રાજકોટની બે દીકરીઓ કોરોના સામે લડવા દરરોજ કરે છે આ કામ- જાણી તમને પણ નવાઈ લાગશે

Share post

કોરોના મહામારીની વચ્ચે રાજકોટની 2 બાળકીઓ દ્વારા ‘યોગ ભગાડે રોગ’ નો સંદેશ આપવામાં આવી રહ્યો છે. લોકડાઉનમાં ઘરમાં માતાને યોગ કરતા જોઇને બન્ને બહેનોએ પણ યોગ કરવાની શરૂઆત કરી હતી. માત્ર 8 વર્ષ તથા 6 વર્ષની આ બન્ને બહેનોએ આ વિશે જણાવ્યું હતું, કે કોરોના એ અમારી આસપાસ ફરકશે પણ નહિ.

કોરોના અમારી પાસે ફરકે પણ નહિં’, આ શબ્દ માત્ર 6 વર્ષની માહી તથા 8 વર્ષની રાશી પ્રશાંતભાઇ મહેતાનાં… લોકડાઉનમાં બન્ને બહેનો ઘરમાં એકલી જ હતી. સમય પસાર કરવામાં તેમને કંટાળો આવતો હતો. ત્યારે માતા ચાંદની મહેતાને દરરોજ યોગ કરતા પણ જોતા હતા. એક દિવસ માત્ર 8 વર્ષની રાશી તેની માતાની સાથે યોગ કરવા લાગી હતી. જેને જોઇને નાની બહેન માહી પણ યોગ કરવામાં જ જોડાઇ ગઈ હતી.

આ બન્ને બહેનો સેતુબંધ આસન, ધનુરાષન, નટરાજ આસન, ભુજંગ આસન સહિતનાં કુલ 18 જેટલા આસનો કરી સક્ષમ બની છે. રોજ 1 કલાક સુધી યોગાસન કરીને તેમની ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. જેનાંથી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં સતત વધારો તથા અભ્યાસમાં પણ સારૂ એવું ધ્યાન કેન્દ્રિત થઇ રહ્યું છે.

બાળકો તથા વૃદ્ધોને કોરોના થવાનો સૌથી વધુ ભય રહેતો હોય છે. ઇમ્યુનિટી પાવરને વધારવા માટે ચાંદનીબેન તેમની બન્ને બાળકીઓને યોગાસન કરાવવાની શરૂઆત કરી હતી. જોત જોતામાં તો બન્ને દિકરીઓએ યોગ પર પ્રભુત્વ પણ મેળવી લીધું હતું. ચાંદનીબેનનું માનવું છે કે, દરેક માતા-પિતાએ સમય કાઢીને બાળકોને યોગ કરાવવા જ જોઇએ જેનાંથી તેમની રોગપ્રતિકારક શક્તિ પણ મજબુત થઇ શકે છે.

બાળકીનાં પિતા પ્રશાંતભાઇએ જણાવતાં કહ્યું હતું કે, લોકડાઉનને લીધે સ્કૂલોમાં પણ અભ્યાસ બંધ છે, અને પ્રવુતિઓ અટકી પડી છે. તેમની બન્ને બાળકીઓ કરાટે સ્પર્ધા, જિમ્નાસ્ટિક, ડ્રોઇંગ તથા ડાન્સિંગ જેવી પ્રવૃતિઓમાં પણ જોડાયેલી છે. રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં રાશીએ ઘણાં મેડલો પણ મેળવ્યા છે, અને કોરોના મહામારીનો આ માહોલ સારો થશે ત્યારે રાષ્ટ્રીયકક્ષામાં પણ ભાગ લેવા માટે જશે.

લોકડાઉનના સમયગાળામાં બન્ને બાળકીઓએ સમયનો સદઉપયોગ કરીને સમાજને એક નવી રાહ પણ ચિંધી છે. ત્યારે કોરોના વાયરસનાં સમયગાળામાં માત્ર 4 વર્ષથી લઇને કુલ 15 વર્ષ સુધીની વયનાં બાળકોએ રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે યોગનાં બેઝિક આસનો કરવા પણ જરૂરી છે. જેનાંથી બાળકોને ઉંચાઇ તથા આંખોને ખુબ જ સારો એવો લાભ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post