દેશને ખરેખર આવા સંવેદનશીલ કલેક્ટરોની જરૂર છે, ખેડૂતો માટે દિનરાત એવું કાર્ય કરી રહ્યા છે કે જાણી તમને પણ ગર્વ થશે

ઉત્તરાખંડ રાજ્યની IAS અધિકારી તેમજ રુદ્રપ્રયાગ જીલ્લાની DM વંદના સિંહનો મંગળવારનાં રોજ જુદાં જ અવતાર જોવા મળે છે. મહિલા ખેડૂતોને ખેતરમાં કામ કરતા જોઈને DM પણ અચાનક તેમની સાથે કામ કરવા લાગ્યા તેમજ પાક લણવામાં મદદ કરવામાં આવી હતી.
DM વંદના સિંહ અગસ્ત્યમુનિ બ્લોકનાં ગડમિલ ગામમાં ખેતીનાં પાકનો અંદાજ લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ મહિલાઓને કામ કરતા જોઈને તે લોકો પણ તેમની મદદ કરવા માટે આગળ આવ્યા હતાં.
DM વંદનાએ ગામનાં ખેતરોમાં પાકનો અંદાજ લેવાની સાથે જ ખેતરમાં પાક લણવા માટેનું કામ પણ શીખ્યું હતું. ત્યારે 30 સ્કે. મીટરનાં વિસ્તારમાંથી પાક લણવામાં આવ્યો હતો, તેમાં 5 kg કરતા વધારે ચોખાનું ઉત્પાદન થયું.
DM વંદનાએ જણાવ્યું છે કે,‘પાક લણણીનો આ પ્રયોગ રવિ અને ખરીફ પાકની લણણી પહેલા કરવામાં આવે છે. જેનાં લીધે જીલ્લામાં થનારા ઉત્પાદનનો અંદાજ લગાવી શકાય છે.
આની સાથે જ પાકની ઉપજ અને નુકસાન અથવા પાકનાં સડી જવાનાં અંદાજ માટે પણ આ પ્રયોગ કરવામાં આવે છે.
ગામમાં પાક સંબંધિત અંદાજ લેવા માટે ગયેલ મહિલા DM વંદનાએ ખેડૂતોની સાથે તેમની મુશ્કેલીઓ વિશે પણ વાત કરી હતી. ત્યારે ગ્રામ પ્રધાન યશવંત સિંહ બુટોલા તેમજ તેની અધિકારીઓની ટીમ ત્યાં હાજર હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…