ઓર્ગેનિક પદ્ધતિથી આ પટેલ ખેડૂતભાઈ કરી રહ્યાં છે ખેતી, રેકોર્ડબ્રેક ઉત્પાદન કરીને હાંસલ કરી અનોખી સિદ્ધિ 

Share post

હાલના સમયમાં ખેડૂતો માત્ર ખેતીમાંથી જ વિવિધ પાકોનું ઉત્પાદન કરીને લાખોની કમાણી કરી રહ્યાં છે. અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ખુબ જ નુકશાન થયું છે. ઘણીવાર અમુક ખેડૂતો કઈક અલગ જ પાકનું ઉત્પાદન અથવા તો બીજું કઈક કરીને અનોખી સિદ્ધિને હાંસલ કરતાં હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર રાજ્યમાં આવેલ નડીયાદ જીલ્લામાંથી સામે આવી રહ્યાં છે.

કપડવંજના મહેનતકક્ષ ખેડૂતે માત્ર 10 એકર જમીનમાં સજીવ ખેતી કરીને તરબૂચ તથા સક્કરટેટીમાં રેકર્ડબ્રેક ઉત્પાદન મેળવ્યું છે. એમની આ સિદ્ધિ હાંસલ કરવાં બદલ રાજ્ય સરકાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે. કપડવંજમાં આવેલ ગરોડ રોડ પર આવેલ માત્ર 10 એકર જમીનમાં પથરાયેલ મુખી ફાર્મમાં છેલ્લા 10 વર્ષથી સજીવ ખેતી (ઓર્ગેનિક) કરતાં નીતિનભાઈ મણીભાઈ પટેલને રાજ્યકક્ષાનું સર્વોચ્ચ સન્માન ગણાતાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર 2019-’20 સજીવ ખેતીથી સન્માન કરવામાં આવ્યું હતું.

નીતિનભાઇ પટેલે જણાવતાં કહ્યું હતું કે, સજીવ ખેતી મારફતે તરબૂચ તથા સક્કરટેટીનું વિક્રમજનક ઉત્પાદન મેળવ્યું છે. કોઈપણ પ્રકારના રસાયણો અથવા તો જંતુનાશક દવાઓનો વપરાશ કર્યાં વિના આ પરિણામ મેળવ્યું છે. આમાં ઉત્પાદિત તરબૂચ તથા સક્કરટેટીના સેમ્પલનું પેસ્ટીસાઈડ રેસીડયુ લેબોરેટરી આણંદમાં આવેલ કૃષિ યુનિવર્સિટી ખાતે એનાલિસિસ પણ કરવામાં આવ્યું હતું તેમજ રિપોર્ટમાં કોઈપણ પ્રકારના જંતુનાશકોના અવશેષો મળ્યાં નથી. મુખી ફાર્મમાં વર્ષ 2019-20માં ઓર્ગેનિક ખેતી દ્વારા તરબૂચમાં કુલ 5,500 મણ તથા સક્કરટેટીમાં કુલ 1,200 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું હતું.

સન્માનપત્ર સાથે મળેલ રકમમાંથી ખેતમજુરોને 2 ગાય આપશે :
નિતીનભાઈને રાજ્ય કક્ષાના તેમજ જિલ્લા કક્ષાના પુરસ્કારના મળેલ કુલ 76,000 રૂપિયામાંથી મુખી ફાર્મનાં ખેતમજુર રમોસડીનાં બાબુભાઈ પરમાર તેમજ ગરોડના વનરાજભાઈ પરમારને ગાયો લાવી આપવાનું નક્કી કર્યું છે. જેને લીધે તેઓ આત્મનિર્ભર બની શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post