70 વીઘામાં આ ખાસ પદ્ધતિથી ખેતી કરીને અમદાવાદના ખેડૂતભાઈ એટલી કમાણી કરી રહ્યા છે કે, ચારેતરફ થઇ રહી છે વાહ વાહ!

Share post

ગુજરાતનાં અમદાવાદ જિલ્લામાં આવેલ દેત્રોજ તાલુકાના શિહોર ગામના ખેડૂત મહેંદ્રભાઇ રાવલની પાસે અંદાજે 70 વિઘા જમીન છે. તેઓ પહેલા સામાન્ય રીતે ખેતી કરતા હતા પણ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીની અપીલ થકી તેઓએ પહેલ કરીને હાલમાં તેઓ તેમની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. મહેંદ્રભાઇ જણાવતાં કહે છે કે, મારા પિતાજી હંમેશા ગાયની સેવા કરવાનું કહેતા. પિતાની સલાહ અપનાવી તથા રાજ્ય સરકારની યોજનાનો લાભ મળતી હતી.

હાલમાં ગાયનું છાણ તેઓને પ્રાકૃતિક ખેતી કરવામાં ખુબ ઉપયોગી બન્યું છે તથા તેઓની ઉપજ અને આવક એમ બન્ને બમણા થયા છે. આવી માહિતી અમદાવાદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક સુકેતુ ઉપાધ્યાય તરફથી મળી રહી છે. અમદાવાદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક સુકેતુ ઉપાધ્યાય જણાવતા કહે છે કે, મહેન્દ્રભાઈને દૂધાળા પશુ સ્વરોજગાર યોજના (કુલ 12 દૂધાળા પશુ ફાર્મ સ્થાપના)નો લાભ તો મળ્યો છે પરંતુ પશુપાલન ખાતાના માર્ગદર્શન અંતર્ગત એમણે પ્રાકૃતિક ખેતી અપનાવી એના આગવા પરિણામ પણ મેળવ્યા છે.

તેઓની પાસે ખાસ્સી જમીન છે  તથા દાડમની ખેતી પણ કરી રહ્યા છે. તેઓએ રાજ્ય સરકારની દૂધાળા પશુ સ્વરોજગાર યોજના (12 દૂધાળા પશુ ફાર્મ સ્થાપના)નો લાભ લીધો છે. કુલ 4,70,000 ની સબસીડીનાં લાભની સાથે હાલમાં તેઓ કુલ 40 જેટલી ગીર ગાયો ધરાવે છે. ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ એમણે પુર્ણ સ્વરૂપે અપનાવ્યો છે. વાર્ષિક કુલ 30.000 લીટર દૂધનાં ઉત્પાદનમાંથી વાર્ષિક આવક કુલ 17 લાખ તથા તેમાંથી કુલ 7 લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યાં છે તથા ગાયના છાણમાંથી તેઓ ઘન જીવસમૃત પણ બનાવે છે.

મહેન્દ્રભાઈ જણાવતાં કહે છે કે, પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત એ મુખ્ય પાયો છે. ગાયનું કુલ 100 કિગ્રા છાણ, કુલ 1 કિલો દેશી ગોળ, કુલ 1 કિલો ચણાનો લોટને ભેળવી એમાં કુલ 2 લિટર જીવામૃત ઉમેરીને આ મિશ્રણને કુલ 48 કલાક માટે છાયામાં રાખ્યા પછી દિવસમાં કુલ 3- 4 વાર ઉપર-નીચે કરીને સુકાઈ ગયા પછી ગાંગડાનો ભુકો કરીને ઘન જીવામૃત બનાવ્યું છે. મહેન્દ્રભાઈ ગીર ગાયોને ખવડાવવા માટે પ્રાકૃતિક ઘાસ ઉગાડે છે.

કપાસની પાંખડી, યુરિયા અથવા તો ખાતર વગરનું ઘાસ તથા જરૂરી મિનરલ્સ, વિટામીન પણ આપે છે. ઘન જીવામૃતના સથવારે પ્રાકૃતિક ખેતી કરીને કૂદરતના સાનિધ્યની સાથે ઉપજ તથા આવક મેળવી રહ્યાં છે. મહેન્દ્રભાઈએ દાડમના કુલ 1,500 પ્લાન્ટનો ઉછેર કરેલો છે કુલ 15 વિઘામાંથી કુલ ૩૦૦ મણ તૂવેર પાકવાની સંભાવના રહેલી છે. બજારમાં જે કિંમત હોય એના કરતા બમણી કિંમત મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post