ફક્ત ધોરણ 10 પાસ ખેડૂતે ટામેટાની પ્રાકૃતિક ખેતી દ્વારા હાંસલ કરી અનોખી સિદ્ધિ, હાલમાં થઇ રહી છે મબલખ કમાણી

Share post

હાલમાં શિક્ષિત લોકો કરતાં પણ વધારે જ્ઞાન અભણ અથવા તો ઓછુ ભણેલ ખેડૂતોની પાસે રહેલું છે. આની સાથે જ તો તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને સારી એવી કમાણી કરી રહ્યાં છે. કોઇપણ ક્ષેત્રમાં કોઠાસૂઝની સાથોસાથ જ ગણતર હોય તો ધારેલ કોઈપણ કામને પાર પાડી શકાય છે. ઉમરેઠ તાલુકામાં આવેલ પણસોરા ગામના ફ્ક્ર્ત ધો.10 સુધીનો અભ્યાસ કરનાર ખેડૂત પરિવારનાં દીકરા વિક્રમસિંહ ચૌહાણે પોતાની સૂઝબૂઝથી ટામેટાની પ્રાકૃતિક ખેતી કરી હતી.

માત્ર 3 વિઘા જમીનમાં તૈયાર કરવામાં આવેલ ટામેટા દિલ્હી તથા હરિયાણા સુધી વેચાણ થવા લાગ્યા હતાં. વારસાગત ખેતીને નવા આયામની સાથે જોડવા બદલ વિક્રમસિંહને તાલુકા કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’ તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વિક્રમસિંહે જણાવતાં કહ્યું હતું હતું કે, કુલ 10 વર્ષ પહેલાં મેં ખેતરમાં ટામેટા તથા ડાંગર પાકની શરુઆતની સાથે વધારે ઉત્પાદન મેળવવા માટે યુરીયા, સલ્ફેટનો ઉપયોગ કર્યો હતો પરંતુ ધાર્યુ પરિણામ મળ્યું નહી.

આને લીધે સારા તેમજ ગુણવત્તાયુકત ઉત્પાદન કરવાં માટે નવીન પ્રકારે ખેતી કરવા માટે હું  સસ્વિત વિચાર કરી રહ્યો હતો. આ દરમ્યાન સોશિયલ મીડિયા ગૃપમાં સુભાષ પાલેકરના પ્રાકૃતિક ખેતી વિશેના વિડીયો જોયા હતા. જેને જોઇ મારા ખેતરમાં માત્ર 3 વિઘામાં પ્રાકૃતિક રીતે ટામેટાની ખેતીનો વિચાર આવ્યો તેમજ એને અમલમાં મુક્યો હતો. આની સાથે જ તેઓએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે, અંદાજે 5 વર્ષ પહેલાં ટામેટાની પ્રાકૃતિક ખેતીની શરુઆત કર્યા પછી ઉત્પાદન થતા ટામેટાની માંગમાં પણ સતત વધારો થવાં લાગ્યો હતો.

મારા ખેતરમાં તૈયાર કરવામાં આવેલ ટામેટાની બીજા રાજયોમાં પણ સારી એવી માંગ થવા લાગી છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટવાની સાથે આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી સમયમાં કુલ 15 વિઘામાં ટામેટાની ખેતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, ‘આત્મા પ્રોજેકટ’ વિશે જાણકારી મેળવીને તેઓે ફાર્મસ ઇન્ટ્રેસ ગૃપમાં જોડાઈ ગયાં હતા.

ત્યારબાદ આત્મા દ્વારા આયોજન કરવામાં આવેલ સેમિનાર, સુભાષ પાલેકર, રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા બીજા ખેતી નિષ્ણાંતો દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, દસપર્ણી તથા બીજી બાબતો વિશે તાલીમ મેળવી હતી. અહી ઉલ્લેખનીય છે કે, વિક્રમસિંહની સફળતાને જોઇ બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post