ગુજરાત: વ્યાજખોરોનાં આતંકથી કંટાળીને ખેડૂતે ખેતરમાં જઈ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત

Share post

એક બાજુ કોરોના અને બીજી બાજુ અતિભારે વરસાદ એમ બન્ને બાજુથી દેશનો ખેડૂત આજે લાચાર બન્યો છે. આને લીધે ઘણીવાર દેશનો ખેડૂત આત્મહત્યા કરી લેતા હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ ગુજરાતમાં આવેલ રાજકોટ જીલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે.

રાજ્યમાં રાજકોટ જિલ્લામાં આવેલ વિછીયા પંથકમાં વ્યાજખોરોને જાણે કે પોલીસ તંત્રનો કોઈ ડર જ ન હોય એમ મધ્યમ તથા ગરીબ વર્ગના ખેડૂતોને નજીવી રકમ પર તગડું વ્યાજ આપીને મનફાવે એ રીતે વસૂલતી હોવાથી લાચાર બનેલ ખેડૂત પોતાના પરિવારની ચિંતાને કારણે મોતને વ્હાલું કરી રહ્યો છે ત્યારે આવી જ ઘટના વિછીયા તાલુકામાં આવેલ ઓરી નામના ગામમાં બની છે.

વિંછીયા ગામમાં રહેતા ખેડૂતે વ્યાજખોરોની પાસેથી કુલ 5 લાખ રૂપિયા કુલ 10%  વ્યાજ પર લીધા હતા પરંતુ ખેડૂત વ્યાજખોરોને કુલ 45 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતાં. એમ છતાં વધારે કુલ 25  લાખની ઉઘરાણી કરતા ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો. જો કે, આ ઘટનામાં ખેડૂતે લખેલ સ્યુસાઇડ નોટમાં પોતાની વ્યથા જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ ઘટનામાં મૃતક ખેડૂતના પત્નીએ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખેડૂતે લખેલ સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે, બહાદુરભાઇ પાસેથી કુલ 5  લાખ રૂપિયા કુલ 10% વ્યાજે લીધા હતા તેમજ 1 વર્ષ સુધી વ્યાજ ભરી આપતો હતો. એમને મેં કુલ 45 લાખ રૂપિયા વ્યાજ ભરી આપ્યું છે તો હજુ કુલ 25 લાખ રૂપિયા માંગે છે તો મેં કહ્યું કે, 25 લાખ કેવી રીતે બાકી રહે?

મારે બે દિવસમાં પૈસા જોઈએ નહિતર મારી નાખીશ તેવી ધમકી આપતા હતા. એને લીધે આવું પગલું ભરેલ છે. અન્ય કોઈપણ કારણ જવાબદાર નથી. ઘરના સભ્યોને આ વાતની પણ જાણ નથી તેની હું ખાતરી આપું છું. તેઓને કંઈ પણ કહેતા નહીં બસ આટલું કહીને આ પગલું ભર્યું હતું.

પરિવારજનોએ જણાવતા કહ્યું હતું કે, બહાદુરભાઈની પાસેથી 5 લાખ રૂપિયા કુલ 10%  વ્યાજે લીધા હતા. જેના પર કુલ 45 લાખ રૂપિયા વ્યાજ પેટે પણ ચૂકવી આપ્યા હતા. એમ છતાં વ્યાજનું વ્યાજ ગણી હજુ કુલ 25 લાખ રૂપિયાથી વધારે ઉઘરાણી કરાવતા હતા. એટલું જ નહીં તેમના કુલ બે પુત્રોને સાથે લઈ જઈને સગા ભાઈના ખેતરે જઈ જાનથી મારી નાખવાની ઘણીવાર ધમકીઓ પણ આપી હતી.

છેવટે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લીધે ખેડૂતે પોતાના ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. મૃતકના ખિસ્સામાંથી મળી આવેલ સ્યુસાઇડ નોટના આધારે આરોપીને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…