કેજરીવાલની જીત સાથે જ છવાઇ ગયો એક વર્ષનો “મફલર મેન”, જુઓ તસવીરો

Share post

દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામના રૂઝાનોમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર બનવાથી સોશિયલ મીડિયા ઉપર રિએક્શનો નું પુર આવી ગયું છે. ટ્વિટર પર એક ફોટો ખૂબ ટ્રેન્ડ થઇ રહ્યો છે જેમાં આંખો પર ચશ્મા લગાવ્યા છે અને ગળામાં મફલર વિંટેલો નાનો કેજરીવાલ દેખાઈ રહ્યો છે.

આ નાનો કેજરીવાલ અવ્યાન તોમર છે.દિલ્હીના મયુર વિહાર માં રહેતા રાહુલ તોમર ના દીકરા અવ્યાન તોમર ની ઉંમર એક વર્ષ છે.

અવ્યાન પોતાના પિતા અને માતા મીનાક્ષી તોમર સાથે વહેલી સવારે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા. ત્યારબાદ આખા પરિવાર સાથે નાનો કેજરીવાલ અવ્યાન આમ આદમી પાર્ટીની ઓફિસે પહોંચી ગયા.અવ્યાન સાથે તેની 9 વર્ષની બહેન પણ આમ આદમી પાર્ટી ઓફિસ આવી.

2015માં અવ્યાનની નાની બહેન ફેયરી તોમર પણ નાની અરવિંદ કેજરીવાલ બની ચૂકી હતી. ત્યારે અરવિંદ કેજરીવાલ અને પાર્ટીમાં રહેલા કુમાર વિશ્વાસે અવ્યાનની બહેન સાથે ફોટા પણ પડાવ્યા હતા.રાહુલ તોમર ધંધે થી વેપારી છે અને અન્ના આંદોલન સમયથી જ અરવિંદ કેજરીવાલના મોટા ફેન રહ્યા છે.

જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણી ના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. મતની ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ૮ ફેબ્રુઆરી એ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે ટક્કર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post