ગોંડલના સામાન્ય ખેડૂતની દીકરીઓએ મેળવ્યા 99.99 PR

Share post

આજ રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું 60.64 ટકા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ નંબરે આવ્યો છે. સુરત શહેર બોર્ડનું પરિણામ 74.66 ટકા છે. સુરતનું પરિણામ સૌથી વધુ આવતા ધોરણ 10નાં વિદ્યાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. અને સારા પરિણામ આવાવથી ઘણા વાલીઓ પણ ખુશ છે.

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં કુલ 60.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મોટા મોટા શહેરો સિવાય ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓએ પણ સારા માર્ક્સ લાવી તેમના પરિવારનું નામ રોશન કર્યું છે.

ગોંડલમાં ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી શિંગાળા ઋત્વીએ 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ઋત્વીના પિતા સામન્ય ખેતીકામ કરી તેમના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. ઋત્વીએ ધોરણ 10માં રોજ 17 કલાકની મહેનત કરી છે. ઋત્વીએ જણાવતા કહ્યું હતું કે,  હું મારા સારા પરિણામ માટે સ્કૂલના યોગ્ય માર્ગદર્શનને યશભાગી માનું છું. જ્યારે પણ મને કંઈ સમજવાની મુશ્કેલી પડે તો તરત જ મારા તમામ શિક્ષકોનો સાથ સહકાર મળી રહેતો. ઘર જેવું જ વાતાવરણ મને શાળામાં પ્રાપ્ત થયું છે. હવે સાયન્સ સ્ટ્રીમમાં આ જ સ્કૂલમાં અભ્યાસ કરી મારે  ઓર્ગેનિક રિસર્ચર તરીકે આગળ વધવું છે જે મારી પસંદગીની લાઈન છે.”

સાથે-સાથે ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અમૃતિયા નિરાલીએ 99.99 PR પ્રાપ્ત કર્યા છે. નિરાલીના પિતા પણ ખેતીકામ કરે છે. નિરાલીના કહેવા અનુસાર  તેઓ રોજની ધોરણ 10માં 16 થી 17 કલાકની મહેનત કરતી હતી. તેઓ પોતાના આ શ્રેષ્ઠ પરિણામનો શ્રેય તમામ ગંગોત્રી સ્કૂલના સ્ટાફ મિત્રોને આપે છે. દરેક શિક્ષકો અને આચાર્ય દ્વારા મને સમયાંતરે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું. હૂંફાળું અને લાગણીશીલ વાતાવરણથી હું આ ઉત્તમ પરિણામ લાવી શકી છું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…