સૌરાષ્ટ્રની આ ગાયની દુનિયામાં થઇ રહી છે “વાહ વાહ” -એકસાથે એટલું દૂધ આપે છે ત્રણ-ચાર લોકોને મળીને દોહવું પડે છે…

Share post

ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ખેડૂતો ખેતીની સાથે પશુપાલનમાં પણ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે. સમગ્ર દેશમાં પશુપાલન લાખો લોકોને રોજગારી આપી રહ્યો છે. બજારમાં પણ દૂધ તેમજ તેના ઉત્પાદકોની માંગ ઘણી વધી રહી છે.

આવી પરિસ્થિતિમાં એવા પશુઓની માંગ પણ વધુ છે, કે જે દૂધના ઉત્પાદનમાં સૌથી વધુ આગળ હોય. ઘણા પશુપાલક ગાયને દૂધાળ પશુ તરીકે પાલન કરવાનું પસંદ કરતા હોય છે. ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક પણ માનવામાં આવે છે અને માટે હંમેશા બજારમાં એની માંગ જળવાઇ રહે છે. પરંતુ ખૂબ જ ઓછા પશુપાલકો જાણે છે, કે દેશમાં ઘણી એવી ગાયો છે, જે નિયમિત ઘણું દૂધ આપી શકે છે. તો, ચાલો અમે આપને ભારતમાં સૌથી વધારે દૂધ આપનાર ગાય વિશે જાણકારી આપીએ.

ગુજરાતની ગાય :
દેશમાં આગામી સૌથી વધુ દૂધ આપતી ‘ગીર ગાય’ના નામથી ઓળખવામાં આવે છે. ગીર ગાયના આંચળ ખૂબ જ મોટા હોય છે અને માટે એનું દૂધ ઓછામાં ઓછા કુલ 4 લોકો દોહે છે. આ ગાય ગુજરાત રાજ્યના ગીરના જંગલોમાં જોવા મળે છે. માટે એનું નામ ગીરગાય રાખવામાં આવ્યું છે. આ ગાયની દેશમાં ઘણી માંગ રહેલી છે. અહીં ઉલ્લેખનીય છે, કે બ્રાઝિલમાં મુખ્યત્વે એનો ઉછેર કરવામાં આવે છે. આ ગાયની વિશેષતા એ છે, કે દરરોજ કુલ 50-80 લીટર દૂધ આપે છે.

સાહીવાલ ગાય :
આ ગાયને ઉત્તરપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશમાં વિશેષ રીતે ઉછેર કરવામાં આવે છે. આ ગાયની દૂધની આપવાની ક્ષમતા વિશે વાત કરવામાં આવે તો વર્ષે કુલ 2,000-3,000 લીટર દૂધ આપે છે, એટલે જ તો પશુપાલક ગાયનો ઉછેર કરવાનું વધુ પસંદ કરે છે. આ ગાયની વિશેષતા એ છે, કે તે એક વાછરડાને જન્મ આપીને આશરે કુલ 10 મહિના સુધી દૂધ આપી શકે છે.

રાઠી ગાય :
આ ગાય રાજસ્થાનમાં આવેલ ગંગાનગર, બિકાનેર તેમજ જેસલમેર વિસ્તારમાં જોવા મળે છે. પરંતુ આજકાલ ગુજરાત રાજ્યમાં પણ આવી ગાયનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ગાયની આ જાત વધુ દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત છે. નિયમિત કુલ 6-8 લિટર દૂધ પ્રાપ્ત કરી શકાય છે. ઘણા પશુપાલક આ ગાયથી દરરોજ 15 લીટર સુધી પણ દુધ મળી શકે છે. તેનો વજન અંદાજે કુલ 280-300 કિલોગ્રામ સુધીનું હોય છે.

લાલસિંઘ ગાય :
આ ગાય સિંઘ વિસ્તારમાં વધુ જોવાં મળે છે, આ માટે એને લાલસીંઘ ગાય કહેવામાં આવે છે. હવે આ ગાય પંજાબ, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ તેમજ ઓરિસ્સામાં પણ જોવાં મળે છે. દેશમાં વધુ દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત આ ગાય ખૂબ જ જાણીતી છે. આ ગાય પણ કુલ 2,000-3,000 લિટર દૂધ પ્રતિવર્ષ આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post