આધેડને લાગ્યું કે તેને કોરોનાવાઇરસનો ચેપ લાગેલો છે, બીમારી ન ફેલાય તેથી કરી લીધી આત્મહત્યા

Share post

કોરોનાવાઇરસ એટલે કોવિડ 19 નો ડર લોકોના મગજમાં એ હદે બેસી ગયો છે કે લોકો હવે આત્મહત્યા કરવા લાગ્યા છે. આત્મહત્યા પણ એટલા માટે કરી જેથી તેના કારણે કોઈ અન્યને કોવિડ 19 કોરોનાવાયરસનો ચેપ ન લાગે. કોઈ તેના કારણે બીમાર ન થાય. આ આત્મહત્યાની ઘટના આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાની છે.

ચિત્તુર જિલ્લાના થોટ્ટમબેડુ ગામના બાલકૃષ્ણને લાગ્યું કે તેને કોવિડ 19 કોરોના વાઇરસનો ચેપ લાગી ગયો છે. હવે આનો કોઈ ઇલાજ નથી. આ જ કારણે અન્ય લોકો બીમાર ન થાય એટલા માટે તેમણે આત્મહત્યા કરી લીધી.

૫૪ વર્ષીય બાલકૃષ્ણ સવારે રૂઈયા સરકારી હોસ્પિટલમાં તપાસ માટે ગયા હતા. ત્યાં ખબર પડી કે તેને પેશાબની નળીમાં ઇન્ફેક્શન છે. પરંતુ ડોક્ટરો સાથેની વાતચીત દરમિયાન ઘણા અસમંજસ થયા આ કારણે તેને લાગ્યું કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે.

બાલકૃષ્ણના દિકરાએ મીડિયાવાળાને જણાવ્યું કે મેં પિતાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તેને કોરોના વાઇરસનો ચેપ નથી. તે ખૂબ શાંત હતા. તે ભણેલા ગણેલા ન હતા. એટલા માટે ડોક્ટરની વાત પણ ન સમજી શક્યા. તેમને લાગ્યું કે તેમને કોરોનાવાયરસ છે.

શનિવારે હોસ્પિટલથી આવ્યા બાદ બાલકૃષ્ણ વિચિત્ર રીતનો વ્યવહાર કરવા લાગ્યા હતા. સોમવારની સવારે તેમણે આત્મહત્યા કરી લીધી. બાળકૃષ્ણની પત્નીએ જણાવ્યું કે ડોક્ટરોએ બાલકૃષ્ણને જણાવ્યું હતું કે તેને ઇન્ફેક્શન છે. તેણે માસ્ક પહેરવું જોઈએ. આ બાદ તેને લાગ્યું કે તેને કોવિડ 19 કોરોના વાયરસનો ચેપ લાગેલો છે. પરિવાર અને ગામના લોકોમાં આ બીમારી ન ફેલાય એટલા માટે તેમણે આત્મહત્યા કરી લીધી.

કોવિડ 19 કોરોનાવાયરસથી અત્યાર સુધી દુનિયામાં 44,833 લોકો ચેપી થઈ ચૂક્યા છે.જ્યારે 1112 લોકોનું મૃત્યુ થયું છે.હવે કોવિડ 19ના નામથી જ આ જીવલેણ વાયરસ આખી દુનિયાને ડરાવશે.

કોવિડ 19 કોરોના વાયરસના લીધે ફક્ત ચીનમાં જ 44,318 લોકો બીમાર છે. જ્યારે 1110 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. કોવિડ 19 નામ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ આપ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…