ખેડૂતો માટે લાલબત્તી સમાન કિસ્સો, પાખંડી બાવાએ વિધિના નામે ગરીબ ખેડૂત પાસેથી પડાવી લીધી બધી જમીન…

Share post

હાલમાં અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી કેટલાંક ખેડૂતોને નુકશાન થયું છે. હાલમાં પણ આવી  જ એક જાણકારી સામે આવી રહી છે. અમરેલી જિલ્લામાં આવેલ બગસરા તાલુકામાં પીઠડીયા ગામનાં ખેડૂતને સાધુ પર વિશ્વાસ કરવો ખુબ જ ભારે પડી ગયો છે. સાધુ પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી દેતાં લોકોની માટે આ એક ચોંકાવનારી ઘટના છે. આ ઘટનાથી સાબિત થયુ છે કે, તમામ સાધુ સંત નથી હોતો.

બગસરા તાલુકામાં આવેલ પીઠડીયા ગામમાં રહેતાં જેન્તીભાઈ વશરામભાઈ પીપળીયા ખેડૂત છે. આ ખેડૂતના ઘરે તા. 13-12-2019 નાં દિવસે કહેવાતા વઘાસિયા બાપુ આવેલ તથા જણાવેલ કે, અમે કચ્છથી જૂનાગઢની પરિક્રમા કરવા માટે જઈએ છીએ. આ સાધુએ ખેડૂત તેમજ એમની પત્ની જે માનસિક રીતે બીમાર છે. એમના માથા પર હાથ મૂકીને આશિર્વાદ આપતાં કહ્યું કે, તારા ઘરમાં સંકટ રહેલો છે તેમજ તારી પત્ની પણ બીમાર રહે છે તથા તારા પર ઘણું દેવું પણ વધી ગયું છે એવું મને મારી વિદ્યામાં જણાઈ રહ્યું છે.

આ સંકટને દૂર કરવા માટે તથા પરિવારની સુખ શાંતિ માટે માતાજીની વિધિ કરવી પડશે. આમ, ફરિયાદી ખેડૂતને વિશ્વાસમાં લઇને વઘાસિયા બાપુએ જૂનાગઢમાં એમના ગુરુદેવનો મોબાઈલ નંબર આપેલ તેમજ સંપર્ક કરીને વિધિ કરવાની વાત જણાવી હતી.આવાં સાધુઓ દ્વારા વિધિ કરવાનાં બહાને ખેડૂતને ચોટીલા તથા થાન બોલાવવામાં આવ્યો હતો. આ જગ્યામાં વઘાસિયા બાપુ તથા એમના ગુરુ હાજર હતાં તેમજ અન્ય કુલ 3 લોકો અને એક છોકરો થઈને કુલ 6 લોકો હાજર હતાં.

વિધિ ચાલુ થતાં આ સાધુઓની સાથે આવેલ છોકરો જમીન પર પડી ગયેલ તેમજ સાધુએ જણાવતાં કહ્યું કે, વિધિ અવળી થઇ છે. આની માટે છોકરાને સાજો કરવા માટે પૈસા આપવા પડશે. જેને કારણે ફરિયાદીએ આ વિધી માટે પૈસા પણ આપ્યા હતાં.સાધુનાં નામે ધૂતારાએ ઘણીવાર કોલ કરીને આ ખેડૂતની પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરી લીધી હતી. ત્યારબાદ ખેડૂતને દ્વારકા અવાવરું જગ્યામાં બોલાવીને તથા વિધિનાં બહાને તોડ કરેલ તેમજ કટકે કટકે કુલ 9,80,000નો તોડ કર્યો હતો તથા આ સાધુઓને હજુ વધુ લાલચ જાગતા આ ખેડૂતને જણાવ્યુ હતું કે, તારી જમીન મેલી છે એ માટે તું વહેંચી નાખ.

જેને કારણે આ ખેડૂતે કુલ 15 લાખમાં જમીનને વહેચી પણ નાંખી હતી. ત્યારબાદ આ સાધુએ જણાવ્યુ કે, આ જમીનનાં પૈસા સિદ્ધ કરવા પડશે. વિધિ કરવાં માટે ખેડૂતને બોલાવ્યો હતો. પૈસાને સિદ્ધ કરવાની વિધિ માટે ખેડૂતને કુવાડવા ગામમાં આવેલ ખોડિયાર માતાજીનાં મંદિરની નજીક બોલાવીને કુલ 15 લાખની છેતરપિંડી કરી હતી. આમ, આ ખેડૂતની સાથે સાધુઓ દ્વારા કુલ 24,80,000ની છેતરપિંડી કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post