મોદી સરકારની આ યોજનાથી ખેડૂતોની આવક થઇ બમણી, જાણો વિગતે

Share post

કુદરતી આપત્તિઓથી નુકસાન પામેલા કૃષિ વાવેતરની સામે કિશાનોને મહત્તમ રવળતર મળી રહે તે પ્રકારની નવી કૃષિપાક વીમા યોજના આ વર્ષના અંત સુધીમાં અમલી બનવાની છે ત્યારે દરેક રાજ્યોની સાથે કૃષિક્ષેત્રે કરેલી પ્રગતિઓથી ભારતના ખેડૂતો માટે પથદર્શક બનેલા ગુજરાત રાજ્યના સુચનોને ધ્યાનમાં રાખીને યોજનાને આખરી ઓપ આપવાની વાત મહાત્મા મંદિર ખાતે યોજાયેલકૃષિક્ષેત્રના રાષ્ટ્રીય પરિસંવાદમાં કેન્દ્રીય કૃષિપ્રધાન રાધા મોહન સિંઘે કરી હતી. તેમણે આગામી ત્રણ વર્ષમાં ભારતના તમામ કિશાનોને સોઇલ હેલ્થ કાર્ડ આપવા જણાવ્યું હતું તો ગુજરાતમા હાલ ચાલી રહેલા કૃષિવિજ્ઞાન કેન્દ્રોની દશા અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે આગામી દિવસોમાં ગુજરાતના સાત મોટા જિલ્લાઓમાં નવા વિજ્ઞાન કેન્દ્રોર આધૂનિક સાધનોથી સુસજ્જ કરીને શરુ કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી.

કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત અનેક પગલાં લઈ રહી છે. એનડીએ સરકારે ખેડૂતો માટે પાક વીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં સિંચાઈ યોજના લાવી હતી. જે તમારા પાકની ઉપજમાં માત્ર સુધારો જ નહીં પરંતુ તમારી જમીનના સ્વાસ્થ્યને પણ સુધારશે. આ સૉયલ હેલ્થ કાર્ડ વિશેની તમામ માહિતી વિશે જાણો.

સોઇલ હેલ્થ કાર્ડ (Soil health card) ખેતી ખર્ચ ઘટાડવા અને પાકની ઉપજ વધારવામાં ખૂબ ફાયદાકારક સાબિત થયો છે. નેશનલ પ્રોડકટિવિટી કાઉન્સિલ (એનપીસી) ના રિપોર્ટ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. એનપીસીના રિપોર્ટ અનુસાર, માટી સ્વાસ્થ્ય કાર્ડના ઉપયોગથી ખેડુતોની આવકમાં એકર દીઠ 25,000-30,000 રૂપિયાનો વધારો થયો છે. આ જ રીતે, ડાંગરના વાવેતરથી ખેડુતોની આવકમાં એકર દીઠ 4500 રૂપિયા, સૂર્યમુખીના વાવેતરમાં એકર દીઠ 25,000 રૂપિયા નો વધારો, મગફળીમાં એકર દીઠ 10,000 રૂપિયાનો વધારો, કપાસમાં એકર દીઠ 12,000 રૂપિયા અને બટાટાના વાવેતરમાં એકરદીઠ 3000 રૂપિયા નો વધારો થયો છે.

ઉત્પાદન ખર્ચમાં ઘટાડો

નિષ્ણાંતો કહે છે કે આ રિપોર્ટ ખેડૂતોને તેમના ખેતરોમાં જમીનની ચકાસણી કરવા માટે પ્રોત્સાહિત કરશે, કારણ કે અહેવાલમાં સાબિત થયું છે કે જો ખેડુતો માટી હેલ્થ કાર્ડ મુજબ ખેતી કરે છે તો તેમનો ખર્ચ ઓછો થાય છે અને ઉપજમાં વધારો થાય છે.કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે સોમવારે જારી કરેલા એનપીસીના અહેવાલ મુજબ, માટી આરોગ્ય કાર્ડના ઉપયોગથી ડાંગરના ઉત્પાદન ખર્ચમાં 16-25 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે કઠોળના પાકના ઉત્પાદનમાં 10-15 ટકાનો ઘટાડો થયો છે. કારણ કે ડાંગરમાં યુરિયાના વપરાશમાં એકર દીઠ 20 કિલોનો ઘટાડો થયો છે જ્યારે કઠોળના પાકમાં તેનો વપરાશ એકર દીઠ 10 કિલો જેટલો ઘટ્યો છે. તો સાથે જ, માટીના આરોગ્ય કાર્ડ મુજબ, ખેતી કરવાથી ડાંગરની આવકમાં 20%, ઘઉં અને જુવારમાં 10-15 ટકાનો વધારો થયો છે, જ્યારે કઠોળમાં 30% અને તેલીબિયાંમાં 40% નો વધારો થયો છે.

શું છે યોજના?

આ યોજના કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય અને કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિ વિભાગ દ્વારા પૂર્ણ થાય છે. ખેડૂતોને તેમના ખેતરોની માટીની પોષક સ્થિતિની જાણકારી આપવા અને ખાતરની યોગ્ય માત્રાનો ઉપયોગ કરવા અને જરૂરી સુધારણા કરવાના હેતુથી સરકારે આ યોજના લાવી હતી.

આ કાર્ડ ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે?

1. ખેડૂતોને એક સારો સંશોધિત અહેવાલ મળશે, જેનો ઉપયોગ માટીની ગુણવત્તા સુધારવા માટે  નિષ્ણાતો દ્વારા ઉકેલો આપવા માટે કરવામાં આવશે.

2. નિયમિત મોનીટરીંગથી ખેડૂતોને લાંબા ગાળાનો માટી(જમીન) હેલ્થ રેકોર્ડ મેળવવા માટે મદદ મળશે.

3. સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને દરેક પ્રકારની જમીનમાં જરૂરી પોષક તત્ત્વો અને ખાતરોની ઉણપ અને તેની જરૂરિયાત વિશેની ભલામણ કરવામાં મદદ કરશે, જે પાક ઉપજ વધારવામાં મદદ કરી શકે છે.

સોઈલ હેલ્થ કાર્ડ એટલે શું ?

સોઈલ હેલ્થ કાર્ડ એ જમીનની કુંડળી છે.તેમાંથી જમીન માલીકને, જમીનનો પ્રકાર, જમીનમા લભ્ય પોષકતત્વો, જમીનની ફળદુ્રપતા, જમીનમાં ખારાશ વગેરેની વિગતો મળે છે.શરૂઆતનાં પહેલા તબકકામાં દરેક ગામ વાર ૧૦ નમુનાઓ એકઠા કરી અને તેનું પૃથ્થકરણ કરાવી અને તેનાં પરથી દરેક ખેડૂતને સોઈલ હેલ્થ કાર્ડ આપવાનું સરકારશ્રીએ શરૂ કરેલ છે અને બીજા તબકકામાં અત્યારે દરેક ગામ દીઠ ર૦ નમુનાઓ એકત્ર કરીને ત્યારબાદ તેના પૃથ્થકરણ અહેવાલ પરથી ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવાની યોજના ચાલુ છે.

2015માં સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની શરૂઆત કરાઈ

કૃષિ આવક વર્ગીકરણ (ડીએફઆઈ) સમિતિના અધ્યક્ષ અશોક દલવાઈ કહે છે કે સોઇલ હેલ્થ કાર્ડ માટી માટે બ્લડ ટેસ્ટ રિપોર્ટ જેવું છે, જેના કારણે ખેડુતો જરૂરિયાત મુજબ ખાતરોનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમના ખર્ચમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે એનપીસીના આ અહેવાલ પછી, સોઇલ હેલ્થ કાર્ડ અંગે ખેડૂતો જાગૃત થશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 ફેબ્રુઆરી 2015 ના રોજ રાજસ્થાનના સુરતગઢમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની શરૂઆત કરી હતી. બુધવારે તેના પાંચ વર્ષ પૂરા થતાં પહેલાં એનપીસીનો તેના પ્રભાવ અંગેનો અહેવાલ આવ્યો છે. ખેડુતોને દર બે વર્ષે સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે, જેમાં જમીનની તપાસ કરવામાં આવે છે અને ખેડુતોને કહેવામાં આવે છે કે તેઓ કેવી રીતે અને કેટલી માત્રામાં ખાતરનો ઉપયોગ કરે છે.

કૃષિનું આરોગ્ય કેવું છે અને તેમાં કેટલા ખાતરની જરૂર છે અને શેની જરૂર નથી અને જો ખેડૂતને આ વાતની જાણ થઈ જાય તો ખાતરનો ઉપયોગ ઓછો કરવામાં આવશે, અને પાક સારો રહેશે. તેથી જ સરકારે સોઈલ હેલ્થ કાર્ડની યોજના શરૂ કરી. 2015 થી 2017 સુધીના 10.73 કરોડ અને 2017 થી 2019 સુધી 10.69 કરોડ સોઈલ સ્વાસ્થ્ય કાર્ડ વિતરિત કરવામાં આવ્યા હતા જ્યારે આ હેલ્થ કાર્ડ કૃષિમાં સહાયરૂપ બને છે.

કૃષિ મંત્રાલયે માહિતી આપી હતી કે 2015 થી 2017 સુધી ચાલનારા પ્રથમ તબક્કામાં ખેડૂતોને 1,10.74 કરોડ અને 2017-19ના બીજા તબક્કામાં 11.69 કરોડના સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.એનપીસીનો આ રિપોર્ટ દેશનાં 19 રાજ્યોનાં 76 જીલ્લાઓમાં કરાયેલાં સર્વેક્ષણનાં આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 170 સોઈલ હેલ્થ ટેસ્ટ લેબોરેટરીઓ અને 1,700 ખેડૂતો સાથે પુછપરછ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post