ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાન પર ગુજરાત સરકાર આપશે સહાય- કૃષિમંત્રીએ કરી મહત્ત્વની જાહેરાત

Share post

ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો હતો. પરંતુ હવે 2 દિવસથી વરસાદે વિદાય લીધી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. તો બીજી તરફ નદી, તળાવો અને ડેમો ભરાઈ ગયા હોવાથી ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોનું સ્થળાંતર પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તો વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઇ તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, મહેસાણા અને ઉત્તર ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં રહેલા પાકને વરસાદના પાણીના કારણે ખૂબ જ નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો સરકારની સામે સહાય આપવાની માંગ કરી રહ્યા છે.

ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે સરકારે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં અતિવૃષ્ટિનો સામનો કરી રહેલા ખેડૂતોને માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ભારેથી અતિભારે વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે. તે બાબતે સર્વે હાથ ધરવામાં આવશે તેવી માહિતી રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુએ આપી હતી.

આજ રોજ યોજાયેલી કોન્ફરન્સમાં કૃષિમંત્રી આર.સી. ફળદુએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી 15 દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતના પાકને જે નુકસાન થયું છે. તે બાબતે એક સર્વે હાથ ધરવામાં આવશે અને આ સર્વે અનુસાર ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવશે. ખેડૂતોને ચૂકવવામાં આવતું વળતર SDRFના ધારાધોરણ પ્રમાણે ચૂકવવામાં આવશે. જે ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાન થયું છે તેમને આ વળતર મળશે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે કેબિનેટની બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યમાં ચાલતા મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજ્યના ખેડૂતો ઉત્પાદન લઈને રાજ્ય અને દેશની સેવા કરે છે. ત્યારે ખરીફ સીઝન દરમિયાન સવા સો ટકા વરસાદ પડયો છે. સતત અવિરત વરસાદથી કેટલાક ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થયું છે. જેથી SDRFના ધારાધોરણ અનુસાર 33 ટકાથી વધારે ખેડૂતોને નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.  કૃષિમંત્રી એવું પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં 116 ટકા કરતા વધુ વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોના કુવા અને બોર પાણીથી છલકાઈ ગયા છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે પરંતુ આગામી દિવસોમાં રવિ સિઝન તથા ઉનાળુ સિઝનમાં ખેડૂતો આ પાણીનો ભરપૂર ફાયદો ઉઠાવી શકશે. આગામી બે વર્ષ સુધી ચાલે તેટલું પાણી આપણને કુદરતે આપી દીધું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post