શાંતિથી સૂતેલા હતા યાત્રીઓ, ટ્રક સાથે અથડાઈ બસ, દારૂડિયો ડ્રાઇવર જવાબદાર

Share post

યુપીના ફિરોઝાબાદમાં એક મુસાફરોથી ભરેલી લક્ઝરી ડબલડેકર બસ એક ટ્રકમાં ઘૂસી ગઈ છે. દુર્ઘટનામાં 14 લોકોનું મૃત્યુ થયું છે જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને મેડિકલ કોલેજ મોકલી દેવામાં આવ્યા છે.આ ઘટના આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર ફિરોઝાબાદ અને ઇટાવા બોર્ડર ઉપર બુધવારે રાત્રે થઈ.

મળતી જાણકારી અનુસાર બુધવારે રાત્રે 10 વાગ્યે એક્સપ્રેસ-વે ઉપર માઈલ સ્ટોન 71 પર એક વિશાળકાય ટ્રક રોડના કિનારે પંચર થયા બાદ ઉભો હતો. તે જ રસ્તે એક ખાનગી ડબલડેકર બસ પણ જઈ રહી હતી.

પૂરપાટ ઝડપથી લખનઉ તરફ જઇ રહેલી ડબલડેકર લક્ઝરી બસે ટ્રકમાં પાછળથી જબરદસ્ત ટક્કર મારી દીધી. બસ એટલી ઝડપથી ભટકાય કે ઊંઘમાં સૂતેલા મુસાફરોને કશી ખબર ન રહી.

એક બસ યાત્રીનું કહેવું છે કે આ ડબલ ડેક્કર બસમાં 120 મુસાફરો હતા. બસનો ડ્રાઈવર નશામાં હતો અને ખૂબ જ ઝડપથી બસ ચલાવી રહ્યો હતો. તેને કેટલાક મુસાફરોએ રોક્યો પરંતુ તે માન્યો નહીં.

એસએસપી ના જણાવ્યા અનુસાર બસમાં 45 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ બસ દિલ્હીથી બિહારના મોતીહારી જઈ રહી હતી. દુર્ઘટના બાદ તમામ ઘાયલોને બસમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા મેડિકલ કોલેજ, સૈફઈ મોકલવામાં આવ્યા છે.

બસમાં સવાર યાત્રીએ જણાવ્યું કે,”અમે કેબિનમાં સૂઈ રહ્યા હતા ખબર નહી અચાનક એક ધમાકો થયો. અમને કશી ખબર ન પડી.”

એસએસપી ફિરોઝાબાદ સચિન્દ્ર પટેલે જણાવ્યું કે જે પોતાના ઘરે જવા માંગે છે તેના સામાન સાથે તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…