27 વર્ષીય દીકરીએ પિતાની સાથે મળીને ખેતી દ્વારા ઉભું કર્યું મોટું સામ્રાજ્ય, ખેતીમાં એટલી સફળતા મેળવી કે…

Share post

નિહારિકા ભાર્ગવનો ઉછેર દિલ્હીમાં થયો હતો. ત્યારબાદ લંડનમાંથી એને માર્કેટિંગ સ્ટ્રેટેજી એન્ડ ઈનોવેશનમાં માસ્ટર્સ કર્યું હતું. એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી લાગી, સારી એવું વેતન પણ મળી રહ્યું હતુ પણ એનું મન નોકરીમાં લાગતું ન હતું તથા માત્ર 1 વર્ષમાં જ એણે નોકરી છોડી દીધી હતી. વર્ષ 2017માં વેણે અથાણાં બનાવવાનું સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું હતું.

હાલમાં કુલ 50 એકરનું પોતાનું ફાર્મ છે, જ્યાં અથાણાં બનાવવા માટે ઉપયોગમાં આવતી બધી જ પ્રોડક્ટ ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે. દર વર્ષે કુલ 30 ટનથી વધારેનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે એની કંપનીનું ટર્નઓવર કુલ 1 કરોડ રૂપિયા રહ્યું છે.

માત્ર 27 વર્ષની નિહારિકાએ દિલ્હી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યા પછી વર્ષ 2015માં લંડનથી માર્કેટિંગ સ્ટ્રેટેજી એન્ડ ઈનોવેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તે ભારત પરત ફરી તેમજ ગુડગાંવમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરવા લાગી હતી.

નિહારિકા જણાવતા કહે છે, હું હંમેશાં પોતાનો બિઝનેસની શરૂઆત કરવા માંગતી હતી પણ અથાણાં તૈયાર કરવાનું કામ કરીશ એવું ક્યારેય વિચાર્યું ન હતું. પપ્પાને અથાણાં બનાવવાનો શોખ હતો, તેઓ અથાણાં તૈયાર કરીને સંબંધીઓને ગિફ્ટ કરતા હતા. એમના દ્વારા બનાવવામાં આવેલ અથાણાંની ખુબ માંગ રહેતી હતી.

તેઓ જણાવતા કહે છે કે, એક દિવસ પપ્પાને મેં જણાવ્યું, તમે અથાણાંનો બિઝનેસ કેમ નથી કરતા ત્યારે પપ્પા હસવા લાગ્યા તથા બોલ્યા જે મારે કરવાનું હતું એ મેં કરી લીધું હતું, હવે આગળ તારે કરવાનું છે. મને કામ તો સારું લાગ્યું પરંતુ અથાણાંનો બિઝનેસ ચાલશે કે નહીં એને લઈને થોડી શંકા રહેલી હતો, કેમ કે અથાણાં તો અંદાજે બધા જ ઘરોમાં બનતાં હોય છે.

નિહારિકાએ ત્યારબાદ અથાણાંના માર્કેટને લઈને રિસર્ચ કરવાની શરૂઆત કરી. કેટલાક લોકોની સાથે વાતચીત કરી તો ખ્યાલ આવ્યો કે, શુદ્ધ તથા ઘરમાં તૈયાર થયેલ અથાણાંની ખુબ માંગ રહેલી હોય છે. ખુબ મોટી સંખ્યામાં એવા લોકો હોય છે, જેઓ માર્કેટમાં મળતાં અથાણાંને પસંદ નથી કરતા પરંતુ મજબૂરીમાં ખરીદતા હોય છે. ત્યારપછી શું, એણે પપ્પાના પેશનને પોતાનો વ્યવસાય બનાવ્યો.

હાલમાં નિહારિકા કુલ 50 એકર જમીન પર ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહી છે. જેમાં ફળ, શાકભાજી તેમજ મરચાંથી લઈને બધું જ ઉગાડે છે. જેનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે. તેઓ બજારની કોઈપણ વસ્તુઓનો ઉપયોગ કરતા નથી. તેઓ સિન્થેટિક અથવા તો પ્રિઝર્વેટિવ્સ વસ્તુઓનો ઉપયોગ પણ પોતાનાં અથાણાંમાં નથી કરતા.

તે સામાન્ય મીઠાની બદલે સિંધાલૂણ નમકનો ઉપયોગ કરી રહ્યા છે, જેને લીધે લોકોનું ગળું ખરાબ ન થાય. તે હાલમાં કુલ 50થી વધારે વેરાઇટીનાં અથાણાંનું વેચાણ કરે છે, જેમાં સૌથી વધારે કેરી તથા ગોળના અથાણાની ખુબ માંગ રહેલી છે. એમાં ખાંડને બદલે તે ગોળને મિક્સ કરે છે.

આની ઉપરાંત મસાલા, તેલ, સોસ, મરચાંનો પાઉડર જેવી વસ્તુઓનું પણ વેચાણ કરી રહી છે.હાલમાં એની ટીમમાં કુલ 15-20 લોકો કામ કરી રહ્યા છે, જેમાંથી કુલ 13 લોકો ખજૂરાહોના ફાર્મિંગમાં તથા અથાણાં તૈયાર કરવાનું કામ કરે છે, જેમાંથી કુલ 10 મહિલાઓ છે, બાકીના લોકો ગુડગાંવમાં માર્કેટિંગ તથા પેકેજિંગનું કામ સંભાળે છે.

નિહારિકા જણાવતાં કહે છે કે, પોતાના ફાર્મમાં કેરી, આંબળાં, લીંબુ, હળદર, આદુ, મરચાં સહિત ઘણા અનેક પ્લાન્ટ્સ લગાવ્યા, જેનો અથાણાં બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાં અમુક લોકોને કામ પર પણ રાખવામાં આવ્યાં હતા. એમાં અમુક મહિલાઓ પણ હતી, જે અથાણાં બનાવવાનું કામ કરતી હતી.

ત્યાંથી અથાણાં તૈયાર કરીને દિલ્હી લાવવામાં આવતાં હતાં તેમજ બજારમાં એનું વેચ કરવામાં આવતું હતું. ધીરે-ધીરે માંગમાં ખુબ જ વધારો થવા લાગ્યો હતો. અન્ય શહેરોમાંથી પણ લોકોના કોલ આવવા લાગ્યા. ત્યારબાદ વર્ષ 2017માં અમે ધ લિટલ ફાર્મ નામથી ગુડગાંવમાં એક કંપનીની શરૂઆત કરી તથા ઓનલાઈન પ્રોડક્ટસ વેચવાની પણ શરૂઆત કરી.

નિહારિકા જણાવતા કહે છે કે, અમે અથાણાં બનાવવા માટે બહારથી કોઈપણ જાતની તાલીમ લીધેલી નથી, મને પપ્પાએ જ શીખવ્યું છે. હજુ પણ હું શીખી રહી છું. અથાણાં કઈ રીતે વધારે સારાં તથા હેલ્થી બને, એને લઈને અમે સતત રિસર્ચ તથા પ્રયત્નો કરતા રહ્યા છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…