પશુપાલકોને સરકાર આપી રહી છે સહાય, છેલ્લી તારીખ છે 15 સપ્ટેમ્બર -જાણો કેવી રીતે ભરશો ફોર્મ

Share post

રાજ્ય સરકાર દ્વારા અવારનવાર ખેડૂતોના લાભાર્થે નવી નવી યોજનાની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને યોજનાની જાણ જ હોતી નથી જેના કારણે ખેડૂતો આ યોજનાનો લાભ લેવાનું ચુકી જતા હોય છે, પરંતુ હવે ખેડૂતો સુધી દરેક યોજનાઓની જાણકારી સરળતાથી પહોચી શકે એ કારણોસર અનોખી પહેલ શરુ કરવામાં આવી છે, હાલના સમયમાં પશુપાલકો માટે સરકાર સહાય આપી રહી છે. સરકાર 15 સપ્ટેમ્બર સુધી આ યોજનામાં ભાગ લેનારા પશુપાલકોને આપશે આ યોજનાનો લાભ, તો જેટલા ખેડૂતમિત્રો હોય, તે દરેક સુધી આ પોસ્ટ પહોચાડવા ખાસ વિનંતી છે, અને તેઓ પણ આ યોજનાનો લાભ લઇ શકે…

ANH-6, 7
પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.

લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં લોન મેળવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે. યોજનાના જીલ્લા વાર લક્ષ્યાંક માટે નીચે ક્લિક કરો.

ખાસ સુચના:
૧. તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો. ૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.

૩. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે. ૪. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે. ૫. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી. ૬. અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે. ૭. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની પશુપાલન કચેરીનો સંપર્ક કરવો. ૮. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.

કેવી રીતે ભરવું ફોર્મ…
૧. નીચે આપેલી લીંક પરર ક્લીક કરી નવી અરજી કરો.

૨. અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો.

૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો. ઓનલાઈન અરજી સેવ (save) કર્યા તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ પર સહી કરી સાધનીક દસ્તાવેજો સાથે અરજી પર દર્શાવેલ કચેરી સરનામે રજૂ કરવાની રહેશે” અથવા “ઓનલાઈન અરજી સેવ (save) કર્યાની તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી સ્કેન કરેલ અરજીની નકલ તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકાશે ત્યારબાદ અરજી કન્ફર્મ, સ્કેન કરેલ અરજી અને અન્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના વિકલ્પો આપમેળે બંધ થઈ જશે જેની અરજદારોએ નોંધ લેવી

૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.

૫. અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે (ફક્ત ઓનલાઈન અરજી કરવાથી અરજી થયેલ ગણાશે નહી). ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે અથવા આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહી/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં સ્કેન કરેલ દસ્તાવેજો/દાખલા પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે.

૬. લાભાર્થી દ્વારા સહી/અંગુઠાનું નિશાન કરેલ અરજી સાથે સાચા અને પુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો જ અરજી સંબધિત અધિકારી /ઓફીસ દ્વારા ઓનલાઈન ઇનવર્ડ લેવામાં આવશે. પરંતુ લાભાર્થી દ્વારા ઓનલાઈન ખોટા / અપુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો આવી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહી. આવા સંજોગોમાં બાકીના / સાચા ડોક્યુમેન્ટ અરજી કર્યાનાં સાત દિવસમાં સંબધિત ઓફિસમાં લાભાર્થીએ રજુ કરવાનાં રહેશે.

૭. સ્કેન કરેલ નક્લ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ KB થી વધવી જોઇએ નહિ.

આ યોજનાનો લાભ લેવા અહિયાં ક્લિક કરો- સહાય મેળવવા અહિયાં ક્લિક કરો

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post