દુધાળા પશુઓને મચ્છરોથી સુરક્ષિત રાખવા, સુરતના પશુપાલકોની અનોખી પહેલ – દરેક પશુ રહેશે રોગમુક્ત

Share post

કુડસદમા મચ્છરનાં ત્રાસથી દુધાળા પશુઓને બચાવવા માટે પશુપાલકોએ પોતાના માલઢોરને રાખવામાં આવતા તબેલામાં મચ્છરદાની બાંધવાની ફરજ પડી છે. ઉપરોકત વિસ્તારમાં રહેતા કુલ 10 જેટલા માલધારીઓએ મચ્છરદાની બાંધીને પશુઓને રોગની સામે સુરક્ષિત કરીને મરછરનાં ત્રાસથી બીમાર પડતાં ઢોર તથા એની સામે દૂધની આવકમાં થતું આર્થીક નુકશાનની સામે આ યુક્તિ કરીને તબેલાને મચ્છરદાનીથી ઢાંકી દીધા હતા.

સૂરતના ઓલપાડ તાલુકામાં આવેલ કીમ પાસે કુડસદ માલધારીઓએ પોતાનાં નેહડામા મચ્છરનો ત્રાસ વધતાં ત્રાસી ઉઠ્યા હતા. રહેણાક વિસ્તારમાં વરસાદનાં પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાને કારણે ગંદકી તથા મચ્છરનું સામ્રાજ્ય સતત વધી રહ્યું હતું. રોજ સાંજ પડતાં મચ્છરોનો ત્રાસ સતત વધવા માંડે છે. મચ્છરોને લીધે માલધારીઓ શાંતિથી સુઈ શકતા નથી તો બીજી બાજુ માલઢોર આરામથી બેસી શકતા નથી.

મચ્છરના ત્રાસથી દુધાળા પશુઓને દૂધનાં પ્રમાણમાં ઘટાડો થતાં એની અસર માલધારીઓના ખિસ્સા પર સીધી જોવા મળી હતી. મચ્છરનાં કરડવાથી પશુઓ પણ બીમાર પડી રહ્યા હોય ત્યારે માલધારીઓએ કુડસદ પંચાયત પાસે માંગણી કરી હતી કે, પંચાયત વહેલી તકે અમારા વિસ્તારમાં જંતુનાશક દવાઓનો છટકાવ કરે તથા ખુલ્લી જગ્યામાં પાણી ભરાઈ ગયું છે. એનો નિકાલ કરે જેને લીધે મચ્છરોનો ત્રાસ ઘટે પરંતુ છેવટે નેહડામાં રહેતા કુલ 10 જેટલા માલધારીઓએ જાત મહેનત જીંદાબાદ ઉક્તિ અંતર્ગત તેઓ તમામ મચ્છરદાની લાવવાનો વિચાર કર્યો અને મચ્છરદાનીથી તબેલાએ બાંધી દીધો હતો.

આખો તબેલો માલધારીઓએ મચ્છરદાનીથી ઢાંકી દઈ પશુઓને મચ્છરથી બચાવવાની ઉપરાંત એમને દૂધ ઓછું આવતા થાય એની પહેલા આર્થીક નુકશાનથી બચવા આ ઉપાય કારગત નીવડી રહ્યો છે. પહેલા ધુમાડો કરતાં હતાં પરંતુ આંખોમાં બળતરા થતાં તબેલાને જ મચ્છરદાનીથી ઢાંકી દેવાનો વિચાર પશુપાલકોને આવ્યો હતો એવું જાણવા મળી રહ્યું છે.

મચ્છરોના ઉપદ્વવ માટે ડામવા દવાના છંટકાવની માંગ
કુડસદ ગામનાં છેવાડે આવેલ નેહડામાં મચ્છરનો ત્રાસ સતત વધતા જતાં માલધારીઓ એટલે કે પશુપાલકો  પરેશાન થઈ ગયા છે. મચ્છરો કરડવાથી પશુ બિમાર પડી રહ્યાં છે. જે સમસ્યા બાબતે કુડસદ ગ્રામ પંચાયતના સરપંચની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે.  માત્ર 2 દિવસમાં એ વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરીશુ એવું પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post