આ પટેલ ખેડૂત ભાઈએ જામફળની ખેતીમાં પૂરેપૂરી સફળતા મેળવી- જાણો કેવી રીતે?

Share post

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણીવાર ગામડાનાં ખેડૂતો આપણને વિશ્વાસ ન થાય એવાં પ્રકારની ખેતી કરીને બતાવતાં હોય છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યા છે. બાલાસિનોર તાલુકામાં આવેલ રાજપુર ગામમાં રહેતા સુરેશભાઇ પુંજાભાઈ પટેલ તથા ભાવેશભાઈ પુંજાભાઈ પટેલ એમની થાઈલેન્ડ વેરાયટીનાં સ્પેશિયલ મોટા વજનદાર તથા સ્વાદિષ્ટ જામફળની ઉપરાંત સફળ બાગાયતી ખેતીની માટે આખા પંથકમાં ખુબજ જાણીતા બન્યા છે.

થાઈલેન્ડ જામફળ, દેશી લાલ જામફળ, સીડલેસ લીંબુ, ડ્રેગન ફ્રુટ તથા ઓઈલ પામની સફળ બાગાયતી ખેતીની સાથે-સાથે જળ સંચયની અગત્યતાને સમજીને સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાની બધી જ જમીનમાં ડ્રિપ એરીગેશન કરીને કૃષિ વિભાગની ઘણી યોજનાઓનો લાભ તેમજ માર્ગદર્શન લઈને આધુનિક ખેતીનો નવો ચીલો ચાતર્યો છે.

શરૂઆતમાં પોતાની જમીનમાં કયા ફળ પાક અનુકૂળ આવે છે, એ જોવાં માટે ચીકુ, અમેરિકન મોસંબી, ખજૂર, જામફળ જેવા ઘણા ફળ છોડ રોપ્યા હતાં. જેમાં જામફળની અનુકૂળતા વિશે જણાવતાં સુરેશભાઈ તેમજ ભાવેશભાઈ એ પોતાની બધી જ જમીનમાં થાઈલેન્ડ તેમજ ભારતની મિશ્ર પ્રજાતિનાં જામફળની નવી વેરાઈટીનાં કુલ 4,000 રોપાનું માત્ર નવ એકરમાં વાવેતર પણ કર્યું હતું.

આની ઉપરાંત તેમણે લલિત વેરાયટીનાં લાલ જામફળ કુલ 4,000 તથા ભાવનગર દેશી લાલ કુલ  2,250 રોપા તથા સીડલેસ લીંબુ કુલ 6 એકર માં કુલ 27,000 રોપાનું તથા આ વર્ષે નવીન રેગન ફુટનાં 1 એકરમાં કુલ 200 જેટલા રોપા તેમજ પામોલનાં કુલ 700 જેટલા રોપાનું વાવેતર પણ કર્યું છે.

આ વાવેતરમાં મહિસાગર જિલ્લાનાં બાગાયતી ખેતી વિભાગનાં અધિકારીનાં સલાહ-સૂચન તેમજ માર્ગદર્શન મેળવીને સરકારની યોજનાઓ તથા કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણોને આધારે આ નવતર ખેતી માટે સાહસ પણ ખેડયું છે. આની ઉપરાંત એમણે બાગાયતી વિભાગ તરફથી કુલ 2,00,000 રૂપિયાથી પણ વધુ ની સબસીડી સહાય પણ આપવામાં આવી હતી.

જામફળમાં ત્રીજા વર્ષે તેના પર ફળ આવવાનું પણ શરૂ થઈ ગયું હતું. હાલમાં તેણે વેરાયટીમાં ફળવણી શરૂઆત થઈ ગઈ છે. હાલમાં તેઓ ખર્ચ કાઢતાં વાર્ષિક કુલ 10-15 લાખ રૂપિયા જેટલી આવક પણ કમાઈ રહ્યા છે. જામફળની ખેતી બાબતે વાત કરતાં તેઓએ જણાવતાં કહ્યું હતું, કે થાઈલેન્ડમાં આ જામફળની ખેતી સામાન્ય જામફળની ખેતી કરતાં ઘણી જુદી છે.

કારણ કે, એક જામફળ લગભગ કોઈ 1 કિલોગ્રામની આજુબાજુ નું હોય છ, તેને તોડયા બાદ કુલ 10-12 દિવસ સુધી ક્વોલિટી જળવાઈ રહેતી હોય છે તથા સફરજન જેટલી પૌષ્ટિકતા પણ ધરાવે છે. તો દેશી વેરાયટીનાં લલિત જામફળ અંદરથી લાલ હોય છે, તેનું કદ પણ ઘણું નાનું હોય છે.

થાઈલેન્ડનાં જામફળ કરતાં તેનાં ભાવ પણ અડધા હોય છે તથા તેને તોડ્યા પછી પણ ઓછા ટકા રહેતાં હોય છે. સીડલેસ લીંબુ પણ એક ડાળી પર કુલ 10-15 આવવાં લાગ્યા છે, તેનો પણ સારો એવો ઉતારો આવે છે. એમાં સીઝન મુજબ ભાવ પણ બદલાતાં રહેતા હોય છે. સૌથી મોટી ખાસિયત તો એ છે, કે હાલ આ સિઝનમાં તેને વેચવા માટે અમારે ક્યાંય પણ બહાર જવું પડતું નથી.

વાડીમાં બેઠા જ વેપારીઓ લેવા માટે આવી જાય છે. વધુમાં તો ખેતીમાં માવજત અંગે જણાવતા કહ્યું હતું, કે તમામ છોડને ખાતર-પાણી ફેન્સીંગ તથા ડ્રિપ એરીગેશન કરવાં પાછળ પણ લગભગ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો તથા પાકની સાચવણી માટે પણ પ્લાસ્ટિક કાગળ તેમજ જાળી દરેક ફળને પહેરાવવામાં આવે છે.

જેને લીધે આ ફળ અંદાજે કુલ 32 અઠવાડિયા સુધી જાળવી પણ શકાય છે. વળી આ જામફળમાં બીજની માત્રા પણ ઘણી ઓછી હોવાથી ખાવામાં પણ ઘણી સરળતા રહે છે. આની ઉપરાંત આ બધી ખેતીમાં આંતરપાક કરીને ખર્ચનાં પૈસા તો એમાંથી જ મેળવી શકાય છે. આ વર્ષે ડ્રેગનફ્રુટ તથા ઓઇલપામ નું વાવેતર પણ કર્યું છે.

ભાવેશભાઈ જણાવતા કહે છે, કે કુલ 2 હેક્ટરમાં ઓઇલ પામનાં વાવેતરમાં સરકાર દ્વારા અમને સબસીડી પણ મળી રહી છે, તેમ જ તેનો પ્રતિ કિલોગ્રામ ભાવ નું બાધણું પણ કરવામાં આવ્યું છે. દિવેલા સુંઢિયું જેવો આંતર પાક લઇ શકાય છે. વૈજ્ઞાનિક ઢબ પ્રમાણે ખેતી કરતાં સફળ ખેડૂત સુરેશભાઈનું જણાવવું છે, કે આગળના સમયમાં જ્યારે ખેતીલાયક જમીન ઓછી થતી જશે તેથી ખેડૂતો હવે હાઈટેક પદ્ધતિ જ ખેતી કરતા શરૂ થઈ જાય તો સારી એવી આવક મેળવી ને ગુજરાન ચલાવવાની સાથે સારી એવી કમાણી પણ કરી શકે છે.

જ્યારે આપણા પ્રધાનમંત્રી ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું જોઈ રહ્યા છે, તથા કૃષિ વિભાગ ઘણી યોજનાઓ તેમજ માર્ગદર્શનની સાથે સબસિડી આપીને મદદરૂપ પણ બની રહ્યા છે. બાગાયતી ખેતીનું ઉત્તમ ઉદાહરણ બાલાસિનોરમાં આવેલ સુરેશભાઇ પટેલે ઘણા ફળો ની બાગાયતી કરીને વર્ષે લાખો રૂપિયાની આવક ઊભી કરી છે, ત્યારે મહિસાગર જિલ્લામાં ખેડૂતોમાં નફાકારક ખેતી કરવા પ્રેરણાદાયક એવું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કયા કયા ફળોની ખેતી કરવામાં આવે છે :

જે ફળોની ખેતી કરવામાં આવે છે એમાં થાઈલેન્ડ ફળ દેશી લાલ જામફળ, સીડલેસ લીંબુ, ડ્રેગન ફ્રૂટ, ઓઇલપામ જેવાં ઘણા ફળોનો પણ સમાવેશ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post