ટામેટાની આ નવી પ્રજાતિની ખેતી માંથી છોડદીઠ મેળવો 19 કિલો ઉત્પાદન – ખેડૂતોને થશે બમણો ફાયદો

Share post

ટામેટાના એક માત્ર આ છોડ કુલ 5 કિલોથી લઈને કુલ 10 કિલો સુધીની ઉપજ આપી શકે છે આ પણ તમને ખુબ વધુ લાગી રહ્યું હશે, હે ને ! અમે અહીં જે ટામેટાના છોડનો ઉલ્લેખ કરવા માટે જઈ રહ્યા છીએ, તે કોઈ સામાન્ય ટામેટાનો છોડ નથી. એને ભારતીય બાગવાની અનુસંધાન સંસ્થા એટલે કે, IIHR દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે.

આ સંસ્થા દ્વારા ટામેટાનો આ નવો પ્રકાર વિકસિત કરવામાં આવ્યો છે. એના માત્ર 1 છોડમાંથી કુલ 19 કિલો ટામેટાનું ઉત્પાદન થયું છે. રેકોર્ડ બનાવનાર ટામેટાની આ નવી ઉન્નતીશીલ પ્રકારનું નામ અર્કા રક્ષક છે. ભારતીય બાગવાની અનુસંધાન સંસ્થાના વૈજ્ઞાનિકોએ પરિશોધન ખેતીનાં હેઠળ ઉન્નતશીલ પ્રકારના આ છોડથી આટલી ઉપજ પ્રાપ્ત કરી છે.

આ વિધિથી ટામેટાનું ઉત્પાદનનું આ ઉચ્ચતમ ઉપજનું સ્તર રહેલું છે. આ રેકોર્ડ તોડીને ઉપજે ટામેટાની ખેતી કરનાર ખેડૂતોની વચ્ચે હલચલ મચાવી દીધી છે. ભારતીય બાગવાની અનુસંધાન સંસ્થાન અરકાવથી નદીના કિનારે આવેલ છે. આ જ કારણ રહેલું છે કે, ઉત્પાદનનો રેકોર્ડ બનાવનાર ટામેટાનો આ નવા પ્રકારને અર્ક રક્ષક નામ અપાયેલ છે.

આની વિષે સંસ્થાના પ્રમુખ વૈજ્ઞાનિક તથા શાકભાજી પાક વિભાગના પ્રમુખ એટી સદાશિવ જણાવતાં કહે છે કે, સમગ્ર પ્રદેશમાં ટમેટાની આ સૌથી વધુ ઉપજ છે તથા વૈજ્ઞાનિક આંકડા પ્રમાણે ટામેટાની આ પ્રજાતિ રાજ્યમાં ટમેટાની સૌથી વધુ ઉપજ આપનાર સાબીત થઇ છે. એના મત પ્રમાણે ટમેટાની સંકર પ્રજાતિની બીજા છોડમાં સૌથી વધારે ઉપજ કુલ 15 કિલો સુધી રેકોર્ડ થઇ છે.

એમણે જણાવતાં કહ્યું કે, જ્યાં કર્ણાટકમાં ટમેટાનું પ્રતિ હેકટર સરેરાશ ઉત્પાદન કુલ 35 ટન રહેલું છે, ત્યાં જ ટમેટાની પ્રજાતિનું ઉત્પાદન પ્રતિ હેકટર કુલ 190 ટન સુધીનું થયું છે. નવા પ્રકારના ટમેટાના છોડને લઈ ખેડૂતોની વચ્ચે ખુબ ઉત્સુખતા રહેલી છે. કેટલાક ખેડૂતો એની ખેતીને લઈ ખુબ આસાન્વિત નજર આવી રહ્યાં છે  ઘણાં  ખેડૂતો એની ખેતી કરીને રેકોર્ડ ઉપજ પણ પ્રાપ્ત કરી ચુક્યા છે.

ચિકકબલ્લપુર જિલ્લામાં આવેલ દેવસ્થાનદા હૌસલ્લીના એક ખેડૂત ચંદ્દાપપ્પાએ આ ઉન્નતશીલ પ્રજાતિના કુલ 2,000 ટમેટાના છોડ પોતાના  માત્ર 1 એકર ખેતરમાં લગાવીને કુલ 38 ટન ટમેટાની ઉપજ પ્રાપ્ત કરી હતી. જયારે આટલી સંખ્યામાં જ બીજા હાઈબ્રીડ ટમેટાના છોડથી કુલ 20 ટનનું ઉત્પાદન લેવામાં આવ્યું હતું.

ચંદ્દાપપ્પા જણાવતાં’ કહે છે,  નવેમ્બર વર્ષ 2012 થી લઈને જાન્યુઆરી વર્ષ 2013 ની વચ્ચે મેં કુલ 5 રૂપિયાથી લઈને કુલ 11 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચીને, કુલ 80,000 રૂપિયાનો ખર્ચ બાદ કરતાં કુલ 3 લાખ રૂપિયાની બચત પ્રાપ્ત કરી હતી.ડોક્ટર સદાશિવનાં મત પ્રમાણે આ ફક્ત ઉચ્ચ ઉપજ આપનાર પ્રજાતિ નથી પણ ટમેટાના છોડમાં થતાં કુલ 3 ત્રણ જાતનાં રોગ, પાંદડામાં થતાં કર્લ વાઇરસ, વિલ્ટ જીવાણું તથા પાકનાં શરૂ થનાર દિવસોમાં થતાં વિલ્ટ જીવાણુથી સફળતાપૂર્વક લડવાની પણ એમાં પ્રતિરોધક ક્ષમતા આવેલ છે.

તેમનું જણાવવું છે કે, એમાં ફૂગ તથા કીટનાશક પર થનાર ખર્ચની બચતથી ટામેટાની ખેતીના ખર્ચમાં કુલ 10%  સુધીની કમી આવે છે.આની સાથે જ ઘટ લાલ રંગના આ ટમેટાની ખેતીના બીજા ફાયદા પણ રહેલાં છે. ઉદાહરણ તરીકે એના ઘટ રંગને લીધે આ ટમેટાને વધારે દુર સુધી ટ્રાન્સપોર્ટની મદદથી મોકલવામાં આસાની રહે છે.

બીજી સામાન્ય પ્રજાતિના ટમેટાની ઉપજ પછી કુલ 6 દિવસ સુધી રાખી શકાય છે. આની સાથે જ બીજા સંકર પ્રજાતિના ટમેટા કુલ 10 દિવસ સુધી જયારે અર્ક પ્રજાતિના ટમેટા કુલ 15 દિવસ સુધી આસાનીથી રાખી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…