fbpx
Tue. Oct 15th, 2019

સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે મેથાણના આગેવાને અન્નનો ત્યાગ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે અનેક તાલુકાઓમાં ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતાં મોટાપાયે નુકશાની ભોગવવાનો આવ્યો છે.

જ્યારે અતિવૃષ્ટિ બાદ જિલ્લાભરનાં ખેડુતોને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત પાકને નુકશાની માટે પાકવિમો લીધો હોય તેવાં ખેડુતોને બે દિવસ (૪૮ કલાક)માં પાકની નુકશાની અંગે તાલુકાકક્ષાની વિમા કંપનીની ઓફીસે જાણ કરવાં અથવા પાકવિમાના આધાર પુરાવા સાથે અરજી કરવાં જવાબદાર તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના વિરોધમાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ મુકામે પોતાના નિવાસ સ્થાનેથી જ ગુજરાત કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.કે.પટેલ દ્વારા અન્નનો ત્યાગ કરી રોષ દાખવ્યો હતો. આ તકે ખેડુત આગેવાને જણાવ્યું હતું કે સરકાર દ્વારા અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન અંગેની અરજી માટે ખુબ જ ટુંકો સમય આપવામાં આવ્યો છે અને જોહુકમી ચલાવી ખેડુતો સાથે શોષણ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ અતિવૃષ્ટિમાં થયેલ નુકશાની અંગે માત્ર બે દિવસનો જ ટાઈમ આપવામાં આવ્યો છે આથી આ નિતિનો વિરોધ કર્યો હતો અને નુકશાની અંગે અરજી કરવાની મુદ્દતમાં વધારો કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે તમામ જિલ્લાના ખેડુતોને સાથે રાખી ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને તેની તમામ જવાબદારી સ્થાનિક તંત્ર સહિત રાજ્ય સરકારની રહેશે તેમ જણાવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…