ખેડૂતોના મસીહા વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ પુણ્યતિથિ- જાણો તેમણે ખેડૂતો માટે કેવા કાર્યો કર્યા હતા

Share post

ખેડૂતોના મસીહા ગણાતા વિઠ્ઠલ રાદડિયાની આજે પ્રથમ પુણ્યતિથિ છે. વિઠ્ઠલ રાદડિયાનો જન્મ વર્ષ 1958માં થયો હતો. 1958માં જન્મેલા વિઠ્ઠલભાઈ રાદડિયા પોતાની જાત મહેનતથી જ આગળ આવ્યા હતા સહકારી ક્ષેત્રમાં પણ તેઓનું યોગદાન ખુબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. કોંગ્રેસની સરકારમાં વર્ષ 1998 સુધી તેઓએ મંત્રી પદ સંભાળ્યું હતું. વિઠ્ઠલ રાદડિયાએ ધોરાજી બેઠક પરથી ધારાસભ્ય તરીકે સતત ચૂંટાયેલા હતા. ગુજરાતમાં પાટીદારો માટે સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે પણ ઉપસી આવ્યા હતા. કો-ઓપરેટિવ બેંકમાં પણ વિઠ્ઠલભાઇએ યોગદાન આપ્યું છે.

પાટીદારો માટે સૌથી વધુ લોકપ્રિય બનેલા વિઠ્ઠલ રાદડિયા માટે ખેડૂતો પ્રત્યે માન પણ ખુબ વધારે હતુ. ખેડૂત નેતા અને ગુજરાત સરકારમાં એક સમયે સિંચાઈ ખાતાના મંત્રી પદની જવાબદારી સંભાળનાર આ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાનુ ગયા વર્ષે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ 61 વર્ષના હતા હાલના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયાની સારવાર છેલ્લે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ચાલતી હતી. વિઠ્ઠલ રાદડિયાના પરિવારમાં ધર્મપત્નિ ચેતનાબેન રાદડિયા, સુપુત્ર કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, અન્ય પુત્રો લલિતભાઈ અને કાનાભાઈ છે. સૌરાષ્ટ્રમાં જાહેર જીવનમાં કેટલાય દાયકાઓથી વિઠ્ઠલભાઈનું નામ ગુંજતુ હતું.

વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના રાજકારણમાં એક વિશાળ નામ હતું. સૌરાષ્ટ્રના લોકો માટે રાદડિયા એક લોકનાયક હતા, તો રાજકીય લોકો માટે રાદડિયાની છાપ અજાતશત્રુની હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં વિઠ્ઠલભાઈ રાદડિયાને ભારતીય જનતા પાર્ટીમાં શામેલ કર્યા હતા.

જાણો વિઠ્ઠલ રાદડિયાના જીવનની રોચક વાતો…
વિઠ્ઠલભાઈ રાદડિયાનો જન્મ 8 નવેમ્બર 1958ના રોજ થયો હતો જન્મ થયો હતો. વિઠ્ઠલભાઈ રાદડિયા વર્ષ 1990માં પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 1990થી 2009 સુધી રહ્યા ધારાસભ્ય વર્ષ 2009માં 15મી લોકસભામાં બન્યા હતા સાંસદ.

વિઠ્ઠલભાઈ રાદડિયાની રાજકીય કારકિર્દી જોઈએ તો તેઓ 5 વખત ધારાસભ્ય તરીકે તેમજ 3 વખત સંસદ સભ્ય તરીકે ચુંટાયા હતા. વર્ષોથી રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન તરીકે સેવા આપેલ. લડાયક ખેડૂત નેતા તરીકે નામના ધરાવતા હતા.

જાણો વિઠ્ઠલભાઈ રાદડિયા ક્યા વર્ષે કયા પદના મંત્રી હતા?

તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (વર્ષ 1987)

ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (વર્ષ 1990થી 2009)

ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (વર્ષ 1996થી 1998)

સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(વર્ષ 1997થી 1998)

રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ (વર્ષ 2000થી 2003)

રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન( વર્ષ 1995થી સતત અવસાન સુધી)

ઇફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર (વર્ષ 2004થી અવસાન સુધી)

સાંસદસભ્ય પોરબંદર વિસ્તાર (વર્ષ 2009થી 2013)

ગુજરાતના સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલભાઈ રાદડિયા રાજકીય નેતા કરતા એક સામાજીક કાર્યકર્તા તરીકે વધારે ઓળખાતા હતા. સૌરાષ્ટ્રના ખેડૂતોની કોઈ પણ સમસ્યા હોય વિઠ્ઠલભાઈ ખડેપગે ઉભા રહેતા હતા અને તેમનું સમાધાન કરતા હતા. વિઠ્ઠલભાઈની હાજરીમાં મોટાભાગે ખેડૂતોને ચિંતા કરવાની વાત જ આવતી ન હતી. ખેડૂતોની કોઈ પણ સમસ્યાને કોઈ પણ સમયે વાચા આપવાનું કામ વિઠ્ઠલભાઈ રાદડિયા કરતા હતા. અને આજ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે આવનારા વર્ષોમાં પણ તમામ ખેડૂતોના દિલમાં તેઓ હંમેશાં જીવંત અને યાદ રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post