પાક નિષ્ફળ જતા જગતના તાતે ટૂંકાવ્યું અમુલ્ય જીવન, ખેડૂ પરિવારમાં દુઃખનો માહોલ

Share post

સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની તમામ નદીઓમાં નવાં નીરનું આગમન થયું છે. આની સાથે જ ઘણાં ચેકડેમો પણ ઓવરફલો થઈ ગયાં છે. અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઘણાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે. અવારનવાર આત્મહત્યાની ઘણી ઘટનાઓ રાજ્યમાંથી સામે આવતી હોય છે. હાલમાં પણ આત્મહત્યાની આવી જ એક ઘટના સામે આવી રહી છે.

રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં અતિભારે વરસાદને લીધે અતિવૃષ્ટી સર્જાઈ છે. અહી નોંધપાત્ર છે કે, અતિવૃષ્ટીને લીધે ઘણો પાક નિષ્ફળ ગયો છે ત્યારે જગતના તાત એટલે કે ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. અહી નોંધપાત્ર છે કે, કેટલાંક જિલ્લાઓમાં તો અતિભારે વરસાદને કારણે ખેતરો ધોવાઈ ગયા છે. જૂનાગઢમાંથી ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યાં છે. અહી ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં આવેલ ભેંસાણ નજીક આવેલ છોડવડી ગામમાં રહેતાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે.

અહી ઉલ્લેખનીય છે કે, છોડવડી ગામમાં રહેતાં બાબુભાઈ પોંકિયા નામનાં ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળી તેમજ કપાસનું વાવેતર કર્યું હતું. જો કે, પાક નિષ્ફળ જવાને લીધે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. ખેડૂતે કરેલ આત્મહત્યાને કારણે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતની આત્મહત્યાની ઘટના પછી ભેંસાણ ગામની પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઘણીવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.રાજ્યમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post