આજે અને આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોમાં રહેશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

Share post

થોડાં દિવસ અગાઉ સમગ્ર રાજ્યમાં આવેલ અતિભારે વરસાદને કારણે રાજ્યમાં આવેલ તમામ નદીઓમાં નવાં નીરનું આગમન થયું છે. આની સાથે જ કેટલાંક ચેકડેમો પણ ઓવરફલો થઈ ચુક્યા છે. અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ ઘણું નુકશાન થયું છે. આની સાથે જ ઘણી જગ્યાએ તારાજી સર્જાઈ હોય એવાં સમાચાર પણ સામે આવતા હોય છે. અવારનવાર હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરવામાં આવતી હોય છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મોટેભાગે ખરી સાબિત થતી હોય છે. કુલ 2 દિવસ અગાઉ પણ હવામાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં હળવાથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી સાચી પડતાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાથી લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો. હાલમાં પણ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં આગામી 14-15 સપ્ટેમ્બરનાં રોજ સામાન્યથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રવિવારનાં રોજ અમરેલી, ગીરસોમનાથ, ગોંડલ, ભાવનગર, રાજુલા, જાફરાબાદ, ખાંભા, ભાવનગર, બાબરા, સાબરકાંઠા તેમજ જામનગરમાં વરસાદ આવ્યો હતો. જો કે, વરસાદને કારણે હવામાનમાં ઠંડક પ્રસરેલી જોવા મળી હતી હતી. જ્યારે ખેડૂતોની ચિંતામાં ખુબ જ વધારો થયો હતો.

સૌરાષ્ટ્રની સાથે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે દ્વારકા, ભરૂચ, નવસારી, સુરત, વેરાવળ, ભાવનગર, અમરેલી,પોરબંદર, વલસાડ સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. જ્યારે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, પાટણ, દ્વારકા તથા બનાસકાંઠામાં પણ વરસાદી ઝાપટાં આવશે.રાજ્યમાં છેલ્લા માત્ર 24 જ કલાકમાં રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં મેઘ મહેર જોવાં મળી હતી. ખાસ કરીને તો સૌરાષ્ટ્ર,દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે.

ગઈકાલે કુલ 128 તાલુકામાં અડધાથી લઈને કુલ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગઈકાલે સૌથી વધારે કચ્છમાં આવેલ મુન્દ્રા તાલુકામાં કુલ 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારપછી સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહિસાગર, જામનગર, બનાસકાંઠા સહિત કેટલાંક વિસ્તારમાં સામાન્યથી લઈને અતિભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદ, ગાંધીનગરમાં આવેલ ઘણાં વિસ્તારમાં સામાન્ય ઝાપટાં પડતાંની સાથે જ ઉકળાટનો માહોલ સર્જાઈ ગયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…