ખેડૂતોને જે પાકની સૌથી વધુ નિકાસ થતી હતી તેમાં પડ્યો ફટકો, ખેડૂતોની આવક પર થશે અસર – જાણો વિગતે

ચીનમાંથી ફેલાયેલો કોરોના વાઈરસ હાલમાં ભારત જ નહિં પરંતુ દુનિયાના તમામ દેશોમાં તેની અસર જોવા મળી રહી છે. કોઈજગ્યાએ બિમારી રૂપે તો વળી કોઈ જગ્યાએ વેપાર પર અસર જોવા મળી રહી છે. આપણા દેશમાં ચોખાની નિકાસ પર કોરોના વાયરસની મોટી અસર પડી છે. દેશમાંથી નિકાસ થતા 10 લાખ ટન ચોખા પર જોવા મળશે. બાસમતી ચોખાની વાત કરીએ તો, સૌથી વધુ ઈરાનને મોકલવામાં આવે છે. ત્યારે આના ટોચના 6માંથી 5 ખરીદાર સાઉદીના દેશો છે. 25 ટકા ગ્લોબલ શેર સાથે ભારત દુનિયાનો સૌથી મોટો રાઈસ એક્સપોર્ટ કરતો દેશ છે.
વિશેષજ્ઞ અનુસાર, એક્સપોર્ટ થંભી જવાથી દેશમાં અનાજના ભંડાર પર અસર પડશે. કેમ કે, ભારત દર મહિને 10 લાખ ટન નિકાસ કરે છે. આની સીધી અસર ખેડૂતોની આવક પર પડશે. ઈરાનને વર્ષ 2018-19માં 14.5 લાખ ટન બાસમતી રાઈસ એક્સપોર્ટ થયા હતા. જો કે, માર્ચમાં કોરોનાને કારણે ઈરાન જતા ચોખા પર એટલી અસર નથી જોવા મળી. જે રીતે ઈરાનમાં કોરોનાની અસર વધતી જાય છે તે જોતા લાગે છે કે એપ્રિલમાં મુશ્કેલીઓ વધી શકે છે.
સાઉદી અરબમાં પણ ઘણા કેસ સામે આવ્યા બાદ ત્યાંથી કારોબાર અંગે ક્યારેય પણ એડવાઈઝરી જારી થઈ શકે છે. અહિં દર મહિને લગભગ 70થી 75 હજાર ટન બાસમતી રાઈસ મોકલવામાં આવે છે. ખાડી દેશોમાં સૌથી વધુ બાસમતી રાઈસ એક્સપોર્ટ થાય છે. પણ અન્ય દેશોમાં 75થી 80 લાખ ટન નોન બાસમતી રાઈસ પણ મોકલાય છે. દર મહિને 6થી 6.5 લાખ ટન ચોખા દેશમાંથી જાય છે. બન્ને પ્રકારના ચોખા મળીને આ નંબર લગભગ 10 લાખ ટને પહોંચે છે. માર્ચથી તો અસર વર્તાવા લાગી છે, પણ સૌથી વધુ મુશ્કેલી એપ્રિલમાં આવવાની છે. જો જલ્દી કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવામાં નહિં આવે તો દુનિયાભરમાં ઘણાં પ્રકારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…