આ પાકની ખેતીમાંથી ફક્ત 2 વીઘામાં થશે લાખોની કમાણી અને રાતોરાત ચમકી ઉઠશે ખેડૂતોની કિસ્મત -જાણો ફટાફટ

Share post

મસાલાના પાકમાં ધાણાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ધાણા સુકા પાવડર અથવા તો લીલા પાંદડા તરીકે એનો ઉપયોગ ભોજનનાં સ્વાદમાં વધારો કરે છે. કોથમીરનો ઉપયોગ શાકભાજીમાં સુગંધ માટે થાય છે. ધાણા તમામ શાકભાજીનો સ્વાદ તથા રંગમાં વધારો કરવાનું કામ કરે છે. તેની સુગંધ એટલી મોહક હોય છે કે, તે દૂરથી કોઈપણ વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરે છે.

આની સિવાય ધાણામાં કેટલાંક હેલ્ધી ગુણધર્મો રહેલાં છે કે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ ગુણોને લીધે, માર્કેટમાં ધાણાની માંગની સાથે, તેના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ મૂલ્યવાન પાકની ખેતી કરીને આર્થિક લાભ મેળવી શકાય છે. સમગ્ર વિશ્વમાં ધાણાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આટલું જ નહીં, ભારત ધાણાનો મુખ્ય નિકાસ કરતો દેશ છે. જો ખેડુત તેની યોગ્ય ખેતી કરવામાં આવે તો વિદેશી ચલણમાં પણ આવક થઈ શકે છે.

ધાણાની ખેતીની વિશેષ બાબત તો એ છે કે, તે સંપૂર્ણ વર્ષ દરમિયાન ઉગાડવામાં આવે છે.  જો તેની વૈજ્ઞાનિક રીતે વાવેતર કરવામાં આવે તો દર વર્ષે 2 વીઘામાં અંદાજે 3 લાખ રૂપિયાની કકમાણી કરી શકાય છે. માર્કેટમાં સતત વધતી જતી માંગને લીધે ધાણાની ખેતી ખુબ લાભદાયક સાબિત થઈ રહી છે.

કમાણી :
કેટલાંક ખેડૂતો માર્કેટમાં મસાલા તરીકે ધાણાનું વેચાણ કરવામાં આવે છે. આની સિવાય માર્કેટમાં લીલા ધાણાનું પણ વેચાણ કરવામાં આવે છે. બંને સ્વરૂપે ધાણાનું વેચાણ કરીને સારો એવો નફો મેળવી શકાય છે. જો તમે 2 વીઘા જમીન પર ધાણાની ખેતી કરો તો તમે દર વર્ષે અંદાજે 3 લાખ રૂપિયાનો નફો મેળવી શકો છો. જો તમે 2 વીઘા જમીન પર ધાણાની ખેતી કરી શકો છો તો તમે દર વર્ષે અંદાજે 3 લાખ રૂપિયાનો નફો મેળવી શકાય છો.

ધાણાની વાવણી કર્યાં બાદ અંદાજે 40  દિવસમાં વેચવા યોગ્ય બને છે. તમે માર્કેટ ભાવમાં ધાણાનું વેચાણ કરીને રોજ કુલ 2,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. વૈજ્ઞાનિક રીતે વાવેતર કરવામાં આવે તો કુલ 50 ક્વિન્ટલ સુધીની ઉપજ મેળવી શકાય છે. બજારભાવ મુજબ તમને ક્વિન્ટલ પર 1,000 રૂપિયા મળે છે. કુલ 40,000 રૂપિયાના ખર્ચ પછી 1 એકર પર ધાણાની ખેતી કરીને 1 લાખ સુધીનો ચોખ્ખો નફો મળે છે.

ભારતમાં ક્યાં-ક્યાં થાય છે ધાણાની ખેતી :
ધાણાની ખેતી ભારતમાં સર્વત્ર જગ્યાએ થાય છે પરંતુ મોટાભાગના ધાણા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા તામિલનાડુમાં કરવામાં આવે છે. મધ્યપ્રદેશમાં અંદાજે 1.50 લાખ હેક્ટરમાં એનું વાવેતર કરવામાં આવે છે, જેમાંથી કુલ 2 લાખ ટન ધાણા ઉત્પન્ન થાય છે. આ રીતે દુનિયાના કુલ 80% ધાણા ભારતમાં ઉત્પન્ન થાય છે.

વાવણીનો સમય :
ઓક્ટોબર માસથી નવેમ્બર માસ એ ધાણાની ખેતી કરવાં માટે વાવણીનો યોગ્ય સમય રહેલો છે. વાવણી દરમિયાન ઓછુ તાપમાન હશે તો અંકુરણ ખુબ ઓછું થઈ શકે છે. જો આ સમયે તાપમાન વધારે હોય તો આવા સમયે ધાણાની વાવણી કરવી જોઈએ નહી. આ સમયે વાવણીથી પાકને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે.

કોથમીરનું વાવેતર કરવાંની રીત :
કોથમીરનો સારો પાક મેળવવા માટે, યોગ્ય રીતે વાવણી કરતા પહેલા જમીન તૈયાર કરી લેવી જોઈએ. વાવણી કરતા પહેલા કુલ 10 ટન છાણ ખાતર ઉમેરવું જોઈએ. ધાણાના પિયત પાક માટે કુલ 5 મીટરની પથારી બનાવવી જોઈએ. જેનાથી પાણી આપીને નીંદવું આસાન થાય.

સારા ઉત્પાદન માટે, કોથમીરના કુલ 20 કિલો બીજ પૂરતા પ્રમાણમાં છે. બીજની સારવાર કરવાં માટે, પ્રતિ કિલો બીજ કુલ 2 ગ્રામ કાર્બેન્ડાઝિમની સારવાર કરવી જોઈએ. વાવણી કરતા પહેલા અનાજને કુલ 2 ભાગમાં વહેંચી દેવું જોઈએ. આવું કરતી વખતે, કાળજી રાખવી કે, અંકુરણનો ભાગ નષ્ટ ન થાય તેમજ સારા અંકુરણ માટે, બીજને પાણીમાં કુલ 24 કલાક સુધી પલાળી રાખીને સૂકાઈ ગયા બાદ બીજનું વાવેતર કરવું જોઈએ.

ધાણાની વાવણી કરતી વખતે ધ્યાન રાખવું કે, છોડથી છોડ વચ્ચેનું અંતર કુલ 5 સેમી રાખવું. પિયત પાકમાંથી બીજ કુલ 6 સેમી પિયતવાળા પાકમાં બીજ કુલ 2 સેમી ઊંડાઈમાં વાવણી કરવી જોઈએ. કારણ કે, જો ઊઁડા ખાડામાં વાવણી દ્વારા સિંચાઈ કરવામાં આવે તો બીજ પર એક જાડા સ્તરની રચના કરવામાં આવે છે. જેને લીધે બીજ યોગ્ય રીતે અંકુરિત થતા નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post