આ ગામના બાળકો દરરોજ કોબ્રા સાપ સાથે રમી રહ્યા છે- જાણી ચોંકી ઉઠશો

Share post

નાના છોકરાઓ રમતાં હોય એવું તો તમે સાંભળ્યું હશે, પરંતુ ક્યારેય પણ એવું નહીં સાંભળ્યું હોય કે નાના છોકરાઓ ઝેરીલા સાપ કોબ્રાની સાથે રમી રહ્યા હોય. હા, ખરેખર આવું જ કંઈક સામે આવી રહ્યું છે. તો આવો જાણીએ આ ઘટના વિશે.. ઝેરી સાપ કોબ્રાનું નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોના રૂવાટા ઉભા થઇ જતાં હોય છે પણ મહારાષ્ટ્રમાં આવેલ સોલાપુર જિલ્લાનાં જેતપુર ગામમાં લોકો સાપને પાળતા હોય છે.

નાના બાળકો નિયમિતપણે સાપને હાથમાં લઈને રમકડાની જેમ રમતાં દેખાય છે. રોડ પર આમતેમ બસ કોબ્રાની સાપની સાથે જ ફરતા દેખાય છે. સાપ જોવા ન મળતો હોય એવું ભાગ્યે જ કોઈ ઘર આપને જોવાં મળશે. સાપ ઘરમાં રહી શકે એની માટે લોકો ઘરમાં જ દર બનાવે છે.

ઘરની અગાસી પર કાણાં પાડે છે, જેની મદદથી સાપ સરળ રીતે હરી-ફરી પણ શકે છે. ગામનાં લોકો સાપની આપણી ઘરનાં સભ્યની જેમ કાળજી પણ રાખે છે. સાપ કરડિયો હોય તેમજ ટોપલામાં ભરતાં પણ નથી પણ મુક્ત રીતે ફરવાં પણ પેઢી દર પેઢી માણસોની સાથે રહેવા માટે ટેવાઈ ગયા છે.

આ ગામની વસ્તી કુલ 2,300 લોકોની છે. જેમાં કુલ 557 પરિવારો વસવાટ કરી રહ્યા છે. તમામ ઘરે અંદાજે કુલ 2-3 સાપ જોવામાં આવી રહ્યા છે. સૌથી વધારે નવાઈની વાત તો એ છે, કે કોબ્રા દુનિયામાં સૌથી વધુ ઝેરી ગણાતો સાપ હોવા છતાં પણ આજદિન સુધી સાp કરડવાની એક પણ ઘટના ગામમાં બની નથી.

ગામનાં લોકો સાપને દેવતાની જેમ જ પૂજતા હોય છે. નાગદેવતાનાં એક કરતાં વધુ નાના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. અહીંનાં ગામનાં લોકોનું જણાવવું છે, કે અમને સાપ પરેશાન કરતા નથી આથી અમે પણ એમને કશું નુકસાન પહોંચાડતા નથી. સાપ તથા માણસોનું સહ અસ્તિત્વ ધરાવતું આ એક અનોખું ગામને જોવા બહારથી ઘણાં પર્યટકો પણ આવતાં હોય છે.

ઉનાળાની ગરમી બાદ ચોમાસામાં વરસાદ પડે ત્યારપછી જમીનમાંથી જીવજંતુઓ બહાર નીકળતાં હોય છે. આવા સમયે સાપ પણ વધુ સંખ્યામાં બહાર જોવાં મળે છે. જેનાથી આ ગામ કુલ 200 કિલોમીટર દૂર આવેલું સોલાપુરથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું છે. એક સમયે ભારતને સાપો તથા મદારીઓનો દેશ ગણવામાં આવતું હતું પણ જેતપુર ગામને અવશ્ય સાપનું ગામ તરીકે જ ઓળખવામાં આવે છે.

સાપની સાથે મિત્રતા માટે જાણીતું બીજું એક ગામ ગામ ઉત્તરપ્રદેશમાં આવેલ અલાહાબાદથી કુલ 35 કિમી દૂર આવેલું છે. આ ગામનાં લોકો પણ પેઢી દર પેઢીથી સાપને ઉછેર કરતા આવ્યા છે. સાપનું પાલન-પોષણ એમના જીવનનો એક અંગ બની ગયું છે. ગામનાં લોકો ઘરેણાની જેમ સાપને પહેરીને ગમે ત્યાં ફરતા પણ દેખાય છે. જેતપુર ગામની જેમ કારીગામ પણ ઘણા પ્રવાસીઓને માટે મુલાકાત નું કેન્દ્ર બન્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post