આ ઘરેલું આયુર્વેદિક ઉપચારથી એલર્જીથી થતી શરદી થઈ જશે રાતોરાત દુર, જાણો અહીં

Share post

જ્યારે નાનો-મોટો કોઈ રોગનો ઘણીવાર ઈલાજ કરવામાં આવે તેમ છતાં ફરી ફરીને તે દરરોજ થાય, એ સમયે રોગની શારીરિક વ્યથા સિવાય રોગ મટતો નથી તે અંગેની ચિંતા સતાવવા લાગે છે. એલર્જીને કારણે થતી વિવિધ તકલીફો પણ જ્યારે ઘણીવાર થવા લાગે તે સમયે રોગી તેનાંથી છુટવું શક્ય જ નથી કે શું ? એવાં પ્રશ્નો પૂછે છે. એલર્જીને લીધે ઘણીવાર શરદી થવાને લીધે નાકમાંથી પાણી પડવું, છીંકો આવવી, માથું દુઃખવું, આંખો લાલ થવી, આંખ-કાન-નાક-ગળાની અંત:ત્વચામાં ખંજવાળ આવવી. ઇરીટેશન થવાની સાથે રોગી અશક્તિ, થાક, કંટાળો, આળસ પણ અનુભવાય છે. આ તમામ શારીરિક-માનસિક વ્યથાનાં પરિણામે રોજનાં કામ, વ્યવસાય પર પણ તેની ખરાબ અસર થાય છે. શરદીનું કારણ એલર્જી છે એવું જાણ્યા બાદ દર્દી પોતે જ એન્ટીએલર્જિક દવાઓ લઇ તેમજ કામચલાઉ શાંતી મેળવી લેતા હોય છે પણ દવાઓથી ગળા-મ્હોંમાં લુખ્ખાશનો અનુભવ, ઉંઘ આવવી જેવી આડઅસર પણ થતી હોવાનાં લીધે રોગી હંમેશા માટેનો ઉપાય મેંળવવા સતત ઝંખે છે.

ઊર્જા એટલે શું ?
ઊર્જા Allos અને Ergon બે શબ્દોનું જોડાણ છે. એનો અર્થ બિનજરૂરી ઉત્પન્ન થતું અન્ય કાર્ય એવો થાય છે. શરીરની કુદરતી રક્ષણાત્મક શક્તિ-ઇમ્યુનીટી એક ખાસ ક્રિયા-પ્રતિક્રિયાથી રોગ માટે જવાબદાર કારણોનો સામનો કરે છે. શરીરને નુકશાનકારક બહારનું તત્વ શરીર સાથે સંપર્કમાં આવે, પ્રવેશે ત્યારે કુદરતી રીતે શરીર પ્રતિજન તથા પ્રતિજન સામે રક્ષણાત્મક પ્રતિક્રિયા કરવા માટે પ્રતિદ્રવ્યો ઉત્પન્ન કરે છે. પ્રતિજન અને પ્રતિદ્રવ્યની શરીર માટે રક્ષણાત્મક પ્રક્રિયા દરમ્યાન કોષોને વધારે નુકશાન થતાં, વિશિષ્ટ લક્ષણો થાય છે જેને એલર્જીક રિએક્શન કહેવામાં આવે છે.

એલર્જીથી થતી શરદી માટે સંભવિત કારણો :
સૌથી મહત્વનું કારણ તો શરીરની વ્યાધિક્ષમતાની નબળાઈ છે. આયુર્વેદ પ્રમાણે શરીરને નુકશાનકર્તા જીવાણુ અને વિષાણુ, બહારના તત્વ સામે પ્રતિકાર કરવાનું બળ પ્રાકૃતકફ, ઓજમાંથી મળે છે. વિશિષ્ટતાને પરિણામે જ્યારે કફ તત્વનું રક્ષણાત્મક કામ યોગ્ય રીતે ન થાય ત્યારે ધૂળ, પોલન, ધૂમાડો, વાસ-સુગંધ, જીવાણું, અતિશય ઠંડી-ગરમ-લુખ્ખી હવા, રૂવાંટી-વાળ શ્વાસ દ્વારા નાકની અંત:ત્વચાના સંપર્કમાં આવવાથી ખંજવાળ, ખૂબ છીંકો આવવી, નાકમાંથી પાણી પડવું, આંખમાં આંસુ-ખંજવાળ આવવી, ઘણીવાર છીંકો ખાવાથી ગળામાં-માથામાં દુખાવો થવો, અશક્તિ, આળસ જેવી તકલીફ થાય છે.

આયુર્વેદ શું સૂચવે છે ?
સ્વબચાવ:
એલર્જીક રિએકશન માટે જવાબદાર ધૂળ, ધૂમાડો, ઠંડી હવા જેવાં કારણોથી બચવા માટે પ્રયાસ કરવો.

વયાધિક્ષમત્વ જાળવવા માટે જરૂરી સલાહ:
ભૂખ, ઉંઘ, થાક, તરસ, મળ-મૂત્ર પ્રવૃત્તિ માટેના સંવેદનો જેવા શરીર દ્વારા સૂચવવામાં આવતા કુદરતી સંકેતોને અવગણવશો નહી.
કફ તત્વ વધારે મજબૂત બને એ બાબતને અનુલક્ષી પૌષ્ટિક, તાજું, ગરમ ભોજન, તરલ પદાર્થો, ગાયનું ઘી, સૂંઠ-અજમો, હીંગ, મરી, મેથી, લસણ, આદું જેવા પાચનક્રિયામાં મદદ કરે એવા પદાર્થોથી બનાવવામાં આવેલ ભોજન નિયમિત સમયે ખાવું જોઈએ. દહીં, મલાઈ, ઠંડા પીણા, ફ્રોઝન ફૂડ્સ ખાવા જોઈએ નહી.
કફતત્વની કાર્યક્ષમતા યોગ્ય રીતે જળવાઈ રહે તેની માટે સૂંઠ, આદું, અરડૂસી, હળદર, તુલસી જેવા કુદરતી દ્રવ્યો નિયમિત રીતે ઘરગથ્થુ ઉપચાર માટે અપનાવવા જોઈએ.

ઘરગથ્થુ ઉપચાર :
આદુનો રસ, તુલસીનો રસ 1 ચમચી ભેળવી, એમાં 1 ચમચી હળદરનું ચૂર્ણ ઉમેરીને સવારના નાસ્તા સમયે લઇ શકાય.
1 ચમચી આંબળાનું ચૂર્ણ નવશેકા પાણી અથવા મધની સાથે નિયમિત લેવું જોઈએ.
તરિકટુ ચૂર્ણ તથા યષ્ટી મધુ ચૂર્ણ સરખા ભાગે ભેળવી જમ્યા બાદ મધમાં ચાટવાથી લાભ થાય છે.
ગાયનું ઘી અથવા તો ષડબિંદુ તેલનું નિયમિત સેવન કરવાથી વધારે પડતી છીંકો આવવામાં આરામ મળે છે.

ઔષધિ:
એલર્જીથી થતી શરદીને આયુર્વેદની દ્રષ્ટિએ વાતકફથી થતી શરદીનો ઈલાજ કરવાથી લાભ થાય છે. આથી નારદિયલક્ષ્મી વિલાસરસ, ત્રિભુવન કીર્તિરસ, દશમૂલારીષ્ટ, વાતચિંતામણી રસ જેવી ઔષધિઓ અને યષ્ટીમધુ, વાસા, હરિદ્રા, ત્રિફળા, પંચનીંબ જેવી વનસ્પતિના ચૂર્ણો જેવી ઘણી વાત વિકૃતી દૂર કરે એવા ઔષધોથી ઈલાજ થઇ શકે છે પરંતુ ત્રિફળા, કડુ, ભારંગી જેવા લીવરનું કાર્ય સુધારે, શરીરની વ્યાધિક્ષમતાને યોગ્ય કરવા માટે લિમ્ફેટિક સર્ક્યુલેશન સક્રિય કરી શકે એવા સાદા ઔષધો નિયમિત લેવાથી મદદ મળે છે. અહીં ખૂબ જ સંક્ષેપમાં સામાન્ય જાણકારી આપવામાં આવી છે. ત્રિદોષ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી પ્રકૃતિને અનુરૂપ ખૂબ સામાન્ય ઔષધો તથા વાયુનાશક તેલની માલિશ, નાકથી વરાળ લેવી, નશો કરવાં જેવી સામાન્ય ક્રિયાઓથી પણ વૈદ ખૂબ જ અસરકારક ઉપચાર કરી શકે છે. દરેક રોગીને અનુરૂપ આપવમાં આવતી ખાન-પાન અંગેની જાણકારી એ આયુર્વેદનું સબળ અને સક્ષમ પાસું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post