ખેડૂત આંદોલન વચ્ચે સરકારે ટેકાના ભાવે કરોડો રૂપિયામાં ખરીદ્યો આ પાક, કિંમત જાણી…

Share post

હાલના સમયમાં ભારત દેશમાં ખેડૂતનાં આંદોલન વચ્ચે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ ખરીફ માર્કેટિંગ ઋતુમાં તેમણે લઘુત્તમ ટેકાની કિંમતે હાલ સુધીમાં 60 હજાર કરોડ જેટલા રૂપિયા ખર્ચીને 318 લાખ ટન જેટલી ડાંગરની ખરીદી કરવામાં આવી છે. જે પાછલા વર્ષની તુલનાએ 19 % વધુ છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ ચાલુ ખરીફ ઋતુમાં અત્યારે યોજનાઓ મુજબ ટેકાની કિંમતે ખરીફપાકોની પ્રાપ્તિ શરુ છે.

એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, તમિલનાડુ, ચંડીગઢ, જમ્મુ-કાશ્મીર, કેરળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં ડાંગરની ખરીદી વ્યવસ્થિત રીતે ચાલે છે.

સરકાર દ્વારા હાલ ચાલુ ઋતુમાં 30 નવેમ્બર સુધીમાં 318 લાખ ટન જેટલી ડાંગરની ખરીદી કરવામાં આવી છે. જે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધીની 268.15 લાખ ટન ખરીદી થી 18.58 % વધી છે.

પંજાબમાં સૌથી વધારે ડાંગરની ખરીદી
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આશરે 29.70 લાખ જેટલા ખેડૂતોને અગાઉથી જ 60,038.68 કરોડ જેટલા રૂપિયાનાં ટેકાની કિંમતની સાથે ચાલતા ખરીફ માર્કેટિંગ ઋતુની ખરીદી કામગીરીથી લાભ આપવામાં આવી રહ્યો છે. 318 લાખ જેટલા ટનની કુલ ખરીદીમાંથી માત્ર પંજાબ રાજ્યમાં જ 202.77 લાખ જેટલા ટનનું યોગદાન આપવામાં આવ્યું છે, જે કુલ ખરીદીનાં 63.76 % જેટલું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post