એક હજારમાંથી ખેડૂતે ઉભા કર્યા 40 હજાર, ખેતી વિષે ઓનલાઈન અભ્યાસ કરી 40 ગણી આવક મેળવી

Share post

હાલમાં ખેતીમાંથી પણ કેટલાંક ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યાં છે. ઘણીવાર લાખોની કમાણી કરતાં હોય એવાં ખેડૂતોના સમાચાર સામે આવતા હોય છે. આજે તો એવા સમાચાર સામે આવ્યા છે કે, જેને જાણીને આપને પણ ખુબ જ નવાઈ લાગશે.રતલામ જિલ્લામાં અઆવેલ આદિવાસી વિસ્તારમાં એક શિક્ષકે પોતાના પુત્રની સાથે મળીને લોકડાઉનને લીધે શાળાઓ બંધ હોવાને લીધે સમયનો સદુપયોગ કરીને આવક મેળવી લીધી છે. આ શિક્ષકે પોતાની કુલ 1.5 હેકટર જમીન પર જૈવિક ખેતીથી શાકભાજી ઉગાડીને કુલ 40,000 રૂપિયાની કમાણી કરી છે.

જેમાં માત્ર 1,000 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો.આ શિક્ષક રતલામ જિલ્લામાં આવેલ નરસિંહ નાકા ગામમાં પ્રાથમિક શાળામાં ભણાવતા ગોવિંદ સિંહ કસાવત છે. એમના પુત્ર મનોજે પણ પિતાની પૂરતી મદદ કરી. નરસિંહ નાકા એ આદિવાસી વિસ્તારનું નાનું એવું ગામ છે. હાલમાં આ શિક્ષક ખેડૂતની પાસે જૈવિક ખેતી શીખવા માટે આજુબાજુનાં ખેડૂતો આવવા લાગ્યા છે તથા શાકભાજીની ખરીદી કરવા માટે પણ લોકો એમના ખેતરમાં આવવાં લાગ્યા છે.

આ શિક્ષકે જૈવિક ખેતી વિષે સાંભળ્યું હતું પરંતુ ક્યારેય પણ જૈવિક ખેતી કરી ન હતી. એમના મનમાં લોકડાઉનને લીધે મળેલ સમયનો ઉપયોગ કરવાં માટે જૈવિક ખેતીને કરવાનો વિચાર આવ્યો હતો.એમણે પોતાનાં પુત્રની સાથે મળીને યુ ટ્યુબ તથા ગુગલ પર જૈવિક ખેતીને વિષે માહિતી એકઠી કરી ત્યારપછી એ માહિતીના આધાર પર પોતાના ખેતરમાં દૂધી, કારેલા સહીત કેટલીક શાકભાજી ઉગાડયા હતાં.આ પાકમાં એમણે જૈવિક ખેતી અંતર્ગત જૈવિક ખાતરનો ઉપયોગ કર્યો હતો.

શાકભાજીની ખેતી ખુબ સારી રીતે થઈ તેમજ પાક પણ સારો આવ્યો હતો. પોતાનાં ખેતરની શાકભાજીને વેચવા માટે શિક્ષક પોતે આદિવાસી વિસ્તારથી રતલામ આવતાં હતાં તથા  શાકમાર્કેટમાં શાકભાજી વેચતા હતાં. થોડા સમય બાદ શાકભાજીના વેપારીઓ એમના ખેતરમાંથી જ શાકભાજી લઈ જવા લાગ્યા હતાં.એપ્રિલમાં શરુ થયેલ આ કામ એમને હાલમાં કુલ 40,000ની કમાણી આપી ગયું. એમના ખેતરમાં હાલમાં પણ કાકડી, દૂધી, તુરીયા, ગલકાનાં પાક લહેરાઈ રહ્યા છે.

બંને પિતા-પુત્ર હવે આખો દિવસ જૈવિક ખેતીમાં જ લાગ્યા રહે છે.શિક્ષક ગોવિંદે જણાવતાં કહે છે કે, યુટ્યુબ પર મને રાષ્ટ્રીય જૈવિક ખેતી અનુસંધાન કેન્દ્ર, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશનાં મહાનિદેશક ડોક્ટર કિશન ચંદ્રાનો વિડીયો જોવાં મળ્યો હતો. એમાં એમણે ફક્ત કુલ 20 રૂપિયાની એક નાની એવી ડબ્બી તથા પ્રતિ કુલ 100 લીટર પાણીમાં કુલ 1 કિલો ગોળથી ખાતર તથા દવાનું ઉત્પાદન કરવાની પદ્ધતિ જણાવી હતી. એ રીતનો ઉપયોગ હાલમાં સારો એવો પાક ઊભો થયો છે.હું મારા પુત્રની મદદ લઈને હાલમાં ઘણી સારી જૈવિક ખેતી બાજુ આગળ વધી રહ્યો છું. મારૂ ધ્યેય છે કે,  વધુમાં વધુ ખેડૂતભાઈ આ ખેતીને પશ્ચિમી મધ્યપ્રદેશનાં આદિવાસી બાજના-રાવટી ક્ષેત્રમાં કરે તથા પોતાની આર્થિક સ્થિતિને ખુબ જ મજબૂત બનાવે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post