સાધુએ કર્યા 5 લગ્ન, નશીલા ઇન્જેક્શન આપી કરવાતો હતો દેહવ્યાપાર

Share post

એક વ્યક્તિએ સાધુ બનવાના નામે ઉપર માનવતાને કલંક લાગે એવું કામ કર્યું છે.સાધુએ પાંચ પાંચ લગ્ન કર્યા અને પછી નશીલા ઇન્જેક્શન આપી પત્નીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી. સાધુના ગુનાની શિકાર મહિલાઓ પોલીસ પાસે પહોંચી છે. આ મામલો યુપીના શાહજહાંપુરનો છે.

ફરી એકવાર યુપીનું શાહજહાપુર સુરખીઓમાં છે, જ્યાં એક બાજુ સાધુની ઐયાશીનો ખુલાસો થયો છે.આ સાથે એક-બે નહીં પરંતુ પાંચ પાંચ લગ્ન કર્યા અને તમામ મહિલાઓને નશીલા ઇન્જેક્શન આપી દેહવ્યાપારમાં ધકેલી દીધી. પીડિત મહિલાઓએ ડીઆઈજી રાજેશકુમાર પાંડેને ફરિયાદ કરી છે. ત્યારબાદ ડીઆઇજીએ મામલાની ગંભીરતા સમજતા આરોપી સાધુ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

ડીઆઈજીને ફરિયાદ કરતા મહિલાઓએ અનુજ ચેતન સરસ્વતી નામના સાધુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાઓનો આરોપી છે કે અનુજ ચેતન સરસ્વતી, સાધુના રૂપમાં શેતાન છે. તે સત્સંગ કરે છે અને તંત્ર વિદ્યા કરી મહિલાઓને પોતાની જાળમાં ફસાવી લે છે.

મહિલાઓનો આ રોગ છે કે આ સાધુએ અત્યાર સુધી પાંચ લગ્ન કર્યા છે.મહિલાઓનો આરોપ છે કે તે આ રીતે લોકોને પોતાના જાળમાં ફસાવી લે છે પછી તેને નશીલું ઇન્જેક્શન આપે છે અને દેહવ્યાપાર કરવા માટે મજબૂર કરે છે. જે કોઈ પણ મહિલાઓ તેની વાત નથી માનતી તેને ખૂબ ખરાબ રીતે મારે છે અને બંધક બનાવી રાખે છે.મહિલાઓનું કહેવું છે કે તેની એક પત્ની આત્મહત્યા કરી ચૂકી છે જ્યારે બાકીની પત્નીઓ તેને છોડીને જઈ ચુકી છે.

તેમજ આ મામલે ડીઆઈજી રાજેશ કુમાર પાંડેનુ કહેવું છે કે શાહજહાપુરની કેટલીક મહિલાઓ તેની પાસે આવી હતી.તેણે અનુજ ચેતન સરસ્વતી નામના વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે કે તેણે પાંચ લગ્ન કર્યા છે.મહિલાઓએ કેટલાક ફોટોગ્રાફ પણ દેખાડ્યા છે જેના આધારે લાગે છે કે આરોપી સાધુ મહિલાઓ સાથે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ વ્યવહાર કરતો હતો.

ડીઆઈજીનું કહેવું છે કે શાહજહાનપુર પોલીસ આ મામલે ત્રણ દિવસની અંદર તપાસ કરી આરોપી વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરશે. આરોપી અનુજ ચેતન સરસ્વતી શાહજહાપુર જિલ્લાના નીગોહી થાણા ક્ષેત્રના સંગમ ઇન્ટર કોલેજની નજીક રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…