ગુજરાતમાં ગેસ પાઈપલાઈન આવવાથી ખેડૂતોની કરોડોની આ જગ્યા જપ્ત કરશે સરકાર

Share post

કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયા કાંઠા વિસ્તારમાં પીપાવાવ બંદર કરતા ઘણું મોટું બંદર શાપુરજી પાલોનજી ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીમર પોર્ટ જેટીનો ગ્રામજનોએ 2008થી વિરોધ કર્યો હતો, 10 વર્ષથી વિરોધ થતો હોવા છતાં પણ લોકોનું સાંભળ્યા વગર બીજો પ્રોજેક્ટ શરૂ કરવા ગુજરાત અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી. હવે જાફરાબાદથી કોડીનારના છારા સુધી ગેસ પાઇપ લાઈનનું કામ શરૂ થવાનું હોવાથી ખેડૂતોની જમીન લઈ લેવા માટે નોટિસ આપવામાં આવતાં તેવો વિરોધ થઈ રહ્યો છે.

અતિ જોખમી ગેસની પાઇપલાઇન આવવાથી ફળદ્રુપ જમીન હવે બંઝર બની જશે. ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન સાવ નજીવી કિંમતે સરકાર જપ્ત કરી રહી છે. તેથી એક કંપનીના ફાયદા માટે હજારો ખેડૂતોની રોજી છીનવાઈ જશે. તેથી ખેડૂતોએ આ પાઈપલાઈન ન નાંખવા માટે આંદોલન શરૂ કર્યું છે.

ખેતીની જમીનનો વિવાદ

કોડીનારના છારા ગામે શાપુરજી પાલોનજી કંપનીના ચાલતા કામનો ખેડૂતો અને ગામ લોકો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી કંપની દ્વારા ખેડૂતો પાસેથી જમીન ખરીદીને હાલ કંપનીનું પ્રાથમિક કામ શરૂ કર્યું છે. ખેતીની જમીન વેચનારને પ્રોજેક્ટ માટેની છેલ્લી ખરીદી મુજબની તફાવતની રકમ ચૂકવવા માં આવશે એવું કંપનીએ નક્કી કર્યું હોવા છતાં પ્રથમ ખરીદી રૂ.5 લાખની અને છેલ્લી ખરીદી રૂ.35 લાખની એક વીઘા દીઠ વેચાઈ હતી, જેમાં પ્રથમ જમીન વેચનારને તફાવતની કોઈ રકમ આપવામાં આવી નથી.

ખરાબ જમીનનો ભાવ ઊંચો

સરકારી બંઝર, પડતર અને ખરાબાની જમીનનો ભાલ એક મીટરના રૂ.470 અપાયા હતા. જે મુજબ સરકારને રૂ.11 લાખ ચૂકવાયા અને એટલી જ ખેતીની ફળદ્રુપ જમીનના રૂ.5 લાખ ચૂકવાયા છે. ખરેખર તો ખેડૂતોની જમીન ફળદ્રુપ હોવાથી તેને વધું મળવા જોઈતા હતા પણ અહીં કંપનીએ ખેડૂતોની જમીન સસ્તામાં પડાવી લીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post