“દિનરાત મહેનત કરવા છતા ખેડૂતોને એક રૂપિયાની આવક નહીં” ખેડૂતે કહી હ્રદયસ્પર્શી આપવીતી- જુઓ વિડીયો

Share post

ભારત દેશને ખેતી પ્રધાન દેશ માનવમાં આવે છે. ભારતમાં બે વ્યક્તિઓને સૌથી વધુ માન આપવામાં આવે છે. પહેલો ખેડૂત અને બીજો દેશનો જવાન. ખેડૂત આખું વર્ષ ખેતી કરી દેશ વાસીઓનું પેટ ભરે છે અને દેશનો જવાન એ જ પેટ સુરક્ષિત રહે એ માટે દિવસ રાત સરહદ પર તૈનાત રહે છે. અંહિયા વાત કરીએ દેશના ખેડૂતોની, તો હાલના સમયમાં ખેડૂતો માટે ફ્ક્ત નામથી જ માન આપવામાં આવી રહ્યું છે. કારણ કે આજે દેશનો ખેડૂત કેટલો પીડાઈ રહ્યો છે એ બધાને ખબર છે પણ તેમના માટે કઈ કરવાનું આવે ત્યારે આ જ ખેડૂત ભુલાઈ જાય છે, આપણાં દેશની આ કડવી હકીકત છે. જે આજે દરેક લોકો જાણતા હશે.

એક વ્યક્તિએ ગુજરાતનાં ખેડા જીલ્લામાં જઇ ખેડૂતની કેવી આપવીતી છે, એ વિષય અંગે એક વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયોમાં ખેડૂતને વર્ષ દરમિયાન કેટલી તકલીફો સહન કરવી પડે છે, એ ખેડૂતે જ જણાવ્યુ હતું. સાથે-સાથે ખેડૂતે એ પણ જણાવ્યુ હતું કે આટ આટલી મહેનત કરવા છતાં અમારી અને અમારા પરિવારની હાલત કફોડી જ બની રહે છે.

આ વિડીયો અતુલ પટેલ નામના એક વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો હતો, અને એમણે જણાવ્યુ કે ખરેખર દેશના ખેડૂતોની સ્થિતિ કેવી છે? ખેડૂતો કેટ કેટલી મુસીબતોથી નીકળતા હોય છે અને ખેતી પાછળ પોતે દિનરાત મહેનત કરતાં હોય છે. જેના કારણે તેમના પરિવારનું ભરણ પોષણ થાય અને ખેતી માથી આવેલા પૈસાથી તેમના ઘરે લગ્ન પ્રસંગમાં પણ કામ લાગે.

કોરોના વચ્ચે ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની છે. ખેડૂતે જણાવતા કહ્યું હતું કે આખા વર્ષથી ખેડૂત મારેલો પડેલો છે. ભારે ચોમાસાના કારણે ખેડૂતોની પરિસ્થિતી ખૂબ બગડી ગઈ છે એવું વિડીયો દ્વારા આ ખેડૂત જણાવી રહ્યા છે.  ખેડૂતે આ વર્ષ દરમિયાન ઘણા પાકોનું વાવેતર કર્યું હતું પણ એક પણ પાક  સફળતા પુવર્ક પાર ના પડ્યો અને પાક થાય એ પહેલા જ કુદરતી આફતના કારણે એ પાકનો નાશ થઈ જતો હતો. અને ક્યારેક પાક સારો પણ થઈ જાય તો એ પાકના ભાવ નથી મળી રહ્યા. આવી હાલતમાં ખેડૂત જણાવતા કહે છે કે અમારે કરર્વુ તો કરવું શું? મોંઘમાં મોંઘા બીજ લાવવા છ્તા પણ કોઈ લાભ ના થયો અને એ પૈસાનું પણ પાણી થયું હતું… હવે તમે જ જોઈ લો કેવી ક છે ખેડૂતની આપવીતી…

આ વિડિયોમાં તો એક ખેડુ દ્વારા તેની આપવીતી આપણને જાણવા મળી પંરતુ ભારતમાં આવા લાખો ખેડૂતો હશે જે દિનરાત મહેનત કરવા છ્તા પણ કોઈ આવક ના થતાં ના ભરવાનું પગલું ભરી લેતા હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post