અહીં ખેડૂતો લાખો રૂપિયાની આવક છોડીને કરે છે આ ફૂલોની ખેતી – જાણો વિગતે

Share post

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 11 લાખ રૂપિયાના પેકેજની નોકરી છોડી મેનેજમેન્ટ સ્ટુડન્ટ અભિષેક ફુલોની ખેતી કરી પોતાની જિંદગી સુધારવાનું કામ કરી રહ્યો છે. આજે અભિષેક ફુલોની ખેતી કરી નહીં તો ખાલી લાખો રૂપિયાની કમાણી કરે છે પરંતુ આજુબાજુના ઘણા ગામોના ખેડૂતોને આત્મનિર્ભર બનાવી રહ્યો છે. હાલમાં તે જરબેરા ફૂલ અને રજનીગંધા તેમજ ઔષધી છોડની ખેતી કરી રહ્યો છે.

2016માં પીએમ મોદી દ્વારા કૃષિરત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. અભિષેકે પુનાથી મેનેજમેન્ટ નું ભણતર પુરુ કર્યું છે. 2007માં તેને એચડીએફસી બેંકમાં આઠ લાખ રૂપિયા નું પેકેજ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 2009 માં નોકરી છોડી ટુરિઝમ કંપની માં 11 લાખનું પેકેજ મેનેજર તરીકે મેળવતો હતો..

અભિષેકે મહારાષ્ટ્રમાં ફુલની ખેતી કરવા વાળા ખેડૂતો ને જોયા છે જે મોટા પેકેજની નોકરી કરનાર થી પણ વધારે ખુશ હતા. હા વાત અભિષેકના મગજમાં નક્કી થઇ ગઇ અને પોતાના વિસ્તારમાં લોકોનું જીવન સુધારવાનું નક્કી કર્યું અને પછી તે નોકરી છોડી ખેતી માં આવી ગયો.

જરબેરા ફૂલ થી ૮ લાખની કમાણી કરી.

કૃષિ વિભાગ પાસેથી અભિષેકે ખેતી વિષયમાં ઘણી જાણકારી મેળવી. ત્યારબાદ 2012માં આઠ વીઘા જમીન માં પહેલી વાર 100000 નું રોકાણ કરી જરબેરા ફૂલની ખેતી શરૂ કરી. તેને પહેલા ચાર લાખની કમાણી થઈ. આ ફૂલો તેને સતત ચાર વર્ષ સુધી કમાણી કરાવતા રહ્યા. ત્યાર બાદ અભિષેકે આરતિમિર્સિયા નામની ઔષધી ની ખેતી કરી. આ પાકથી મેલેરિયા ની દવા બને છે. તેમજ ઘણા જિલ્લાઓ વૈશાલી વગેરે ના ખેડૂતો સાથે મળીને ફુલોની ખેતી કરી રહ્યો છે.

રજનીગંધા ની ખેતીથી નફો મેળવ્યો.

કહે છે કે રજનીગંધા ની ખેતી ખૂબ જ ફાયદાકારક હોય છે. રજનીગંધા ની માંગ આખા દેશમાં ઘણી જ છે. તેઓ કહે છે કે એક હેક્ટરમાં રજનીગંધા ફૂલની ખેતી કરીને બે લાખ ફુલ મળે છે, જેની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા હોય છે. તેનાથી સારો નફો થવાની આશા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…