રાજ્યમાં સૌપ્રથમવાર અંજીરની ખેતી દ્વારા આ બે પટેલ ખેડૂતભાઈએ હાંસલ કરી અનોખી સિદ્ધિ

Share post

હાલમાં દેશનો ખેડૂત વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો છે એમ છતાં પણ રાજ્યમાં આવેલ અતિભારે વરસાદને કારણે ઘણાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાંથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયામાં અવારનવાર સફળ ખેડૂતોની કહાની સામે આવતી હોય છે. આવા ખેડૂતો ખુબ મહેનત કર્યાં બાદ પોતાની સિદ્ધિને હાંસલ કરતાં હોય છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી આવી જ એક જાણકારી સામે આવી રહી છે.

જેની ખેતી સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં કપરી ગણાતી આવી રહી છે. એવી અંજીરની ખેતીનો પ્રયોગ બારડોલીનાં કુલ 3 ખેડૂતોએ કર્યો છે. કુલ 22 વીંઘામાં કુલ 6,600 છોડ ઉછેરવામાં આવ્યા છે. માત્ર 14 મહિનામાં જ છોડ તૈયાર થઈ ગયા છે. જેમાં ઉમરાખ ગામનાં ખેડૂત કલ્પેશ પટેલ માત્ર 6 વીઘામાં કુલ 1,800 છોડ, ધામડોદના ખેડૂત જયેશ પટેલ કુલ 9 વીઘામાં માત્ર 2,700 છોડ તથા ખરવાસા ગામના ખેડૂત ભુપેન્દ્રસિંહ સોલંકીએ માત્ર 7 વીઘામાં કુલ 2,100 છોડ અંજીરના છોડનું રોપણ કરીને ઉછેરવામાં આવ્યા છે.

કુલ 14 મહિનાનો સમય થયો હોવાથી અંજીરના ફળ આવવાની શરૂઆત થઇ ગઈ છે પરંતુ છોડનો વિકાસ કરવા માટે અત્યાર સુધીમાં નાના ફળો આવતાં કુલ 5 વવાર તોડી નાખવામાં આવ્યા છે. હાલમાં બધાં જ છોડ પરિપક્વ થઈ જતાં અંજીરનો પાક શરૂઆત થવાની તૈયારીમાં છે. અંજીરમાં આમ તો ફળ આવ્યા જ કરતાં હોય છે પણ વર્ષમાં કુલ 2 વાર અંજીરનો પાક લેવાથી ખેડૂતને સારી આવક મળી શકે છે.

અંજીરની ખેતીનો ગુજરાતમાં સૌપ્રથમ વાર બારડોલી તાલુકાનાં 3 ખેડૂતોએ અખતરો કર્યો છે. આ ખેડૂતોએ સારી આવક મળવાની આશા વ્યક્ત કરી છે. શેરડીની ખેતી કરતા આવ્યા હોય, અલગ ખેતી કરવા બાજુ પહેલો  પ્રયત્ન હોવાનું જણાવી રહ્યાં છે.

અંજીર રોપતાં પહેલાં કરવાંની તૈયારી :
જમીનમાં પહેલા વર્મીકંપોસ ખાતર વધારે પ્રમાણમાં નાખીને જમીનની ખેડ કરવામાં આવે છે. ત્યારબાદ રોટોવેટર ફેરવીને કુલ 10 ફૂટના પાળા બનાવીને ક્યારીઓ તૈયાર કરવામાં આવે છે તથા કુલ 10×7 ના અંતરે અંજીરના છોડને રોપવામાં આવે છે.

અંજીરનો પાક તૈયાર થયા પછી :
અંજીરનો પાક સુરત તથા મુંબઈથી વેપારીઓ જ આવીને ખરીદી કરતાં હોય છે. લીલા અંજીરનો ભાવ કુલ 100 રૂપિયા પ્રતિ કિલો હોય છે. દ્રાઇના કિલોના કુલ 1,200 રૂપિયાથી લઈને કુલ 1800 રૂપિયા સુધી આવે છે. દ્રાઇ અંજીરની માટે ખેડૂતે ડી હાઈડ્રેશન પ્લાન્ટ લગાવવાની જરૂર પડતી હોય છે.

અંજીર વાવણીનો ખર્ચ તથા ઉત્પાદન :
અંજીરનો છોડ કુલ 145 રૂપિયા સુધીમાં મહારાષ્ટ્રમાં આવેલ પૂનામાંથી લાવવામાં આવે છે. જેનો વાવણી ખર્ચ માત્ર 1 વીંઘામાં કુલ 30,000 ની આજુબાજુ થાય છે. જ્યારે છોડ પરિપક્વ બન્યા પછી લેવામાં આવતાં પાકમાં દોઢથી બે વર્ષમાં માત્ર 1 છોડ કુલ 100 કિલો અંજીરનું ઉત્પાદન થાય છે એટલે કે, માત્ર 1 છોડથી કુલ 10,000 રૂપિયાની આવક થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post