મોદી સરકાર આર્થિક ક્ષેત્રે તદ્દન નિષ્ફળ, ફરી GDP નું અનુમાન ઘટ્યું

Share post

આર્થિક મોર્ચે ભારત માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવે જાણીતી દિગ્ગજ રેટિંગ એજન્સી Moodysએ 17 ફેબ્રુઆરીએ વર્ષ 2020 માટે ભારતનો ગ્રોથ અંદાજ ઓછો આંક્યો છે. અગાઉ Moodysએ વર્ષ 2020માં ભારતનું 6.6 ટકાના ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જે હવે ઘટીને 5.4 ટકા થઈ ગયું છે. આ સાથે જ Moodysએ જણાવ્યું કે, કોરોના વાયરસ વિશ્વની સાથે-સાથે ભારતના અર્થતંત્ર પર પણ અસર કરી શકે છે.

Moodysએ પોતાના ગ્લોબલ મેક્રો આઉટલુકમાં જણાવ્યું કે, “કોરોના વાયરસ મંદીનું કારણ બની રહ્યું છે અને હવે તે ભારતની અર્થ વ્યવસ્થા પર પણ અસર કરી શકે છે. આગામી ત્રિમાસિક ગાળામાં ભારતના ગ્રોથમાં રિકવરી જોવા મળી શકે છે, પરંતુ તે ધીમુ રહેશે.”

ફાઈનાન્સિયલ સર્વિસ પૂરી પાડનારી કંપની Moodysએ ડેટા જાહેર કરીને જણાવ્યું છે કે, થઈ શકે છે કે ભારતની અર્થ વ્યવસ્થામાં સ્થિરતા આવી હોય, પરંતુ અર્થ તંત્રમાં રિકવરી ધીમી રહી શકે છે.

ફાઈનાન્સિયલ ઈયર 2020 માટે સરકારના ઈકોનૉમિક ગ્રોથનું અનુમાન 6.8 ટકાથી ઘટીને 5 ટકા થઈ ગયું છે. બ્લૂમબર્ગે અનુમાન લગાવ્યું હતું કે, આ આંકડો 5 ટકાની આસપાસ રહી શકે છે. બીજી તરફ આજ ફાઈનાન્સિયલ ઈયર માટે GVAનો આંકડો 4.9 ટકાની આસપાસ રહેવાનું અનુમાન છે. આર્થિક આંકડાઓના લેખાજોખા રાખનારી સરકારી સંસ્થા CSO તરફથી આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

બીજા ત્રિમાસિકમાં ગ્રોથ ઘટીને 4.5 ટકા

સરકારી આંકડાઓ પ્રમાણે, ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિકમાં GDP 4.5 ટકા પર પહોંચી ગયો હતો. જે 6 વર્ષમાં સૌથી મોટો ઘટાડો રહ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં આ આંકડા પ્રથમ ત્રિમાસિકની GDP કરતા પણ ઓછા હતા. પ્રથમ ત્રિમાસિકમાં GDP 5 ટકા નોંધવામાં આવી હતી. આ વર્ષે 2008ની વૈશ્વિક મંદીના સમય બાદની સૌથી ઓછી GDP ગ્રોથ હોઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post