હવામાન વિભાગની મોટી આગાહી, શિયાળા વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં દેખાશે મેઘમહેર…

Share post

ગુજરાત રાજ્યમાં શિયાળા ઋતુનો પ્રારંભ થઇ ગયો છે. વહેલી સવારનાં સમયે લોકોને ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો બીજી બાજુ ઠંડીનાં મોસમમાં કોરોનાનાં કેસ પણ વધે છે.  તે સમયે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યનાં ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન ખાતે 2 દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સીસ્ટમનાં લીધે હવામાન ખાતા દ્વારા બે દિવસ ગુજરાતનાં કેટલા વિસ્તારમાં સાધારણ વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીનાં પગલે માછીમારીને કોઈ વોર્નિંગ આપી નથી.

હવામાન ખાતાનાં અધિકારી જયંત સરકારે કહ્યું છે કે, 11 તેમજ 12 ડિસેમ્બરનાં રોજ રાજ્યનાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં કેટલા વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડશે તેમજ એ પછી 13 તારીખે વરસાદની કોઈ સંભાવના નથી. 10 તારીખનાં રોજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરતમાં વાતાવરણમાં પલટો આવશે તેમજ તેનાં લીધે વરસાદની શક્યતા છે. 11 તારીખનાં રોજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, મધ્ય ગુજરાતનાં દાહોદ, પંચમહાલ, વડોદરા તેમજ આણંદમાં વાતાવરણમાં પલટો આવશે તેમજ તેનાં લીધે છુટાછવાયા વરસાદની શક્યતા છે. અત્યારે માછીમારો માટે કોઈ સુચના આપવામાં આવી નથી.

હવામાન ખાતાએ વરસાદની આગાહી કરતા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કમોસમી વારસાદનાં લીધે તેમનાં ખેતરમાં ઉભા રહેલા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરે છે.

નોંધનીય બાબત એ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદનાં લીધે ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો ઘણા ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાઈ ગયા હોવાનાં લીધે ખેડૂતોનાં ઉભા પાકને નુકસાન થયું હતું. જેથી સરકાર દ્વારા ખેડૂતો માટે સહાયની પણ જાહેરાત કરી હતી. ખેડૂતોને એવી આશા હતી કે, વરસાદનાં લીધે પાણીની સારી એવી આવક થઇ છે. તેથી તેઓ શિયાળા તેમજ ઉનાળામાં સારો પાક લઇ શકશે પણ શિયાળા હવામાન ખાતે વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતિત કર્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post