જેવી આ મંદીરની પ્રતિમા જમીનમાં સમાઈ જશે, એ જ સમયે કળિયુગનો અંત આવી જશે – જાણો વિગતે

Share post

સમગ્ર ભારતમાં વિવિધ દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે પરંતુ હાલમાં એક એવી જાણકારી સામે લઈને આવી રહ્યાં છીએ કે, જેને તમે કદાચ ક્યારેય સાંભળી પણ નહી હોય. એમાં પણ ગુજરાત રાજ્ય તો સન્સ્કૃતિનું પ્રતિક ગણાઈ છે ત્યારે હાલમાં ગુજરાતમાં આવેલ આવા જ એક મંદિરને લઈ જાણકારી સામે આવી રહી છે. બ્રહ્મચારી હનુમાનજી અને એમના પુત્ર મકરધ્વજનું સમગ્ર વિશ્વમાં એકમાત્ર જ કહી શકાય એ મંદિર દેવભૂમિ દ્વારકામાં આવેલ શંખોદ્વાર ટાપુ પર આવેલ છે.

આ મંદિર પિતા તથા પુત્રના મિલનનું પ્રતીક રહેલું છે. મંદિરના ગર્ભગૃહમાં એક બાજુ હનુમાનજી તેમજ એમની બાજુમાં મકરધ્વજની પ્રતિમા બિરાજમાન છે. મકરધ્વજે એક રાક્ષસને પોતાની નીચે દબાવીને રાખ્યો છે. બંને પાસે ગદા નથી તેમજ આનંદમાં પ્રતિત થાય છે તેથી જ આ મંદિર ‘દાંડી હનુમાન’ તરીકે પણ પ્રખ્યાત બન્યું છે.

હનુમાનજી તો જન્મથી જ બ્રહ્મચારી હતા એમ છતાં એમને દીકરો હતો તે વિશે રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હનુમાનજીએ જ્યારે પૂંછમાં આગ લગાવીને આખી લંકા સળગાવી નાંખી હતી. ત્યારપછી તેઓ નહાવા માટે દરિયામાં ગયા હતા. આ દરમિયાન એમના પરસેવાનું એક ટીપું શક્તિશાળી માદા મગરના પેટમાં પડ્યું હતું જેને કારણે એ ગર્ભવતી થઈ હતી. આ મગર પાતાળ લોકના રાજા અહિરાવણ કે, જે લંકાપતિ રાવણના ભાઈ હતા એના માણસોએ પકડી લીધી હતી.

પાતાળ લોકમાં મગરના પેટમાંથી મકરધ્વજ મળ્યા. અહિ રાવણે મકરધ્વજની તાકાત તથા બુદ્ધિને જોતા પોતાના રાજ્ય પાતાળ લોકના દ્વારની રક્ષા કરવા માટેની જવાબદારી સોંપી દીધી હતી. જ્યારે અહિ રાવણ ભગવાન શ્રીરામ તથા લક્ષ્મણને પાતાળ લોક લઈ ગયા હતાં ત્યારે હનુમાનજી પણ એમની પાછળ પાતાળપુરી પહોંચ્યા હતાં. પાતાળપુરીના દ્વાર પર હનુમાનજીને એક પ્રાણીએ ચેતવણી આપી કે, જે વાનર તથા સરીસૃપ એટલે કે, મગર જેવું લાગતું હતું આ પ્રાણી એ જ મકરધ્વજ.

સ્થાનિક લોકવાયકા :
મકરધ્વજની મૂર્તિ પૂર્ણ કદની છે જ્યારે હનુમાનજીની મૂર્તિ સાથળ સુધીની સ્થાપિત કરવામાં આવી છે. સ્થાનિક લોકવાયકા પ્રમાણે દર વર્ષે હનુમાનજીની પ્રતિમા એક ચોખાના દાણા જેટલી નીચે ખસી જાય છે તેમજ જ્યારે આખી પ્રતિમા નીચે જશે ત્યારે કળિયુગનો અંત આવશે. અહીં આવેલ શ્રીકૃષ્ણની પ્રતિમાને વિજયા દશમીના દિવસે શ્રીરામ જેવો શણગાર કરવામાં આવે છે તેમજ પાલખીમાં બિરાજમાન કરીને યાત્રા નીકળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post