આજના દિવસે સંતોષીમાતાની કૃપાથી આ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખુલી જશે

Share post

મેષ:પ્રોપર્ટીના સેલ ખરીદવા સંબંધિત કોઇ યોજના બની રહી છે તો તરત તેના ઉપર અમલ કરો. ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. આજે તમને નિશ્ચિત સફળતા મળશે. ઘરમાં કોઇ વાતને લઇને ક્લેશની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. સંતાનની ગતિવિધિઓ ઉપર નજર રાખવાની જરૂરિયાત છે. મામા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વૃષભ: દિવસની શરૂઆતમાં કામ વધારે હોવાના કારણે મહેનત વધારે રહેશે. મિત્રો સાથે હરવા-ફરવા અને મનોરંજન કાર્યમાં સમય વ્યતીત થશે. રૂપિયાની લેવડ-દેવડ સંબંધિત કોઇ ભૂલ થવાના કારણે નુકસાન થઇ શકે છે. સુખ-શાંતિ માટે આધ્યાત્મ સંબંધિત ગતિવિધિઓમાં થોડો સમય વ્યતીત કરો.

મિથુન:સંતાનની કોઇ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારો સહયોગ પોઝિટિવ રહેશે. આસપાડોસની સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધારે થઇ શકે છે.

કર્ક:તમારો મોટાભાગનો સમય તમારા વ્યક્તિત્વને વધારે સારું બનાવવામાં વ્યતીત થશે. વિદ્યાર્થીઓને શિક્ષા પ્રમાણે કોઇ નોકરી મળવાથી પ્રસન્નતા રહેશે. આજે ધન સંબંધિત કોઇ નુકસાન થવાના કારણે તણાવ રહેશે. જેના કારણે સ્વભાવ ખરાબ થઇ શકે છે. કોઇપણ પ્રકારની યાત્રાને આજે સ્થગિત જ રાખો.

સિંહ:તમારી રાશિના સ્વામી સૂર્યનું રાશિમાં વિરાજમાન થવું તમારા આત્મવિશ્વાસ અને આત્મબળને વધારી શકે છે. મૂલ્યવાન વસ્તુઓની ખરીદારીમાં તમારો સમય વ્યતીત થશે. ક્યારેક-ક્યારેક અહમના કારણે તમે તમારું જ નુકસાન કરાવી શકો છો. આ સમયે સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખો.

કન્યા:સન્માનિત વ્યક્તિઓ સાથે સમય વ્યતીત થશે. જેના કારણે તમારી પ્રતિષ્ઠા પણ વધશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે પૂર્ણ એકાગ્રચિત્ત રહેશે. સાસરિયા પક્ષ સાથે કોઇ વાતને લઇને ગેરસમજ ઉત્પન્ન થઇ શકે છે. આર્થિક ગતિવિધિઓ પણ થોડી ધીમી રહેશે.

તુલા:આજે સમય કળાત્મક તથા ભાવના પ્રધાન સાહિત્યની જાણકારી પ્રાપ્ત કરવામાં વ્યતીત થશે. કોઇ પારિવારિક સભ્યના લગ્ન સાથે સંબંધિત યોજનાઓ પણ બનશે. આજે થોડાં કામો બનતાં-બનતાં અટકી શકે છે. જેના કારણે તમારી એકાગ્રતામાં ઘટાડો થઇ શેક છે. આ સમયે તમે તમારી ભાવનાઓને કાબૂમાં રાખો.

વૃશ્ચિક:તમારી અંદર વધારે ઊર્જાનો સમાવેશ છે. જેના કારણે તમે કોઇપણ પરિસ્થિતમાં તમારી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ રહેશો. યુવા વર્ગને પોતાની પહેલી આવક મળવાથી પ્રસન્નતા રહેશે. અન્યના મામલે વધારે દખલ કરશો નહીં. તેનો નકારાત્મક પ્રભાવ તમારા ઘર ઉપર પડી શકે છે.

ધન:અધ્યાત્મ અને ગૂઢ વિદ્યા પ્રત્યે તમારો રસ વધશે અને તમને ઉત્તમ જાણકારી પણ પ્રાપ્ત થશે. કોઇ લાભદાયક નજીકની યાત્રા પણ થવાના યોગ બની રહ્યા છે. તમારા વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપવાના કારણે પરિવાર અને સંબંધીઓ સાથે અંતર ઉત્પન્ન થઇ શકે છે.

મકર:આર્થિક સ્થિતિને મજબૂત જાળવી રાખવામાં તમે વધારે પ્રયાસરત રહેશો. તમારે તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો પડશે અને નવી ઉપલબ્ધિઓ પણ પ્રદાન થશે. તમારો વધારે અનુશાસિત વ્યવહાર પારિવારિક લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. ભાઇ-બહેન સાથે સંબંધ મધુર જાળવી રાખો.

કુંભ:આજે વિચારોમાં વધારે ભાવુકતા રહેશે. નવા-નવા આઇડિયા દિમાગમાં આવશે. તેના ઉપર અમલ કરશો તો તમારા માટે ફાયદાકારક રહેશે. જમીન સંબંધિત કોઇપણ કાગળ ઉપર કાર્યવાહી કરતી સમયે ધ્યાન રાખો. સંતાનની ગતિવિધિઓ ઉપર નજર રાખવી ખૂબ જ જરૂરી છે.

મીન:તમારે સંપૂર્ણ રીતે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત કરવું પડશે. આ સમયે તમે તમારી અંદર શુભ ઊર્જા અનુભવ કરશો. મનોરંજન અને આમોદ-પ્રમોદમાં સમય વ્યતીત કરવાથી તણાવ મુક્ત રહેશો. વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસથી હટીને મોજ-મસ્તીમાં લાગશે. ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અને જિદ્દી સ્વભાવ ઘરના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post