ગુજરાત: 10 વર્ષના બાળકે સમગ્ર વિશ્વ સામે સર્જ્યો ચમત્કાર- કોરોના સાથે અનેક રોગો હોવા છતાં…

Share post

જીવન અને મૃત્યુ આ બંને ઈશ્વરના હાથમાં છે,એવું આપણે ત્યાં કહેવાય છે,અને ‘જેને રામ રાખે,તેને કોણ ચાખે’એવી પણ કહેવત છે,જે આજ સાચી પડી છે,કોરોનાની સામે વિજયી બનતા જામકંડોરણા તાલુકામાં આવેલ જામદાદર ગામના 10 વર્ષના બાળક સંજય કરસનભાઈ વાઘેલાની ઘટનામાં આટલી નાની ઉંમરમાં કોરોનાથી સંક્રમિત થતા જ સંજયને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત તા.29 મેના રોજ દાખલ કરવામાં આવ્યો હતો.કોરોનાના લક્ષણો બાળકોમાં મોટેભાગે સામાન્ય હોય છે,પણ આ બાળકની ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.

બાળકને દાખલ કરવામાં આવ્યું ત્યારે,તેને વયસ્ક લોકોમાં જોવા મળતા ઘણાં રોગો જેમ કે,ફેફસા,કિડની અને હાર્ટના પ્રોબ્લેમ જોવા મળ્યા હતાં.બંને ફેફસામાં ન્યુમોનીયાની અસર થતાં તેમાં પાણી ભરાઈ ગયું હતું,કેવિટી થઈ ગયેલી, લોહીમાં રસી થઈ ગયેલી,લોહીની ઉલ્ટીઓ થતી,હૃદયના ધબકારા અનિયમિત હોવા,ડાબા પડખામાં રસી થઈ ગયેલી, એક કિડની કામ કરતી બંધ થઈ ગયેલી,જ્યારે બીજી કિડની પહેલાંથી જ કામ કરતી ન હતી,ફેફસામાં લોહીની નળીમાં જામ જેવી અતિગંભીર પરિસ્થિતિમાં બાળક હતું,તેમાં ચિલ્ડ્રન હોસ્પિટલના હેડ ડો. પંકજ બુચ જણાવે છે.

પંકજ બુચે આ કિસ્સામાં જણાવતાં કહ્યું કે,અમારા માટે આ કેસ તદન નવો હતો.હાઈ સ્ટેટ ટેલિમોનીટરીંગ એક્સપર્ટસના અભિપ્રાયની સાથે આ બાળકની તપાસ શરુ કરાઈ હતી.બાળકને બાયપેપ પર 8 દિવસ અને 18 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો.લોહી જામવાની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે હિપેરીન ટ્રીટમેન્ટ, જરૂરીયાત મુજબ સ્ટીરોઈડ સહિતની સઘન સારવાર બાદ કોરોનાને હાર આપીને સંજય તા. 20 જૂનના રોજ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર કન્ડિશનમાંથી હેમખેમ બહાર આવ્યો હતો.હાલમાં બાળકને K.T.ચિલ્ડ્રન હોસ્પિટલમાં જરૂરી ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યો છે.

કોવિડ હોસ્પિટલમાં બાળકોની માટે ખાસ આ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.તેમના માટે વેન્ટિલેટર પણ અલગ રાખવામાં આવ્યાં હોય છે,જેને જુદી રીતે ઓપરેટ કરવામાં આવે છે.આ બાળકને ફેફસામાં ઇન્ફેક્શન અને કેવિટી હોવાથી ખુબ જ ધ્યાનપૂર્વક એને બાયપેપ અને ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હોવાનું ડોકટરે જણાવ્યું હતું.

મજૂરી કામ કરતા અને સામાન્ય કુટુંબમાંથી આવતા સંજયના માતા મધુબેન ગદગદિત સ્વરે જણાવતાં કહે છે કે,‘આ બધા ડોકટરો એ અમારા માટે ખુદ ભગવાન જ છે.’ તેમણે ખુબ સારી સારવાર કરી.અમારા સારા નસીબસંજોગે મારા દીકરાને ડોક્ટરોએ મહેનત કરીને તેનો જીવ બચાવ્યો છે.’ જો કે,તેમના બાળકને મલ્ટી ઓર્ગન ફેલ્યોર હોવાનું અને અતિગંભીર હોવાની આશા પણ નહોતી.હાલમાં સંજય જાતે જ જમી લે છે,અને ખુબ સારી રીતે બધી જ ક્રિયાઓ કરી લે છે.આવનારા દિવસોમાં પહેલા જેવો જ સારો જશે જશે એવું જણાવતા તેઓ ડોક્ટરની ટીમને તમામ શ્રેય આપે છે.

રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર હાલમાં કોરોના મહામારીના સમયમાં સંક્રમિત દર્દીઓનો ઉપચાર ખુબ જ જોરશોરથી કરવામાં આવી રહ્યો છે.રાજકોટમાં કોવિડની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 300થી વધુ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે,અને નિષ્ણાત ડોક્ટર્સ સાથે વ્યવસાયિક ક્રિટિકલ કેર નિષ્ણાંત ડોક્ટર્સની સેવા કોરોનાના તમામ દર્દીઓને મળી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post