ઉત્તરાયણનાં પાવન પર્વના દિવસે અવશ્યપણે કરવો જોઈએ આ મંત્રનો જાપ, પ્રાપ્ત થશે અનેકગણું પુણ્ય

Share post

ગુરુવારનાં રોજ એટલે કે, 14 જાન્યુઆરીએ સૂર્યપૂજાનો મહાપર્વ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ પાવન પર્વનાં દિવસે જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ મકર સંક્રાંતિનાં રોજ ‘ઓમ સૂર્યાય નમઃ’, ‘ઓમ મિત્રાય નમઃ’, ‘ઓમ ભાસ્કરાય નમઃ’ અથવા તો ‘ઓમ આદિત્યાય નમઃ’ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વખત કરવો જોઇએ.

મકરસંક્રાંતિનાં રોજ સવારમાં સ્નાન કર્યાં બાદ તાંબાના લોટામાં જ‌ળ, ચોખા તથા ફૂલ રાખીને ભગવાન સૂર્યને અર્ઘ્ય કરવાં જોઈએ. જળ ચઢાવ્યા બાદ સૂર્ય મંત્ર સ્તુતિનો પાઠ કરવો જોઈએ. આ પાઠની સાથે શક્તિ, બુદ્ધિ, સ્વાસ્થ્ય તથા સન્માનની કામના સાથે કરવો જોઈએ. સૂર્યની મૂર્તિ સામે સથવા તો સૂર્યનું ધ્યાન કરતી વખતે ઘરના મંદિરમાં ધૂપ-દીપ પ્રગટાવવો જોઈએ. આ દિવસે સૂર્યને લગતી વસ્તુઓ જેમ કે, તાંબાના વાસણ, પીળા અથવા તો લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ, માણિક્ય, લાલ ચંદન વગેરેનું દાન કરવું જોઈએ.

આજે સ્નાન અને દાનની માગશર અમાસ :
માગશરની અમાસ 12,13 જાન્યુઆરી એમ કુલ 2 દિવસ છે. 12 જાન્યુઆરીનાં રોજ પિતૃઓની શાંતિ માટે તર્પણ તથા શ્રાદ્ધ કરવામાં આવ્યા હતા. 13 જાન્યુઆરી સૂર્યોદય સમયે અમાસ તિથિ હોવાને લીધે સવારમાં જલ્દી તીર્થ સ્નાન તથા દાન કરવાંથી અનંત ગણું પુણ્ય મળશે. એવી માન્યતા રહેલી છે કે, માગશરની અમાસ તિથિએ ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી તમામ પ્રકારની શારીરિક પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે સવારમાં તીર્થમાં, પવિત્ર નદીમાં અથવા તો પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઇએ.

તલ-ગોળનું સેવન કરવાથી બીમારી દૂર રહે છે :
ઉત્તરાયણથી દેવતાઓનો દિવસની શરૂઆત થઇ જાય છે. આ બે ઋતુઓના સંધિકાળનો સમય છે. હેમંત ઋતુ જઇ રહી છે તથા શિશિર ઋતુની શરૂઆત થઇ રહી છે. જેને લીધે સિઝનલ બીમારીઓની અસરમાં વધારો થવાં લાગ્યો છે. આ દિવસોમાં તલ-ગોળનું સેવન કરવાથી શરીરમાં ગરમી જળવાયેલી રહે છે. આની સાથે જ સિઝનલ બીમારીઓની અસરમાં ઘટાડો થઈ  જાય છે.

ભીષ્મ પિતામહની સાથે જોડાયેલી કથા :
મહાભારતમાં ભીષ્મ પિતામહને કાબૂ કરવામાં પાંડવો અસહાય દેખાઈ રહ્યાં હતા ત્યારે પાંડવોને જાણ થઈ કે, ભીષ્મ પિતામહ અમારી સેનામાં રહેલ શિખંડી પર બાણ ચલાવશે નહીં.  કારણ કે, તે પહેલાં એક સ્ત્રી હતો ત્યારપછી પુરૂષ બન્યો હતો. ભીષ્મ પિતામહ ક્યારેય પણ કોઈ સ્ત્રી પર શસ્ત્ર ચલાવશે નહીં. જેને લીધે અર્જુન શિખંડીને આગળ રાખીને બાણ ચલાવ્યાં હોવાંથી પિતામહ ઘાયલ થયા હતાં. ઇચ્છામૃત્યુના વરદાનથી ભીષ્મ બાણ વાગ્યા બાદ પણ સૂર્ય ઉત્તરાયણ થાય ત્યાં સુધી જીવિત રહ્યા હતાં. મહાભારત યુદ્ધ બાદ ઉત્તરાયણના દિવસે એમણે દેહનો ત્યાગ કર્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…