વર્ગના લોકોનાં ખિસ્સા પર અસર પડી રહી છે. હાલમાં ભાવવધારાને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

અતિભારે વરસાદ થતાં બટાટા, ટામેટાં, ડુંગળી તથા લીલા શાકભાજીની કિંમતોમાં તીવ્ર ભાવવધારો જોવા મળી રહ્યો  છે. તમામ શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. જેને લીધે ગ્રાહકો પરેશાન થઈ ગયાં છે. ખાસ કરીને તો ડુંગળી તથા ટામેટાંના ભાવ લોકોને પરેશાન કરી રહ્યા છે. એક શાકભાજીના વેપારીનું જણાવવું છે કે, શાકભાજીનો નવો પાક ન થાય ત્યાં સુધી કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા નથી. દૂધી , કાકડી, ભીંડો તથા કોબીજ સહિત બધી જ શાકભાજીના ભાવ માત્ર એક જ સપ્તાહમાં 20 રૂપિયા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.

શાકભાજીના પ્રતિ કિલોના ભાવ (રૂપિયામાં) :
દૂધી, ભીડા, આદુ, રીંગણ, લીંબુનાં ભાવ કુલ 60 રૂપિયા કિલો તથા મૂળા, કેપ્સીકમ, પાલક, ગીલોડા, કાકડી, તુરીયું, ચોળીનાં ભાવ કુલ 80 રૂપિયા કિલો તેમજ  ધાણા કુલ 200 રૂપિયા કિલો મળી રહ્યાં છે. આની સાથે જ લીલી હળદર કુલ 100 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે.દિવસેને દિવસે શાકભાજીમાં સતત ભાવવધારો થતો જોવા મળી રહ્યો છે.

આની પાછળનું સૌથી મોટું કારણ રહેલું છે, સામેથી શાકભાજી આવતી નથી. કોરોનાને લીધે કેટલાંક ખેડુતો પોતાની પેદાશો વેચવા માટે અમદાવાદ આવી રહ્યા નથી. અતિભારે વરસાદને લીધે શાકભાજી બગડે છે.  હાલમાં શાકભાજીનો ભાવ વધારે છે. શાકભાજીમાં થઈ રહેલ સતત ભાવવધારાને લીધે વેપારીઓને ગ્રાહકો મળી રહ્યા નથી. આ એટલા માટે છે કારણ કે વધતી કિંમતો ગૃહિણીના ઘરેલુ બજેટને વિક્ષેપિત કરી નાંખે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post