3 વર્ષનો ખેડૂ પુત્ર શાળામાં ખેડૂતોની સમસ્યા પર કવિતા સંભળાવી રહ્યો હતો, અને એ જ સમયે તેના પિતાએ આત્મહત્યા કરી લીધી

Share post

ખરેખર એક ખેડૂ માટે હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રમાં ગઈ 27 ફ્રેબ્રુઆરીએ મરાઠી રાજભાષા દિવસ ઉજવી રહ્યો હતો. ત્યારે આ સમયે શાળાઓમાં આ પ્રસંગે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અહમદનગર જિલ્લાનાં ભારજવાડી ગામની શાળામાં કવિતા સંભળાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રીજા ધોરણમાં ભણવાવાળા વિદ્યાર્થી પ્રશાંતે પણ પોતાની સ્વરચિત કવિતા કંઠસ્થ કરી હતી. આ કવિતાના શબ્દો હતા: “એ કિસાન રાજા તૂ ના કરીશ આત્મહત્યા”

ખેડૂતોને આત્મહત્યા ન કરવવાનો સંદેશો આપનાર પ્રશાંતને તેના પિતાનાં મૃત્યુંના સમાચાર આપવામાં આવ્યા હતા. તેમણે ઝેરી પીણું પી લીધું હતું. સંબધીઓએ જણાવ્યા અનુસાર પ્રશાંતનાં પિતાની પરેશાની જોઈન અને સમજીને કદાચ આ કવિતા લખી હોય તેવી ચર્ચા ચર્ચાઈ રહી હતી. પ્રશાંતથી 10 વર્ષ મોટા ભાઈ પ્રમોદે જણાવ્યું કે તે પિતાને તેમની પરેશાની વિશે હંમેશા પૂછતો હતો પણ તેઓ તેમની મુશ્કેલી જણાવતા નહોતા. તેઓ દેવાનાં કારણે તણાવમાં સતત રહેતા હતા. મલ્હારીનાં પિતા 70 વર્ષના દશરથ પટુલેએ જણાવ્યું કે પુત્રીનાં લગ્ન સમયે સગા-સંબધીઓ પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા.

આ માસૂમને ક્યાં ખબર હતી કે જે સમયે તે સ્કૂલમાં ખેડૂતોનાં દર્દનાં શબ્દોને કવિતાનાં રૂપમાં આત્મહત્યા ન કરવાનો સંદેશ આપી રહ્યો છે, લોકોની પ્રસંશા પામી રહ્યો હતો. ત્યારે તે જ સમયે તેનાં પિતા મલ્હારી પટુલે આત્મહત્યાનો નિર્ણય લઈ લીધો હતો. માસૂમ પોતાની કવિતા સંભળાવ્યા બાદ ખુશીથી મહેકીને તે ઘરે પહોંચ્યો કે પિતાને તે આ સમચાર આપે, પરંતુ પિતા ઘર પર ના મળ્યા, તેને શું ખબર હતી કે પિતા અને પુત્રની મુલાકાત હવે ક્યારેય થશે નહી. માસૂમ પ્રશાંત પોતાના મિત્રો સાથે રમત રમવા પોંહચ્યો અને જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે ભીડ જમા હતી.

કવિતાના આ શબ્દો હતા…

मेहनत करके बावजूद भी तेरे पीछे परेशानी का पहाड़,

ए किसान राजा तू मत करना आत्महत्या.

तेरे पास पैसे नहीं होते फिर भी तेरे बच्चों को स्कूल भेजता है तू,

कड़ी धूप में खून पसीना एक कर तू करता है खेती,

अरे किसान राजा तू मत करना आत्महत्या.

फसल आने के बाद भी नहीं मिलते तुझे वाजिब दाम,

खेत में काम कर तेरे हाथ में पड़ते हैं छाले,

अरे किसान राजा तू मत करना आत्महत्या.’

આ કવિતા સાંભળતા હાજર લોકોની આંખ ભીંજાઈ ગઈ હતી…

પ્રશાંતની કવિતા સાંભળીને ત્યાં હાજર લોકોની આંખ ભીની થઈ ગઈ ને ખૂબ તાળીઓ પડી અને લોકોએ ભરપૂર પ્રશાંસા કરી હતી. ભારજવાડી જિલ્લા પરિષદ પ્રાઈમરી સ્કૂલનાં પ્રિન્સિપલ લહુ બોરાટે જણાવ્યું કે ઈંગ્લેન્ડમાં રહેતા લક્ષ્મણ ખાડેએ પણ પ્રશાંતની કવિતાને ખૂબ પ્રસંશા આપી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post