આ વ્યક્તિનો એટલો વજન છે કે, બહાર કાઢવા મોટી ક્રેનનો ઉપયોગ લેવો પડ્યો – જુઓ વિડીયો

Share post

બ્રિટનના સૌથી વધુ વજનવાળી વ્યક્તિને ઘરની બારી તોડીને ક્રેનથી કાઢવામાં આવ્યો હતો. 30 વર્ષના જેસનનું વજન 317 કિલો છે. ખુબ વધારે વજનના કારણે છેલ્લાં 6 વર્ષથી તે ઘરની બહાર નીકળ્યો જ ન હતો. તેને 7 કલાકની મહેનત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.

બ્રિટનમાં સરે વિસ્તારનો રહેવાસી જેસન જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે. તે ચોકલેટ, ફિઝી ડ્રિંક, ચિપ્સ અને સેન્ડવિચ જેવી વસ્તુઓં જ ખાય છે. દરરોજ તેને એમાંથી લગભગ 10 હજાર કેલરી મળે છે. ઘણાં વર્ષોથી જંક ફૂડની આદતના કારણે વજન એટલું વધી ગયું હતું કે તે કોઈની મદદ વગર એક ઈંચ પણ હલી શકતો નહોતો. ​​​​​​​

હાલમાં ઘરમાંથી કાઢ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેણે કહ્યું હતું કે, મારા ઘરમાં કોઈની મદદ ન માગતો હોવાથી હું ઘણો ખુશ હતો. મેં મારી જાતને મરવા માટે છોડી દીધી હતી જેથી કરીને મારુ હાર્ટ કામ કરવાનું બંધ કરી દે. હવે મારા જીવનમાં કંઈ જ બચ્યું નથી

જેસને જ ઈમર્જન્સી સર્વિસને કોલ કર્યો હતો અને પોતાને ઘરમાંથી કાઢવા માટે કહ્યું હતું. જ્યારે તેને  કાઢવામાં મુશ્કેલી થઈ હતી, તો કર્મચારીઓએ તેના ઘરની બારી તોડીને તેને બહાર કાઢ્યો હતો. જેસનના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં 6 વર્ષમાં આવું પહેલીવાર હતું જ્યારે મેં ઘરની બહાર નીકળી તાજી હવામાં શ્વાસ લીધો. મને ઘરની બહાર કાઢતી વખતે ‘કોડીન ડ્રગ’ આપવામાં આવ્યું હતું, જેથી ક્રેનથી ઉઠાવતી વખતે મને દુખાવો ન થાય. ​​​​​​​

જેસનના જણાવ્યા પ્રમાણે, મને ક્રેનથી કાઢવામાં ઘણું જોખમ હતું, પરંતુ મેં જોખમ લીધું કારણ કે હું મારા ઘરમાં જ મરવા નહોતો માગતો. ​​​​​​​

જેસન લિમ્ફોડે નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. આવા કેસમાં પગમાં એટલા સોજા ચઢી જાય છે કે આખા શરીરમાં તેની ખરાબ અસર પડે છે. જેસનની 52 વર્ષની માતા લીઝા જણાવે છે, મને ડર છે કે, હું મારા એકમાત્ર સંતાનને ગુમાવી ના બેસું. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, જેસન હવે 5 વર્ષથી વધારે જીવી નહીં શકે. હાર્ટ-અટેકથી તેના જીવનનો અંત આવી શકે છે.

જેસનમાં મેદસ્વિતા એ 2014થી વધવાની શરૂ થઈ હતી, જ્યારે હોમ ડિલિવરી ફૂડ સર્વિસથી ખાવાનું શરૂ કર્યું. ત્યારથી તે દરરોજ 2,886 રૂપિયા ખાવા પર ખર્ચ કરે છે. વર્ષ દરમિયાન તેનો ખાવાનો કુલ ખર્ચ લગભગ 9,61,876 રૂપિયા સુધી પહોંચી જાય છે. તે કહે છે, પેમેન્ટ માટે હું ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો. કબાબ, ચિપ્સ, ચાઇનીઝ, ઓરેન્જ જ્યૂસ અને ડાયટ કોક, વગેરે ઓર્ડર કરતો હતો. ​​​​​​​

લીઝાના જણાવ્યા પ્રમાણે, જરૂર કરતાં વધારે ખાવું એ એક પ્રકારની ખરાબ આદત જ છે. જેસનની સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે, કેમ કે શરીરમાં પાણીની માત્રા વધારે હોવાથી સોજા આવે છે અને બ્લડપ્રેશરની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. હું તેની હાલત જોઈને ચિંતામાં છું.

લીઝાના જણાવ્યા પ્રમાણે, મહામારીને કારણે તેની સંભાળ રાખનારા લોકો પણ ઘરે આવતા નથી. જેસને સરકારને વિનંતી કરી છે કે દેશ લોકોના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપે. ટેકઅવે ફૂડ સર્વિસની હોમ ડિલિવરી કરવાની સંખ્યા પણ ઘટાડવામાં આવે. અહિયાં આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post