પૂનમની રાત્રે નીલા કલરનો દેખાશે ચંદ્ર, જાણો આની પાછળનું ચોંકાવનારૂ કારણ

Share post

‘ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગાંધીનગર’ના સહયોગથી સ્વામીનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા અવકાશમાં સર્જાતી અવનવી ખગોળીય ઘટનાઓની માહિતી બહાર પાડવામાં આવતી હોય છે.

એ મુજબ આવતી તા.૩૧ ઓક્ટોબરની રાત્રિએ એટલે કે પૂનમની રાત્રીએ ખગોળીય ઘટના સર્જવાની છે. જેને બ્લુ મુન તરીકે ઓળખવામાં આવશે. આ ઘટના એ દરેક લોકો પોતાના ઘરે બેસીને જ જોઈ શકાશે. આ સુંદર દૃશ્યને ખગોળીય દૂરબીનની મદદથી સ્પ્સ્ઠ રીતે જોઈ શકાશે. પૂનમની રાત્રિએ ચંદ્ર નીલા રંગનો જોવા મળશે. જેને ‘બ્લુ મુન’ તરીકે ઓળખવામાં આવશે.

આ ઘટના ૩૧ ઓક્ટોબર, ૨૦૨૦ બાદ સીધી ૨૦૩૯ માં છેક દેખાશે. વધારેમાં વધારે જોવા મળતા બ્લુ મુન પીળા રંગમાં દેખાય છે. પણ આ વખતે પૂનમ એ દેખાતો ચંદ્ર સંપૂર્ણ નીલા રંગનો જોવા મળશે. કેલેન્ડરના મહિનામાં ફેરફાર થવાથી બીજા ર્પૂણીમાના દેખાતા ચંદ્રમાંના ભૌતિક ગુણોના આકાર અને પ્રકારમાં ફેરફાર જોવા મળતો હોતો નથી.

તેથી જ એનો રંગ એક જ રહેતો હોય છે. ક્યારેક ચંદ્રમાં નીલો જોવા મળે છે. પણ વાયુમંડલીય પરિસ્થિતિને લીધે નીલા રંગનો જોવા મળશે. ઈતિહાસમાં આવી જ એક ઘટના ઈ.સ. ૧૮૮૩ માં જવાળામુખીના ફાટવાથી એ ધૂળના રજકણોને કારણે ચંદ્રમાં તે વખતે નીલા રંગનો જોવા મળ્યો હતો.

બીજી અનેક ઈતિહાસમાં બની ગયેલ ઘટનાઓની માહિતી મેળવવા તથા આગામી બનતી ખગોળીય ઘટનાની માહિતી મેળવવા માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બોટાદની યુ-ટયુબ ચેનલ સાથે જોડાઈને આ વિષે અનેક રસપ્રદ માહિતી મેળવી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post