હવે સુકાઈ ગયેલા લીંબુ માંથી પણ નીકળશે તાજો રસ – બસ કરો આ કામ

Share post

હાલનાં સમયમાં સ્ત્રીઓ પોતાનાં કામકાજમાં વ્યસ્ત થઇ જવાને લીધે તેઓ કિચનની ઘણી વસ્તુઓ પર ધ્યાન આપી શકતી નથી. જો કે રસોડાની ઘણી વસ્તુઓથી તે અજાણ હોવાને લીધે તેમને બહુ જ તકલીફ પડતી હોય છે. આમ, જો તમે આ તમામ મુશ્કેલીઓનો ઉકેલ લાવીને કિચન ક્વિન બનવા ઇચ્છતા હોવ તો આ રીત તમારા માટે સૌથી બેસ્ટ છે.

લસણને થોડુ ગરમ કરો જેનાથી તેની છાલ સહેલાઈથી ઉખડી જાય છે. કારેલાને ચીરીને તેમાં મીઠુ લગાવવાથી કારેલાની કડવાશ ઓછી થઈ જાય છે. બટેકાની છાલ ઉતારી. તેમાં કાંટા(ફોર્ક)થી કાણા પાડી બટેકાને મીઠાવાળા પાણીમાં બોળીને ઉપયોગ કરવાથી દમ આલુ સારા બને છે.

સુકા આદુની છાલ ઉતારવી હોય તો થોડી વાર આદુને ઠંડા પાણીમાં રાખવાથી છાલ ઝડપથી ઉતરી જાય છે.
કસુરી મેથીનો અનેકવાર ઉપયોગ ન કરવો હોય તો લીલી મેથીનાં પાનને થોડીવાર પેનમાં ગરમ કરી. તેને ઠંડી પાડ્યા બાદ તેને ઉપયોગમાં લઈ શકાય. તવીમાંથી ડુંગળીની સુગંધ કાઢવા માટે કાચુ બટેકુ કાપીને તેને તવી પર ઘસી જોઈએ જેનાથી ડુંગળીની સુગંધ જતી રહે છે.

લીંબુ સુકાઈ ગયા હોય અથવા બહુ કઠણ થઈ ગયા હોય તો લીંબુને ગરમ પાણીમાં રાખવાથી તેમાં બહુ સરળતાથી રસ નીકળી શકે છે. રોટલીનાં લોટમાં દહી નાંખીને બાંધવાથી રોટલીનો સ્વાદ સારો આવે છે તેમજ રોટલી નરમ બને છે. ભીંડા બનાવતી વખતે તેમાં એક ચમચો દહીં નાંખવામાં આવે તો ભીંડો ચોટતો નથી. મેથીમાંથી કડવાશ દુર કરવા માટે તેમાં મીઠુ નાંખી તેને અમુક સમય જુદી રાખી દેવાથી કડવાશ ઓછી થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post