આ કંપની 20,000 ભારતીયને આપશે નોકરી, પગારમાં પણ કરશે 18%નો વધારો!

હાલમાં દરેક જગ્યાએ બેરોજગારી વધતી જોવા મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને ભારતમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે. અભ્યાસ અને લાયકાત હોવા છતાં કેટલાક યુવાનો હાલ પણ રોજગારથી વંચિત છે. પરંતુ હવે ભારતમાં રોજગારીને લઈ એક મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે. જેના કારણે હવે યુવાનો રોજગારીની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકશે.
અમેરિકન આઈટી કંપની કૉગ્નિઝેંટ કોસ્ટ કટિંગના નામે આગામી મહિનામાં 7000 મિડ-સીનિયર લેવલનાં કર્મચારીઓની છટણી કરશે. તેના સિવાય કંપની કંટેટ મોડરેશન બિઝનેસમાંથી પણ બહાર નીકળવા વિશે વિચારી રહી છે. ક્વાર્ટરલી પરિણામ જાહેર થયા બાદ બુધવારે કંપની તરફથી નિવેદન રજૂ કરવામાં આવ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુકે, આગામી મહિનામાં આખા વિશ્વમાં કંપનીએ લગભગ 12 હજાર મીડિયમ અને સીનિયર લેવલનાં કર્મચારીઓને નીકાળવાનો નિર્ણય કર્યો છે.
ભારતથી વધુ વિદ્યાર્થીઓને નોકરી
ટેકનોલોજી પ્રમુખ કોગ્નિઝન્ટ ટેકનોલોજી સોલ્યુશન્સે કહ્યું કે, તેઓ આ વર્ષે ભારતથી વધુ વિદ્યાર્થીઓને નોકરી આપશે. કોગ્નિઝન્ટના સીઈઓ બ્રાયન હમ્ફ્રીઝે કહ્યું કે યુનિવર્સિટીથી મોટી સંખ્યામાં છાત્રો ડિજિટલ રૂપથી તૈયાર થઈ રહ્યા છે. અમે 2020ના એન્જિનિયરિંગ અને વિજ્ઞાન સ્નાતકોની અમારી ભરતીમાં 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય કેમ્પસમાંથી 20,000 વધુ છાત્રોની નિમણૂક કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ સિવાય આઈટી પ્રમુખ કંપની, એન્જિનિયરિંગ સ્નાતકો માટે કેમ્પસ સેલરીને 18 ટકા વધારી 4,00,000 પ્રતિ વર્ષ કરવા પણ વિચારી રહી છે. રિપોર્ટ પ્રમાણે કોગ્નિઝન્ટ ગત વર્ષ સુધી ભારતમાં બે લાખથી વધુ કર્મચારીઓને રોજાગર આપવાવાળી ટાટા કંસલ્ટેન્સી સર્વિસેઝ બાદ બીજી આઈટી કંપની બની ગઈ છે. ટીસીએસ ભારતની સૌથી મોટી આઈટી છે. જેના 4.4 લાખ કર્મચારી છે. હમ્ફ્રીઝે કહ્યું કે ભારત કોગ્નિઝન્ટ માટે ઉચ્ચ વિકાસ અને આકર્ષક બજાર છે.
કંપનીમાં લગભગ 2 લાખ ભારતીય
કોગ્નિઝેંટના નવા સીઈઓ બ્રાયન હમ્ફ્રીઝે પાછલા દિવસોમાં કંપનીને નફામાં લાવવા માટે પુનર્ગઠનની પ્રક્રિયા શરૂ કરી હતી. તેના માટે કોસ્ટકટિંગનો રસ્તો અપનાવ્યો હતો. આ કંપનીમાં લગભગ 2.9 લાખ કર્મચારીઓ કામ કરે છે. જેમાં 2 લાખ લગભગ ભારતીય છે. 30 સપ્ટેમ્બર 2019માં કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા 2,89,900 હતી, જ્યારે 30 જૂન 2019માં કંપનીમાં કર્મચારીઓની કુલ સંખ્યા 2,88,200 હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……